SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો ભાવી ડે. કિરીટભાઈ શાહ, ડે. કલાબહેન શાહ, ડો. અશોકભાઈ શાહ, ડો. અનિલભાઈ શાહ, ડો. બાલકિશનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ડો. લલિતભાઈ ચેસીએ ઓપરેશન કર્યું. છેલ્લા ત્રણ દિવસમાં ન્યુરોસર્જન ડો. સુધીરભાઈ શાહે સમયે સલાહસૂચન આપ્યું. ડો. ધનેન્દ્રભાઈ એ. જરૂરી સમયે સંસ્કૃતિ ભવનમાં સેવા આપી. છેલ્લા ત્રણ દિવસ ડે. ભાવેશ પરીખે પણ સેવા આપી. પરેશન ખૂબ જ સુંદર અને શાંતિપૂર્વક થયું. પણ પિષ વદ ૧૧, તા. ૬-૨–૯૪ના સવારે જરા તબિયત અસ્વસ્થ લાગતાં પૂજ્યશ્રીએ મહાન શાસનનાયકના ગૌરવને અનુરૂપ ધંય ગાંભીય સાથે નવકારમંત્રની જાણ તથા પૂર્વ મહાપુરુષોની આત્મ-સાધના ઉવસગ્ગહરં પાર્શ્વપ્રભુનું સાંનિધ્ય પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ની અંતિમ સમાધિની સ્મૃતિ કરાવી. પૂજ્યશ્રીના કન્યા, “ માં મ. સા. તમે તે પૂ. દાદા ગુરુદેવની જેવી સમાધિ-સાધના અને નવકારમંત્રની ધૂનમાં છે. તમે પૂ. દાદા ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. તથા દરેક વડીલેની આજ્ઞાની આરાધના કરી કૃપા મેળવી છે. અનેક સાધુ સાધ્વીજી મ. સા. ના સંયમજીવનમાં સહાયક બન્યાં છે. તમારું વિશુદ્ધ ચારિત્ર છે. નવકારમંત્રમાં લીન રહે. ઉવસગ્ગહર પાશ્વપ્રભુનું ધ્યાન કરજે” જાણે ચમત્કાર છે. ત્રણ મિનિટ લગભગ ચેતન્ય પ્રાપ્ત થયું પૂજ્યશ્રીને પિછાણ્યા. ભાવસૃષ્ટિમાં લીન બનતાં મુખાકૃતિ એકદમ શાંત અને દેદીપ્યમાન બની ગઈ. ત્યારબાદ ત્રણ દિવસ સુધી પૂજ્યશ્રીએ સતત શાસનપ્રેમથી સંગીતમાં ચતુવિધ સંઘ સાથે નવકારમંત્રની ધૂન ચલાવી. અમારાં ૪૪ સાધ્વીજી મ. સા., અમારા સમુદાયનાં સરસ્વતી શ્રીજી મ. સા., મૃગનયનાશ્રીજી મ. સા. વિ. અનેક સાધ્વીજી મ. સા. હજારો શ્રાવક-શ્રાવિકાના શ્રીમુખે નવકારમંત્રનું શ્રવણ કરતાં મેરુત્રયોદશીના ધન્ય દિને સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. પૂજ્યશ્રીએ લબ્ધિ-વિક્રમ ગુરુવર સમુદાયના અનુપમ ગૌરવયુક્ત એક નાયકની શેભાને અનુરૂપ લબ્ધિ–વિક્રમ સમુદાયના ગૌરવની અભિવૃદ્ધિ કરનાર દીર્ઘ સંયમી પૂ. સા. સર્વોદયાશ્રીજી મને ખૂબ સમાધિપૂર્વકની આરાધના કરાવી અમારા ઉપર ગણનાતીત ઉપકાર કર્યો છે. પૂ. માં મ. સા. પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા.ને સદા પિતાના ધમપુત્ર સમા માનતા હતા. સાચે ધમપુત્રએ ધર્મજનનીને વિશ્વમાં અત્યંત દુલભ સમાધિની સાધના કરાવી ભવ-પરિભ્રમણ અલેપ કરાવ્યું અને મોક્ષયાત્રાને પ્રારંભ કરાવ્યો. ધન્ય લબ્દિ-વિકમ ગુરુવર, ધન્ય સમાધિ પ્રદાતા પૂજ્યશ્રી. કન્ય પ્રભુનું શાસન. ધન્ય મા મ. સા.ને પવિત્ર પુણ્યાત્મા. ઉપકારી, સદા સંયમના યુગક્ષેમ કરનાર ગુરુ મૈયાને વિયેગ અમારા માટે કેટલે અસહ્ય અને દુઃખદ હોય તે કેવળીગમ્ય છે. પણ આ પ્રસંગે સમસ્ત પૃ-સમસ્ત શાસન હિતચિંતકોને નત મસ્તકે હૃદયના શુભ ભાવે એક જ વિનંતિ કરીએ છીએ. તેમના જેવી પૂની ભક્તિ, આજ્ઞાપાલન, શાસનનું ખમીર, સુવિશુદ્ધ સંયમ-વાત્સલ્ય અને ભીમકાંત ગુણ દ્વારા આવેલી જવાબદારી નિભાવવાની શક્તિ આપજે. શાસનને મુખ્ય રાખી જીવવાનું બળ આપજે. - શ્રી શાંતિનગર જૈન સંઘ તથા સંસ્કૃતિ ભવનના ટ્રસ્ટીગણની શુભ ભાવનાથી પૂજ્ય મા મ. સા.ના સંસ્કૃતિ દેહને પાર્થિવ ભવનના પ્રાંગણમાં બિરાજમાન કરેલ. તા. ૯-૨-૯૪ના વહેલી સવારથી હજાર દશનાથી પૂ. માં મ. સા.ના સંયમ અને વાત્સલ્યને યાદ કરી દર્શન કરી ધન્ય બનતાં હતાં. સ્મશાનયાત્રા શાંતિનગરથી પ્રારંભ થઈ નારણપુરા ચાર રસ્તા થઈ સેલા રોડ લબ્ધિ–વિકમ નગર પાસે અંતિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy