________________
શાસનનાં શ્રમણરત્ન 3 અજાણ એવા આ પ્રદેશમાં ગેર–પાણી–વિહારસ્થાનોની અગવડ અને બીજી અનેક પ્રકારની તકલીફ ભેગવી. પરંતુ તેઓશ્રીનું એક જ લક્ષ્ય હતું અને તે જૈન ધર્મથી ચુત થયેલા શ્રાવકોને ધર્મેદ્વાર–જેનદ્ધાર. જેમ નાના બાળકને બાલમંદિરમાં એક એક અક્ષર શીખવે, તેમ ત્યાંનાં બહેને અને બાળકોને પાંચ પ્રતિકમણ સુધી અભ્યાસ કરાવ્યું. શ્રાવક તથા સાધુઓના આચારો વિશે ઉપદેશ આપે. પ્રભુની પૂજા અને ભક્તિ કરવાની રીત શિખવાડી.
જિનમંદિરના જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ અને સંઘયાત્રાઃ પલ્લીવાલ પ્રદેશમાં ધર્મોપદેશનો ધોધ વહુ વી, લગભગ ૩૬ જિનમંદિરનો જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ કરાવ્યાં. શ્રાવકેમાં રોપેલ સંસ્કારોને જીવંત રાખવા અગિયાર આરાધના ભવને-ઉપાશ્રય કરાવ્યા. ત્યાંના રવિખ્યાત સિરસ તીર્થની પાંચ સંઘયાત્રાનું આયોજન કર્યું. ધાર્મિક શિબિરોનું આજન કરી આદિવાસી જેવી પછાત જેન પ્રજામાં સુંદરતા ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. તેઓશ્રીના જ્ઞાનઉપદેશ અને પરિશ્રમથી પરિચિત થયેલી એ ભદ્રિક પ્રજા આવા ગુરુનો સંગ કરાવનાર પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજના આ ઉપકારને સદાય યાદ કરતી રહે છે. પૂજ્યશ્રીએ સતત નવ નવ વર્ષ પહલીવાલ ના વચ્ચે રહીને અનન્ય ઉપકાર કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી સંયેગવશાતું ગુજરાતમાં આવ્યાં છે, પરંતુ ત્યાંની પ્રજાની વિનંતી તે ચાલુ જ છે કે આપશ્રી પુનઃ ત્યાં જ પધારો!
પરીવાલ ક્ષેત્રમાં તેમની સાથે રહેલ શિષ્યાસમુદાયમાં પણ માસક્ષમણ જેવા મહાન તપની આરાધના કરાવી તપદ્યમ દ્વારા અદ્દભુત પ્રભાવના કરી. ત્યાં વષીતપની આરાધના પણ કરી. આ ક્ષેત્રોદ્ધાર કુશળ સાધ્વી શ્રી વિદ્વપદ્માશ્રીજી મહારાજ તથા સાધ્વી શ્રી વિશદશાશ્રીજી મહારાજે પણ સર્વોત્તમ રહગ આપી સર્વ કાર્યને વેગવંત બનાવ્યું.
પૂજયશ્રીએ ગુજરાતમાં પણ કરજણ, અમદાવાદ, સુરત વગેરે ચાતુર્માસ કરી હજારોની સંખ્યામાં સમૂહ માસિક, છેડનાં ઉજમણાં, મહાપૂજન સહિત અઠ્ઠા મહોત્સવ અને વિવિધ તપશ્ચર્યા દ્વારા સુંદર કાસન પ્રભાવના કરેલ છે. આવા બાલદીક્ષિતા સાદવિવર્યા દ્વારા દિન-પ્રતિદિન સ્વ-પર-ઉપકારી કાર્યો થતાં રહે એવી ભાવના-સહ પૂજ્યશ્રીને ભાવભરી વંદના !
તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાદવ શ્રી વીરપદ્માશ્રીજી, શ્રી જિનેશપદ્માશ્રીજી, શ્રી વિદ્વપદ્માશ્રીજી, શ્રી વિભાતયશાશ્રીજી, આદિ અને પ્રશિષ્યાઓમાં શ્રી વિરાજયશાશ્રીજી આદિ છે.
તપસ્વિની પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજ
દક્ષિણ ભારતમાં, વિશેષ કરી મદ્રાસ નગરમાં જેમના તપના મહિમાએ જયજયકાર ગજાવી જૈનશાસનની અદ્ભુત પ્રભાવના કરી એવા લબ્ધિ–વિકમ-સમુદાયનાં તપસ્વીરત્ના પૂ. સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજની સમૃતિ સદા શાશ્વત ઝળકતી રહેશે.
ખંભાતનિવાસી સુઘાવક પૂજાલાલ અને માતા ગજરાબહેનની લાડકી દીકરી ચંદ્રાની દીક્ષા વિ. સં. ૨૦૧૫માં જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પાંચ પાંચ આચાર્ય ભગવંતોની નિશ્રામાં થઈ હતી. પૂ. આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ ખંભાતમાં અમર જૈન શાળામાં ચાતુર્માસ બિરાજતા હતા. પંદર વર્ષની નાની બાળા ચંદ્રા પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળે અને પૂ. સાધ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org