SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ] | ૫૭ નદનશ્રીજી અને સાધ્વી શ્રી હંસાશ્રીજી નામે ઘોષિત થયાં. તેમાં સા. નંદશ્રીજી ને પૂ. સા. શ્રી લલિતાશ્રીજીના શિષ્યા અને સા. હંસાશ્રીને નંદન શ્રીજીના શિષ્યા બનાવવામાં આવ્યાં. દીક્ષા ગ્રહણ કરીને ગુવજ્ઞાપાલન, અનન્ય ગુરુભક્તિ, અદભુત કિયારુચિ, વિશુદ્ધ સંયમપાલન આદિ ગુણોને સહજ વિકાસ સાથે. તેઓશ્રી સંયમનું નિરતિચારપણે પાલન કરતાં મારવાડ, મેવાડ, મહારાષ્ટ્ર અને ગુજરાત-કાઠિયાવાડનાં ગ્રામ-નગરોમાં ઉગ્ર વિહાર કરીને સર્વ જીવોને સર્વવિરતિ ધર્મને પ્રતિબોધ પમાડતાં રહ્યાં. ભવ્ય જીવાને દશન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયી સમર્પણ કરવા સાથે સા. શ્રી હંસાશ્રીજી, સા. શ્રી નિર્મલાશ્રીજી આદિ શિષ્યાઓ તેમ જ પ્રશિષ્યાઓને વિશાળ સમુદાય ઊભું કર્યો. ૭૮ વર્ષની વૃદ્ધાવસ્થાએ પક્ષઘાતને હુમલો થતાં, પિતાના વતન શિહેરમાં સ્થિર થયાં. ડાયાબિટીઝ જેવા રોગો સામે સમતા-સમાધિપૂર્વક સહનશીલતા કેળવી રહ્યાં. સાત સાત વર્ષો સુધી શિષ્યાઓએ ખડે પગે સેવા કરી. ૩૩ વર્ષને નિર્મળ દીક્ષા પર્યાય પાળી સં. ૨૦૨૬ના જેઠ સુદ ૯ ને શનિવારે ૮૦ વર્ષની વયે સમાધિમૃત્યુ પામ્યા. શ્રી શિહોર જૈન સંઘે સુંદર જરિયન પાલખીમાં પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા કાઢી. જય જય નંદા, જય જય ભદ્રા–ના ગગનભેદી નાદે વચ્ચે પૂજ્યશ્રીને પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયું. શ્રીસંઘ તરફથી અને કુટુંબીજનો તરફથી શ્રી બૃહદ્ શાંતિસ્નાત્ર સહ અષ્ટાહ્નિકા મહોત્સવ તથા સ્વામિવાત્સલ્યને લાભ લેવાનું આયેાજન થયું. એવા એ ભવ્ય સંયમી જીવનને કેટિ કેટિ વંદન ! સમતાના સાગર-આદરણીય ગુરુણી પૂજ્ય સદવીરત્ન શ્રી હંસાશ્રીજી મહારાજ માતાના કેમળ હૃદયમાં પુત્રી પ્રત્યે જેટલી અમાપ લાગણી, કમળતા, મૃદુતા ભરી હોય, તેના કરતાં પણ અધિક વાત્સલ્ય શિષ્યા-પ્રશિષ્યા પર વહાવનાર પૂ. સાધ્વી શ્રી હંસાશ્રીજી મહારાજના ગુણકીર્તન માટે શબ્દો ઓછા પડે તેમ છે. સિદ્ધગિરિની છત્રછાયામાં આવેલું સૌરાષ્ટ્રનું સોહામણું નગર પૂર્વે “સિંહપુરી' નામે પ્રસિદ્ધ હતું, તે હાલ “શિહેર” નામે ઓળખાય છે. આ શહેર સિદ્ધગિરિના યાત્રીઓનાં પાવન પગલાંથી ધમધમી રહ્યું છે. ખળખળ નાદ રેલાવતી વાતાવરણને સંગીતથી ભરી દેતી, ગોમતી નદીને કાંઠે વસેલું આ ગામ ઇતિહાસને પાને આજે પણ પિતાની અનોખી અસ્મિતાથી ગર્વભેર ખડું છે. ભાનુશા તેજસ્વી અને ચંદ્ર-શા શીતલ, વિદ્રન્શિરોમણિ પૂ. ગુરુણી હસાશ્રીજી મહારાજ સમા રત્નનું દાન કરવાનું સૌભાગ્ય આ શિહેરના લલાટે લખાયું હતું. મહાન વ્યક્તિઓના જન્મ મોટે ભાગે ગૌશાળામાં થાય, એવી માન્યતા છે. વિ. સં. ૧૯૭૪ ના મહા સુદ ૧૪ ના પુનિત દિવસે માતા મકરબહેનને શેખપર ગામમાં ગાયના વાડામાં સુપુત્રીની પ્રસૂતિ થઈ. આ આનંદને આવકારવા જાણે કુદરતે પૂર્વમાં પ્રભાતની રંગોળી પૂરી; પંખીડાંઓ કિલકિલાટ કરીને વધામણીનાં ગીત ગાવા લાગ્યાંધરતી પર પ્રકાશ પથરાવા લાગ્યો ! અને એ વખતે ઘણા વખતથી ચાલતે મરકીનો મહારોગ આ પુણ્યશાળી પગલાંથી પલાયન થઈ ગયો. પિતા ગુલાબચંદભાઈ અને માતા નેમકેરબહેનના હર્ષનો પાર ન રહ્યો. ધર્મિક અને વૈભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy