________________
૬૫૬ ]
[ શાસનનાં શ્રમણરત્ન શાંતમૂતિ પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજ્યજી ગણિવર સવારે પધારી માંગલિક, વાસક્ષેપ, પ્રત્યાખ્યાન તેમ જ વૈરાગ્યસભર વચને દ્વારા સુંદર આશ્વાસન આપતા હતા. વિ. સં. ૨૦૩૯ ના ભાદરવા સુદ ૩ ની બપોરથી પૂજ્ય પ્રવતિનીશ્રીનો જીવનદીપ ઝિલમિલવા લાગ્યા, ત્યારે સાધ્વીવર્યા સવ ભૂલી પંન્યાસજી મહારાજ દ્વારા કરાતી નિયામણમાં મગ્ન બની ગયાં હતાં. નમસ્કાર મહામંત્ર અને ચતુઃ શરણમાં નિમગ્ન બનતાં, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ૧૨ કલાકે સાધ્વી શ્રેષ્ટા સ્વર્ગે સંચર્યા. અહો ! કેવી ભવ્ય સમાધિ ! ન પ્લાનિ, ન ઉદાસી. માગવાનું મન થઈ જાય એવું સમાધિમરણ ... !
ચારે તરફ શોકની છાયા છવાઈ ગઈ આખું ઇડર બંધ થઈ ગયું. માનવમહેરામણ દશનાથે કોઠારીવાડામાં ઊભરાવા લાગ્યા. દૂર-સુદૂરથી સુરત, મુંબઈ કઈ બેરસદ, વડાલી, હિંમતનગર આદિ સ્થળેથી ભક્તો ભેગા થવા લાગ્યા. ભાદરવા સુદ ૪ (સંવત્સરી) ને ૧૦ વાગે જયિનની ભવ્ય પાલખીમાં પૂ. પ્રવતિનીની સ્મશાનયાત્રા નીકળી. ચંદનચિતામાં કુટુંબીજનોએ અગ્નિદાહ દીધે. આજીવન ગુરુકુલવાસી વયસ્થવિરા સાથ્વી ઉમંગશ્રીજી તથા વિદૂષી સાધ્વી શ્રી લાવણ્યશ્રીજીના શિરે સમુદાય સંભાળવાની જવાબદારી આવી. ડર સંઘે વિશાળ મહોત્સવનું આયેાજન કર્યું, જે ઉત્સવ પૂ. ગુરુદેવના પ્રભાવ અને પ્રતાપની પ્રતીતિ કરાવી ગયે. આવા સુવિશુદ્ધ સંયમી, જ્ઞાની–ધ્યાની ગુણસંપન્ના, શાસનપ્રભાવિકા પ્રવતિનીના પાદપદ્મમાં કેટિ કેટિ વંદના !
ચંદ્રજ્યોતિ સમો નિર્મળ –પવિત્ર સુદીર્ધ ચારિત્રયાય પાળનાર
પૂ સાધ્વીજી શ્રી નંદન શ્રીજી મહારાજ પૂજ્યપાદ નંદનશ્રીજી મહારાજ વિશાળ શિખ્યા-પ્રશિધ્યાને પરિવાર ધરાવતાં હતાં. તેઓશ્રીનો જન્મ અનેક મહાપુરુથી પાવન બનેલ, ઝાલાવાડ દેશની રમણીય વઢવાણ કેમ્પ નામે નગરીમાં થયેલ હતા. ગગનચુંબી જિનાલયો વડે શુભતાં આ નગરમાં દ્વિસંપન્ન દેવ-ગુરુ-ભક્તિ પરાયણ શેઠ શ્રી મૂળજીભાઈ બહેચરભાઈના ઘેર જમેલાં નેમકુંવરને સર્વ પ્રકારની સાંસારિક અનુકૂળતાઓ હતી. એને લીધે યુવાન વયે શ્વસુરગૃહે પણ સુખસાહ્યબી હતી. વૈભવસંપન્ન શિહોરનિવાસી શેઠ શ્રી હરિચંદ ગોપાળજીના સુપુત્ર શ્રી ગુલાબચંદભાઈ સાથે સં. ૧૯૫૯ માં તેમનું લગ્ન થયું હતું. ધમપરાયણ આ યુગલ પચ્ચીસ વર્ષના ટૂંકા ગાળામાં ખંડિત થયું. દામ્પત્યના ફલસ્વરૂપ એક પુત્રી હતી. ગુલાબચંદભાઈના અવસાન પછી માતા-પુત્રી ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરતાં હતાં અને લક્ષ્મીને સવ્ય કરતાં હતાં.
વિ. . ૧૯૯૦માં કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી એકની એક પિતાની કુમળી બાળાને માત્ર ૧૫ વર્ષની વયે ચતુર્થવત ઉચ્ચારાવીને કર્મમાતા તરીકેની ફરજ અદા કરી. સં. ૧૯૯૧ માં શિહોરથી ગિરનારજીને છરી પાલિત સંઘ કાઢીને પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે તીર્થમાળ પહેરી. તેમ જ જિનબિંબ, પ્રતિષ્ઠા, ઉપાશ્રય આદિ ધર્મકાર્યમાં પોતાની વિપુલ લક્ષ્મીને ઉદારતાથી સદુપયેાગ કરીને સં. ૧૯૯૩ માં પિતાની સુપુત્રી સાથે, હજારો માનવાની ઉપસ્થિતિમાં, મહામહોત્સવપૂર્વક, પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે શ્રેયસ્કરી ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. માતા-પુત્રી અનુક્રમે સાદેવી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org