SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૬૭૧ તપ સુખરૂપ પૂર્ણતા પામ્યાને આનંદ હતો. તપસ્વીઓની તબિયત તપાસવા ડોકટર આવ્યા હતા. સાધ્વી શ્રી ગીતાબાશ્રીજીને પારણાં બાદ એક-બે ઊલ્ટી થઈ હતી. તેથી તેમની તબિયતની ચિંતા હતી. ડોકટરે સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીને પણ તપાસ્યાં. તેમનું મુખ સારું દેખાતું હતું, પણ ડોકટરે તપાસીને કહ્યું, કહી ઈઝ સિરિયસ. કેઈને વિશ્વાસ ન બેડો. સાધ્વી શ્રી સંદ્વયશાશ્રીજી કહે, ‘ગુરુદેવને બોલાવી ને ! મને વાસક્ષેપ નાખે તે મને ઊંઘ આવી જાય.” એમ કહી, નવકાર મંત્રના પાંચ પદ બોલતાં પૂ. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીના મુખ પર હાસ્ય ફરક્યું અને આંખ ટળી ગઈ. પૂ. ગુરુદેવને સમાચાર મળતાં, આઘાત સહ પ્રકાશ્યા, ચંદ્રયાએ કહેલ કે ગુરુદેવ, આપની શાસનપ્રભાવનાનો સંદેશો હું સીમંધરસ્વામીને આપી આવીશ. ખરેખર, સ દેશો આપવા આજે જ ઉપડી ગઈ! ” મદ્રાસ શહેરમાં જોતજોતામાં સમાચાર ફેલાઈ ગયાં. હજારો જૈન-જૈનેતર સ્વર્ગસ્થના પુણ્યદેહનાં દર્શનાર્થે ઊમટવા લાગ્યાં. પૂજ્યશ્રીનાં ચરણોમાં હજારો રૂપિયાને ઢગલો થઈ ગયે. મુખ્ય મંત્રીશ્રી અન્નાદુરાઈને જાણ થતાં બપોર પછી મદ્રાસ શહેર બંધ રહ્યું અને અગ્નિસંસ્કારના સ્થળે જવા માટે સરકાર તરફથી ૪૦ બસની સુવિધા આપવામાં આવી. મદ્રાસના ઇતિહાસમાં તેમની અંતિમયાત્રા ઐતિહાસિક બની ગઈ. સાધારણ ભવનથી તેમનાં પુણ્યદેહને દાદાવાડીમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવા. ગુલાલના રંગે આકાશ રક્તવણું બની ગયું. તપસ્વીના જયજયકારથી અંબર ગાજી ઊઠ્યું. જિનશાસનનો જયજયકાર મદ્રાસની ગલી ગલીમાં ગુંજી ઊઠડ્યો. મદ્રાસવાસીઓ માટે આવા તપસ્વીના ગો અને વિયેગનો પ્રથમ પ્રસંગ હતે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાને અમર બનાવવા મદ્રાસવાસીઓએ કેસરવાડીમાં એક વિશાળ હોલને “ચંદ્રયશા હોલ” નામથી અંક્તિ કર્યો. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીની તસવીરનાં દર્શન કરી આજે પણ ભાવિકે વંદન કરી હૃદયને ભીંજવે છે. ધન્ય છે એ સાથ્વીરત્ન ! ધન્ય હો જિનશાસન ! ધન્ય હો એ તીર્થસ્થાન ! ૨૬ માસક્ષમણનાં મહાતપસ્વિની પૂ. સાધવીવર્યાશ્રી ગીત પદ્માશ્રીજી મહારાજ માતા કમળાબહેન અને પિતા ચંપકલાલનાં સુપુત્રી કેસરબેનને સહજ વૈરાગ્યભાવ હતો. પણ જાણે કમલેશથી લગ્ન બાદ બે મહિનાના અલ્પકાળમાં જ જાણે તેમના અંતરનાં વૈરાગ્યે પિકાર કર્યો હોય તેમ પિતા પાસે પ્રવ્રયાની ભાવના વ્યક્ત કરી. પુત્રીની કસોટી કરતાં પિતાએ થોડો સમય વીતવા દીધો. પણ જ્યારે પિતાએ જોયું કે, એક પુત્રની માતા છતાં પણ સંતાનના મમત્વ કરતાં સંયમનો રાગ તીવ્ર છે, ત્યારે સંયમની અનુમતિ આપી. તે સમયના પૂ. ઉપાધ્યયશ્રી જયંતસૂરિજી મહારાજ તથા પૂ. પંન્યાસશ્રી વિક્રમસૂરિજી મહારાજના શુભ હસ્તે વિ. સં. ૨૦૧૮ના પોષ વદ ૫ના દિવસે દીક્ષા થઈ અને વિદુષી સાધ્વીરત્ના શ્રી રત્નસૂલાશ્રીજી મહારાજનાં શિષ્યા ગીતપદ્માશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. પિતાશ્રી ચંપકલાલજીના ધર્મસંસ્કાર સંતાનમાં સુંદર રીતે ઊતર્યા હતા. પિતાનાં સંતાન સંસારમાં પડે તેના કરતાં સંયમ ગ્રહે એ એમને વધુ પસંદ હતું. એમની આ ભાવના કુળદીપક શ્રી નિર્મલભાઈએ પૂર્ણ કરી. માત્ર ૧૭ વર્ષની નવયુવાન વયે તેમની દીક્ષા પણ લાલબાગમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy