________________
શાસનનાં શમણીરત્નો ]
સમર્થ સાધક પૂ. સાધ્વીશ્રી કલ્પનંદિતાશ્રીજી મહારાજ ડુંગરપુર નિવાસી અમૃતભાઈ અને તેમનાં ધર્મપત્ની રંજનબેનને ઘેર ઈ. સ. ૧૯૫૪માં એક પુત્રીરત્નને જન્મ થયો. માતાપિતાએ અમૂલ્ય નામ કુંદન પાડ્યું. કુંદનબેનને બાલ્યવયથી ધાર્મિક રુચિ હતી તે આગળ જતાં વૈરાગ્યમાં પરિણમી. સં. ૨૦૩૧માં ઈડર મુકામે પૂ. પંન્યાસશ્રી પદ્મવિજયજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરીને પૂ. સા. શ્રી આત્મપ્રભાશ્રીજી મહારાજનાં શિધ્યા શ્રી કલ્પનંદિતાશ્રીજી બન્યાં. સંયમ સ્વીકારીને પૂજ્ય શ્રી ધર્માભ્યાસ અને તપસાધનામાં રત બન્યાં. માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ આદિ તપ દ્વારા પ્રભાવી સાધુત્વ શણગારી રહેલાં એ શ્રમણરત્નોને હૃદયપૂર્વક વંદના!
પરમ પ્રભાવી તપસ્વિની પૂ સાધ્વીશ્રી ગુણવંદિતાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીશ્રી ગુણવંદિતાશ્રીજી મહારાજનું સંસારી નામ ગિન્નાબહેન હતું. માતા રંજનબહેન અને પિતા અમૃતભાઈનું આ સંતાન બાલ્યવયથી ધમરુચિ ધરાવતું હતું. ઈડર મુકામે વિ. સં. ૨૦૨૧માં જન્મેલાં ગિન્નાબહેને સં. ૨૦૪૧માં શંખેશ્વર મુકામે પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. ગુરુ શ્રી કલ્પનંદિતાશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી ગુણવંદિતાશ્રીજી નામે ઘોષિત થયાં. બે ચોપડી ધર્માભ્યાસ કર્યો. માસક્ષમણ, વર્ષીતપ, સિદ્ધિતપ, વીસ્થાનક તપ, વર્ધમાન તપની ઓળી આદિ તપશ્ચર્યા દ્વારા આત્મસાધના સાધી રહ્યાં છે. એવાં તપસ્વીની સાધ્વીજીને હૃદયપૂર્વક વંદના !
ઉત્તમ આરાધિકા પૂ. સાધ્વી શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મહારાજ | સિદ્ધગિરિની શીળી છાયામાં વસેલી સિહોર નગરીમાં સુશ્રાવક છોટાલાલ રહે. તેમનાં ધર્મપત્ની ભાનુબહેનની રત્નકુક્ષિએ સં. ૨૦૦૨ માં એક સુપુત્રીએ જન્મ લીધો. માતાપિતાએ પુત્રીનું નામ ચંદ્રા પાડ્યું. ધાર્મિક વાતાવરણ વચ્ચે ઊછરતાં ચંદ્રાબહેનને સંયમ સ્વીકારવાની ભાવના દઢ થતાં વિ. સં. ૨૦૨૩ માં પૂ. આ. શ્રી કલ્યાણસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી પૂ. સા. શ્રી હંસકલાશ્રીજીનાં શિખ્યારૂપે શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી નામે ઘેષિત થયાં. પૂજ્યશ્રીએ ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, સમવસણુ, પ૭ ઓળી આદિ તપ દ્વારા આત્મસાધના સાધી છે. એવાં પરમ ઉપકારી સાધ્વીવર્યાને શત: વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org