________________
પૂ. આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવતી કેટલાંક પ્રભાવિકા સાથ્વીરને
વધમાન તપનધિ, વૈરાગ્યવારાધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયવતી અને વર્તમાનમાં શ્રી શંખેશ્વરતીથી સ્થિત શ્રી ૧૦૮ પાશ્વભક્તિ વિહારના પ્રેરક અને શાસન પ્રભાવક પ. પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવતી સાધવી મહારાજે માં જે કેટલાંક પરિચય મળ્યા છે તે અત્રે પ્રગટ ર્યા છે.
- સંપાદક
કાગિની, ઉગ્ર તપસ્વિની અને વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીરત્નાશ્રી હર્ષલતાશ્રીજી મહારાજ નામમાં શું? નામ તેનો નાશ છે. નામની આસપાસ વ્યાખ્યાઓનાં વતુળ વીટળાયેલાં છે. એ સાચું, કે નામનું નહીં, નામધારીના ચારિત્રનું મહત્વ છે. પરંતુ નામ સારું હોય, અર્થાત્ કંઈક ગુણવિશેષ દર્શાવતું નામ હોય અને વ્યક્તિના તમામ વ્યવહારમાંથી એ ગુણોનો જ ગુલાલ ઊડત હોય તો? એવું નામ સેનામાં સુગધ છે. ઉત્તમબહેન એવું જ એક નામ હતું.
પંખીને પિતાના ઉડયનના માર્ગની જાણ નથી હોતી. ત્યાગી–વૈરાગીનું જીવન પણ પંખીના ઉડૂડયન જેવું છે. સગાં-સંબંધી–સ્વજનોને “આવજે' કહી મુક્તિની વાટ પકડી પછી તેમનું ન કેઈ ઘર હોય છે, ન કેઈ સગું, ન કેઈ સંબંધી, ન કેઈ સ્વજન. સકળ જગત તેમનું ઘર બને છે. પ્રાણી સમસ્ત તેમને પરિવાર હોય છે. દુનિયા માટે તેમની ઓળખ માત્ર એક જ શબ્દની હોય છે : વૈરાગી. ઉત્તમબહેન પણ એક એવું ભુલાઈ ગયેલું નામ છે. પણ હા, તેનું રૂપાંતરિત નામ ઘણાને યાદ છે. આ રૂપાંતરિત નામ છે પૂજ્ય સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી મહારાજ. ઉત્તમબહેન અને હર્ષલતાશ્રીજી નામ વચ્ચે એક નારીની સર્વોત્તમ સાધનાના સુવર્ણાક્ષરે લખાયેલા છે.
પૂ. સાધ્વીશ્રીના જીવનને જન્મ વિ. સં. ૧૯૬૪ના આસો સુદ ૩ના શિહેર ગામમાં થયા. તેમના પિતાશ્રીનું નામ શ્રી નેમચંદ ગગજી અને માતુશ્રીનું નામ શ્રીમતી કંકુબહેન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org