SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮ ] [ શાસનનાં શ્રમણીરત્ને શાળી એવા આ કુટુંબમાં એકની એક રૂપ-ગુણમાં સુોભિત પુત્રીને જન્મ સહુ માટે સૌભાગ્ય અને અનંદના વિષય હતો. તેણીની અણિયાળી આંખા લાગતી જાણે અમીભરી પ્યાલી ! વિશાળ ભાલ પર Àાભા હતી જાણે અધી ઊગેલી ચંન્દ્વની! વદનની શેાભા હતી જાણે વિકસિત કમલિની ! તેણીને જોતાં જ અજાણ્યાની આંખેામાં પણ હેતની હેલી ચડે! હંસ જેવી રીતે નીરક્ષીરના ભેદ સમજીને ક્ષીરને જ ગ્રહણ કરે, તેમ જડ અને ચેતનને ભિન્ન માની ચેતનના જ માગે સ’ચરવાની હોય તેમ, કુદરતી સંકેત ફઈબાએ લાડકવાયું નામ રાખ્યું હંસાકુમારી. પૂના પ્રબળ પુણ્યોદયે વૈરાગ્યવાસિત એવાં હ‘સાબહેન અપૂર્વ સ્મરણશક્તિના પ્રભાવે, કુશળ બુદ્ધિના કારણે બાળપણથી જ સર્વ વિદ્યકળામાં નિષ્ણાત થયાં. પહુપ્રજ્ઞાના પ્રભાવે શાળાકીય જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન પણ વિપુલ પ્રમાણમાં મેળવ્યુ. કાવના શણગાર શરીર પરથી અળગા પડે તે પહેલાં તે પિતાશ્રી સ્વર્ગવાસી થયા. માતા તેમકારબહેને સંસારમાં સર્વસ્વ એવી પુત્રી પર બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. બળબળતા ઉનાળામાં વર્ષાના પહેલા ખુદને ચાતકમાળ ઝીલી લે તેમ, માતાએ અપે`લા સંસ્કારોને બાળ હંસાકુમારી ઝીલતી રહી. દેહની ડાળ પર યૌવનની વધામણી દેતી કાંતિની કોયલા પચમ સ્વર આલાપી રહી હતી ત્યારે સિદ્ધગિરિની છત્રછાયામાં કિવકુલિકરીટ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ચતુવિધ સ ંધ સમક્ષ વિ. સ. ૧૯૯૦ માં અનુપમ ચતુર્થાં વ્રત અ’ગીકાર કરી ધન્યતા અનુભવી. વળી, ઉત્તમ શ્રાવિકારૂપ જીવનમાં · ઉપધાનતપ ” કરી માળા પહેરી. વિ. સં. ૧૯૯૧ માં નેમકારબહેને શિહેારથી ગિરનારજીને! છરી પાળતા સધ કાઢ્યો. જે કાળે જીવન યંત્ર પર નિર્ભીર ન હતું. દૂર-સુદૂર જવા માટે વાહનવ્યવહારની સુવિધા અલ્પ હતી, તે કાળે નીકળેલા આ શ્રીસ`ઘે જવાં જયાં મુકામ કર્યાં ત્યાં ત્યાં જિનશાસનની અનેરી પ્રભાવના કરી અને અનુમેદનાના સૂરે ધન્યતા બક્ષી. અદમ્ય ઉત્સાહ સાથે જીવનની ધન્ય પળે નેમારબહેને હંસાબહેનને પૂજ્યશ્રીના સ્વહસ્તે તીર્થંકર નામક ઉપા ન કરાવનારી ‘ ની માળ’ ખૂબ હેતથી પહેરાવી. પણ નેમારઅહેનને આટલાથી સંતેષ ન થયે!. તેમની ઇચ્છા એકલી માતા બનવાની ન હતી, તેમને • ધર્મીમાના ” પશુ બનવું હતુ. અને અંતરની ઇચ્છા પ્રમાણે સાચે જ એ સેનાના સૂરજ ઊગ્યે. 'સાબહેને ઉપકારી માતાનાં ચરણામાં સયમના ગણવેશમાં સજ્જ થવાની અનુમતિ યાચી માતાની મહેચ્છા પૂર્ણ કરી. તેમકારબહેનને પાતાના સાંસારના એકના એક આમ્રફળરૂપે પુત્રી પર અમાપ હાલ હતું. પરંતુ ધર્મ માતાએ વિચાયુ કે, જ્ઞાન અને વૈરાગ્યની આ જ્યોતને હુ મારા ઘરમાં જ રાખીશ, તેા તે એ જ કુળને અજવાળશે; પર`તુ આ યે!તને શાસનને ચરણે સમિપ ત કરીશ તેા આ બીકણુ ભવસાગરમાં સહુની દીવાદાંડી બનીને અનેક પ્રવાસીઓને પ્રેરણા પૂરી પાડશે. વળી, પાતે પણ આ નશ્વર સંસારનો ત્યાગ કરીને પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ. સ. ૧૯૯૩ ના ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે હજારેની માનવમેદની સમક્ષ સયમને સ્વીકાર કર્યાં. પૂજ્ય આચાર્ય દેવે માતાના અને પુત્રીના અનુક્રમે નજૈનશ્રીજી તથા હુસાશ્રીજી નામ જાહેર કર્યાં. તેમાં હંસાશ્રીજીને પૂ. ન ંદનશ્રીજી મ. નાં શિષ્યા બનાવવામાં આવ્યાં. આ મહોત્સવ પ્રસંગે સેનામાં સુગધની માફક, શિષ્યાઓની યાગ્યતા અને સંઘના આગ્રહથી પેાતાના એ પ્રખર વિદ્વાન શિષ્ય પૂ. ઉપાધ્યાય શ્રી ગભીરવિજયજીને તથા પૂ. ઉપાધ્યાય શ્રી લક્ષ્મવિજયજીને આચાર્યપદ પર આરૂઢ કરીને મહાત્સવમાં ચાર ચાંદ લગાવ્યા. સવિરતિના સ્વીકાર બાદ પૂજ્યશ્રીએ ગુરુસેવન અને શાસ્ત્રાધ્યયનને જીવનવ્રત બનાવ્યું. સયમની આરાધના અને શ્રુતની ઉપાસનાને પ્રાણથી પ્યારા ગણ્યા. સયમી જીવનના ઉપકારી ગુરુમાતાની અનુમેદનીય વૈયાવચ્ચ કરવા સાથે કુશાગ્રબુદ્ધિવડે આગમગ્રંથાના ઊંડા અભ્યાસ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy