SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦ ] [ શાસનનાં શમણીરત્ન સમર્થ ઉપાસક પૂ. સાધ્વી શ્રી ભવ્યજ્ઞાશ્રીજી મહારાજ ધર્મનગરી છાણીના ધાર્મિક વાતાવરણમાં પિતા કનુભાઈ અને માતા વિમલાબહેનની લાડલી પુત્રીનું નામ જ ધર્મિષ્ઠા હતું. સં. ૨૦૦૩ માં જન્મેલી આ સુપુત્રીને કુટુંબમાં જ ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા. એમાં આભેદ્ધારક સાધુ-સાધ્વીજી મહારાજેનું આવાગમન સંયમરગ ચડાવ્યા કરતું હતું. અને ધર્મિષ્ઠાબહેનના દીક્ષા અંગીકાર કરવાના મનોરથ પ્રબળ બન્યા સં. ૨૦૨૨ માં પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના વરદ હરતે છાણી મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુણ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી નામે જાહેર થયાં. સંયમ સ્વીકારીને અભ્યાસ અને સાધનામાં રત બની ગયાં. શાસ્ત્રો અને વ્યાકરણને અભ્યાસ કર્યો, પ૦૦ આયંબિલ, સિદ્ધિતપ, અઠ્ઠાઈ આદિ તપસ્યા દ્વારા સંયમને શણગારી રહેલાં એ સાધ્વીવર્યાને ભાવભરી વંદના ! — ઉત્તમ આરાધક પૂ. સાધ્વીશ્રી આત્મપ્રભાશ્રીજી મહારાજ દમણનિવાસી પિતા ચુનીભાઈ અને માતા રતનબહેનને નિમળાબહેન નામે એક સુપુત્રી વિ. સં. ૧૯૮૪ માં પ્રાપ્ત થઈ પરંતુ પુત્રીના સંસ્કાર સંસારને શોભાવવા કરતાં શાસનને શણગારવા પ્રત્યેના વધુ હતા. એવામાં સાધ્વીવર્યા શ્રી સુવ્રતાશ્રીજીના વૈરાગ્યવાસિત વ્યાખ્યાનોથી નિર્મળાને સંયમરંગ ઘેરો બન્યા. સં. ૨૦૦૪ માં દમણ મુકામે પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી સાધ્વી શ્રી આત્મપ્રભાશ્રીજી બન્યાં. સંયમ ધારણ કરીને વર્ષીતપ, માસક્ષમણ, નવકારમંત્ર તપ વગેરે તપસ્યા દ્વારા આત્મસાધના સાધી રહ્યાં. એવાં એ પાવનકારી સાધ્વીરત્નાને શતશઃ વંદના ! પરમ તપસ્વિની પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજ દમણનિવાસી ચુનીભાઈનાં ધર્મપત્ની રતનબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯૮૫માં એક પુત્રીરત્નને જન્મ થયો. માતાપિતાએ પુત્રીનું નામ કાન્તા રાખ્યું. બહેન નિર્મળા સાથે કાન્તાને પણ ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા. અને આગળ જતાં પૂ. ગુરુણી શ્રી સુન્નતાશ્રીજી મહારાજની વૈરાગ્યવાસિત વાણીથી પ્રભાવિત થઈ સંયમ સ્વીકારવાને દઢ નિશ્ચય કર્યો. વિ. સં. ૨૦૦૪ માં પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. સા. શ્રી સુત્રતાશ્રીજીનાં શિખ્યા દિવ્યપ્રભાશ્રીજી બન્યાં. તપ-આરાધનામાં રમમાણ રહેતા આ દિવ્ય આત્માએ ૧૦૦ એળી, માસક્ષમણ, બે વર્ષીતપ, શ્રેણિત, સિદ્ધિતપ, ૧૬ ઉપવાસ આદિ તપશ્ચર્યા કરેલ છે. એવા પ્રભાવી પુણ્યાત્માનાં ચરણોમાં શતશઃ વંદના! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy