________________
શાસનનાં શ્રમણીરત્ન ] તેમની નીડરતા પણ અપૂર્વ કેન્ટિની હતી. વિહારમાં પિતાનો સંથારો દરવાજા પાસે જ રાખે. કોઈ અજાયું માણસ આવે તે તરત જ પારખી લે. ગમે તેવા પ્રસંગને હિંમતથી અને નીડરતાથી પતાવે. બંગાળ પ્રદેશમાં વિહાર કરતાં હતાં, ત્યારે એક રાત્રે ડાકુઓ ચડી આવ્યા; પણ પોતાનાં નિર્મળ ચારિત્રના પ્રભાવે ડાકુઓને પિબારા ગણાવ્યા હતા.
પૂજ્યશ્રીની અનુશાસનની લાક્ષણિકતા હતી “એક આંખમાં પ્રીતિ, બીજી આંખમાં ભીતિ.” શ્રીફળ બહારથી કડક હોય. પણ અંદરના કપરાને અને મીઠા પાણીને સુરક્ષા મળે, તેમ તેમનું કડક અનુશાસન સંયમ–ત્યાગ–મેક્ષમાર્ગની સીધી સડક હતી.
શ્રી લધિ-વિકમ-રાજય ગુરુવર નિશ્રાવતી અમારા સૌના પરોપકારી પૂ. સાધ્વીવય સર્વોદયાશ્રીજી મ. સા(પૃ. મા મ. સા.) મેરુત્રવેદીના આદીશ્વર પ્રભુના નિર્વાણ કલ્યાણક દિને તા. ૮-૩-૯૪ મંગળવારના રાત્રે ૮-૦૩ મિનિટે અત્યંત સમાધિપૂર્વક સાગરિક અણસણ સહિત ચઉવિહાર અટ્ટમના પચ્ચખાણમાં મંત્રાધિરાજ નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
૪૪ વર્ષના સંયમજીવનની સાધનામાં ક્યારે પણ મોહનો પક્ષ કર્યા વગર શાસનમને સદા ઉજજવળ કરનારાં અમારાં ૪ સાધ્વીજી મ. સા. ના શિરછત્ર સ્વર્ગે સિધાવ્યાં.
મદ્રાસમાં એક અજ્ઞાત ભયંકર દર્દ શરૂ થયું અને સુયોગ્ય ચિકિત્સાથી સારું થયું. તે દર્દમાં એક વાર તપ પૂર્ણ કર્યો અને ગયે વર્ષે ભરૂચ તીર્થમાં પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની સમાધિભૂમિ સંસ્કૃતિ ભવનમાં ચાતુર્માસ હતું. જાણે જીવનના છેલો દિવસ હોય તેમ સર્વ પ્રવૃત્તિને સંકોચનાં આરાધના-સાધના કરતાં ગુરુચરણમાં લીન બનેલ, પયુષણના સમયથી ડી થોડી તબિયત નરમ હતી પણ પૂ. આચાર્યદેવ ગુરુદેવ રાજયસૂરીશ્વરજી મ. સા.ના સમાધિ પ્રેરક આત્મબળ અતિવૃદ્ધિકારક પ્રેરણાબળથી આત્મામાં લીન બન્યા હતા.
પિષ વદ-૫ ના નવા વાડજ જિનાલયની વર્ષગાંઠમાં ધજા ચઢાવાના સમયે. પિષ વદ છના નરોડામાં પૂ. ગુરુદેવના દર્શન-વંદન ગોડી પાર્શ્વપ્રભુ પદ્માવતી તીર્થમાં પૂજનમાં પધાર્યા. સૌ કહે માં મ. સા., તમે આટલી નાદુરસ્ત તબિયતમાં કેમ તકલીફ લે છે? “...મારે ઉવસગ્ગહર તીર્થની યાત્રા કરવી છે અને પ્રતિષ્ઠામાં જવું છે. તેની તૈયારી કરું છું.” તેઓએ કૃષ્ણનગરમાં પૂજ્યશ્રીના દર્શન કરી એક જ વિનંતિ કરી “મને ઉવસગ્ગહરં તીર્થની યાત્રા કરાવજો.” પૂજયશ્રીએ ફરમાવ્યું,
આ નાદુરસ્ત તબિયતમાં પણ તમારુ આત્મબળ, યાત્રાની ભાવના અનુમોદનીય છે. તમને સંયમમાં સહાયક થવા જ આવ્યો છું. પણ વદ ૯ તા. ૪-૨-૯૪ના પેટમાં વધુ દુઃખાવો થતાં ડો. લલિતભાઈ
કસીની સલાહ અનુસાર પિષ વદ ૧૦ તા. ૫-૨-૯૪ના તેઓની મહાવીર કેર હોસ્પિટલમાં દાખલ કર્યા. પેટમાં ગાંડ ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરવા નિર્ણય થયો. પૂ. આચાર્ય ભગવંત તથા પૂ. મુનિ નંદિયશ વિ. મ. સા. આત્મશુદ્ધિકારક ભાવ-વાતાવરણમાં પૂ. માં મ. સા. ને લીન બનાવ્યાં. ઑપરેશનની પૂર્વતૈયારીમાં સમસ્ત જી સાથે ક્ષમાપના મિચ્છામિ દુક્કડ', સંપૂર્ણ નિરીડ અવસ્થામાં કઈ સલાહસૂચન ન આપતાં પૂજ્યશ્રીને એક જ વિનંતિ કરી કે ઓપરેશન કરાવ્યા પછી સભાન અવસ્થા ન આવે ત્યાં સુધી મને ચાર આહારનાં પચ્ચખાણ. પૂજ્યશ્રીએ સાગરિક અણુસણાને અર્થ સમજાવી તેઓની શુભ ભાવનાની અનુમોદના કરતાં પચ્ચખાણ આપી નવકારમંત્રમાં લીન બનાવ્યા. સહુ સાધુ-સાધ્વીજી ભગવંતોને મિચ્છામિ દુક્કડં જણાવ્યા. સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org