________________
૬૭૦ ]
શાસનનાં શ્રમણરત્નો વય શ્રી સર્વોદયાશ્રીજી મહારાજ પાસે નિત્ય આરાધના કરે. પૂજ્યશ્રીના વાણીપ્રભાવ અને વત્સલતાને યેગે ચંદ્રાને વૈરાગ્યભાવ જાગ્રત થયે. મોટીબહેન ભાગ્યેાદયાશ્રીજી મહારાજે પણ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સાથ્વીવર્યા શ્રી રોહિણીશ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને તેમનાં પ્રથમ શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂ. શ્રી ભાગ્યેાદયાશ્રીજી મહારાજ એટલે ભક્તિમય આત્મા. એમને સેવા-વૈયાવૃત્ય ખૂબ ગમે. નાનાં મોટાં સૌ કોઈ સાધ્વીજીનું નાનું મોટું કાર્ય કરવા સદાય તત્પર રહે. પૂ. ગુરુ મહારાજની આજ્ઞાની ચાતકની જેમ રાહ જેને બેસે. એવા પ્રેમાળ સ્વભાવને લીધે પૂ. રોહિણીશ્રીજી મહારાજને કિગ્યા-પ્રશિખ્યા પરિવાર વિશાળ બનતો ગયો તેમાં સૌ કોઈના દિલ જીતી લેનાર ભાગ્યેદવાશ્રીજી મહારાજ હતાં. વૈરીને પણ વશ કરે તેવાં એમનાં વિનય અને વૈયાવૃત્ય. આજે સ્વ. પૂ. રોહિણીશ્રીજી મહારાજના પરિવારમાં જયેષ્ઠ સાધ્વીશ્રી ખૂબ સુંદર આરાધના કરી રહ્યા છે-કરાવી રહ્યાં છે.
યદડર વિરત, તહર પ્રવ્રયેત્ ! ” એ ઉક્તિ અનુસાર તીવ્ર વૈરાગી ચંદ્રાએ દીક્ષા માટે માતા-પિતાની આજ્ઞા મેળવી. માતા-પિતાએ ખુશીથી આપી. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબિ:સૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દીક્ષા ગ્રહી પૂ. સાધ્વીવર્યા શ્રી દયાશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યરત્ના ચંદ્રયશાશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. પૂ. સા. ચંદ્રયશાશ્રીજી એટલે વિનયી, સહનશીલ, સમપિત અને તપસ્વિની સાધ્વી. ભક્તિનો ભારોભાર શો. ગમે તે ધર્મકાર્ય કરતાં થાકે નહિ. પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂશ્વરજી મહારાજે સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીને તત્સાહ નિહાળે. વષી તપઅાઈ-૧૬ ઉપવાસ આદિ તપમાં તેમના અપ્રમત્ત ભાવને જે અને એમના તપગુણને વેગ આગે વિ. સં. ૨૦૨૧ ની સાલમાં અહમદનગરમાં પૂ. સા. શ્રી ચંદ્રકાશ્રીજી તથા પૂ. સા. શ્રી ગીતાપાશ્રીજીએ માસક્ષમણને પ્રારંભ કર્યો. નિર્વિદને અપ્રમત્તભાવે થતી આરાધનાએ તેમના તપતેજને રેલાવ્યું. પારણાને દિવસે પણ તેઓએ તપસ્યાનો લાભ લેનાર પુણ્યશાળીને ગૃહાંગણે ચાલીને પગલાં કર્યા. અને તમને જયજયકાર કર્યો. ત્યાર પછી તે તપસ્યા માટે આ બંનેની જેડી બની ગઈ
પૂ. આ. શ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજ આજથી ૨૫ વર્ષ પહેલાં દીર્ઘ વિહાર કરીને સર્વ પ્રથમ મદ્રાસ પધાર્યા. પ્રવેશના પ્રથમ દિનથી જ આ તપસ્વયુગલે માસક્ષમણનો પ્રારંભ કર્યો. ખૂબ જ સફૂર્તિથી ૩૦ ઉપવાસ પૂર્ણ કર્યા. સાધ્વી ચંદ્રયશાશ્રીજી કહે, “ગુરુદેવ ! માસક્ષમણ એક વાર થયું છે, હવે કંઈક આગળ વધારો.” પૂ. ગુરુ મહારાજના મુખમાંથી સહજ શબ્દો સર્યા, ‘બેન ! તમે તે શુભ ભાવના ભાવી, તપ કરી. ખૂબ શાસન પ્રભાવના કરે છે. તમે વધુ તપ કરો તે તે માટે મહાવિદેહમાં સીમંધરસ્વામીને સંદેશ મોકલવો પડે.” શ્રી ચંદ્રયશાશ્રીજી કહે, ‘ગુરુદેવ ! આપ ૧૦૦૮ અઠ્ઠઈ કરાવી ખૂબ પ્રભાવના કરાવશો. હું સંદેશો આપી આવીશ.”
ભાવિના ગર્ભને કઈ જાણતું નથી; પણ સાધ્વી શ્રી ચંદ્રશાશ્રીજીએ અને સાધ્વીશ્રી ગીતપદ્માશ્રીએ ૪૫ ઉપવાસ કર્યા. પિસ્તાલીસમાં ઉપવાસે તે વડતના મદ્રાસના મુખ્ય મંત્રી શ્રી અન્નાદુરાઈ મિન્ટ સ્ટ્રીટમાં તપસ્વીનાં દર્શન માટે આવ્યા હતા. મદ્રાસની પ્રજા તેમના તપથી ખૂબ પ્રભાવિત થઈ હતી. દરરોજ સેંકડોની સંખ્યામાં ભાવિકો દર્શને આવતાં. ભાદરવા સુદ પાંચમે સવારમાં મદ્રાસમાં માનવ-મહેરામણમાં હર્ષોલ્લાસને પાર ન હતા. પૂ. ગુરુદેવનું વચન સવાયું થયું. હતું. મદ્રાસમાં ૧૨૦૦ અઠ્ઠાઈનો અપૂર્વ નાદ હગાર ફેલાવતા હતા અને તપસ્વીઓનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org