________________
[ શાસનનાં શમણીરને
એમનું સંસારી નામ શાંતાબહેન. માતા ભુરીબહેન અને પિતા સમજુભાઈનાં પુત્રી શાંતાબહેનનું લગ્ન જેડાભાઈ ઝવેરીના સુપુત્ર રતિભાઈ સાથે થયું હતું. સાસુ ચંદનબહેનના ધર્મસંકારથી અને
શ્રી પૂના વ્યાખાન-શ્રવણે વૈરાગી બનેલા શાંતાબહેને ૩૬ વર્ષની યુવાવસ્થામાં પિતાનું અને પિતાનાં સંતાનનું જીવન ગુરુચરણે ધરી દીધું. આજે પણ તેમની રત્નત્રયી જેવી ત્રણ પુત્રીઓપૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી, પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી (પૂ. બહેન મહારાજ સા.), પૂ. સા. શ્રી દયાશ્રીજી સુંદર ધમ-આરાધના કરી રહ્યાં છે.
૫. સાવવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મહારાજને જીવનમંત્ર એક જ હતો, “ગુર્વાસા આરાધન.” ગુવાને સદાય શિરસાવંઘ બનાવી, વિનય–વિવેક અને વૈયાવૃત્ય દ્વારા નિર્મળ સંયમનું સુંદર પાલન એ જ કર્તવ્ય બની રહેવું જોઈએ. સહજસ્વભાવી કાર્યદક્ષતા અને લઘુલાઘવી ક્રિયાકલા દ્વારા અપૂર્વ ભક્તિ-સેવા-વૈયાવૃત્યને તેઓશ્રીને અપૂર્વ લાભ મળેલ હતો. કઈ પણ વ્યક્તિને ધમમાગે જોડવાની તેમની હૈયાઉકલત હતી. આને લીધે એક વાર આવેલ વ્યક્તિ ફરી વાર તેમનાં દર્શને આવે જ. નાનાં નાનાં બાળસાધ્વીજીઓ અને વયેવૃદ્ધ સાધુભગવંત પર એમનો એટલે નિર્મળ પ્રેમ વહેતા કે “મા”ની મમતાનો અનુભવ થાય. તેથી જ પૂજ્યશ્રી સિધ્ધી સદયાશ્રીજી કરતાં પણ જૈન જગતમાં “માં મહારાજને નામે જ ઓળખાતાં હતાં. તેઓશ્રીનાં શિખ્યાઓમાં સાધ્વીશ્રી નયપક્વાશ્રીજી, શ્રી શુભ્રાંશુયશાશ્રીજી, શ્રી સુધાંશુયશાશ્રીજી, શ્રી શીતાંશુયશાશ્રીજી, શ્રી કુલયશાશ્રીજી આદિ અને પ્રશિષ્યાઓમાં શ્રી દીપયશાશ્રીજી, શ્રી તારકયયશાશ્રીજી, શ્રી અક્ષયશાશ્રીજી, શ્રી વિજ્ઞાિશ્રીજી, શ્રી મોક્ષયશાશ્રીજી, શ્રી તત્ત્વયશાશ્રીજી, શ્રી નમ્રયશાશ્રીજી, શ્રી કુંજનયશાશ્રીજી આદિને વિશાળ પરિવાર છે.
પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તો તેઓશ્રીની ભક્તિ અને શાસનપ્રેમ નિહાળી ગળદ બની જતા અને તેમના પર વણમાગ્યા આશીર્વાદ વર્ષાવતા. મા મહારાજના મુખમાંથી પણ સરા એક જ બેલ નીકળે, “મારી કાંઈ શક્તિ નથી, જે છે તે ગુરુકૃપા છે.”
મા મહારાજ સદાય પ્રવૃત્ત અને કાર્યસ્ત જોવા મળતાં. આ જોઈ ભક્તગણુ નવાઈ પામે; અને કોઈકે ઈ પૂછે પણ ખરા કે, “મા મહારાજ, આખો દિવસ આપ કંઈક ને કંઈ કરતાં જ હો છે. શું આપને થાક નથી લાગતું?” ૭૭ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી કૃતિ તરવરતી જે કોઈ પૂછે, “મા મમ્હારાજ! આટલો મોટો પરિવાર તે પણ આપ બધું કાર્ય કરે?” માં મહારાજને એક જ જવાબ, “હું કામ કરું, તો મારી કમનિર્જરા થાય. હું કરું તે મને લાભ મળે. ત્યાગ તો તેમના જીવનનો મુખ્ય મંત્ર. વર્ષોથી મેવા-મીઠાઈ-ફ્રુટની બાધા. ગોચરીની માંડલીમાંથી હંમેશાં પહેલાં સૌ સાધ્વી મહારાજની ગોચરી કાઢી આપ્યા પછી પોતે વાપરે. તપ ઉપર અપૂર્વ પ્રેમ. ૭૫ વર્ષની ઉંમરે ત્રીજો વર્ષીતપ કર્યો. તેમને આ તપ-ત્યાગના સંસ્કારો સાદેવીણે ઝીલ્યા છે. તેઓશ્રીના અપાર વાસય અને ભક્તિથી પ્રેરિત સાધ્વીજી ગીત પદ્માજીએ જીવનમાં ૨૬ માસક્ષમણ કર્યો અને સાધ્વીજી દીપયશાશ્રીજીએ ૨૪ માસક્ષમણ કર્યા. તેમના સમસ્ત સાધ્વીસમુદાયના માસક્ષમણને સરવાળે કરીએ તે ૧૦૮ ઉપર જવા જાય. તેઓએ પણ પિતાના જીવનમાં ૨૧ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ચત્તારિ અÇ દસ દોય તપ-અઠ્ઠાઈ-૪ વર્ષીતપ, નવપદની ઓળી, વર્ધમાન તપની આયંબિલ ઓળી કરેલ છે. પ્રતિવર્ષ તેમની બે-ત્રણ અઠ્ઠમની આરાધના અવશ્ય હોય જ. વર્ષો સુધી જ્ઞાનપંચમીની આરાધના કરેલ. પૂજ્યશ્રીની જૈફ ઉમરે તપમાં અપૂર્વ અપ્રમત્ત ભાવ જોવા મળતો. જેમાં તેમનાં જીવનમાં તપ-ત્યાગ જેવા મળે તેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org