________________
શાસનનાં શમણીર ]
[ ૬૫૫ પ્રકારની વિવિધ તપશ્ચર્યા દ્વારા કર્મોની નિજ, શાસનની પ્રભાવના અને સંયમજીવનની તેજસ્વિતા થતી હતી. તપસ્યા કરતાં કરતાં ‘ડંકા ભેર બજાયા હો જેવી કઠીને જીવનસાત્ બનાવી.
જપાત્ સિદ્ધિઃ ” જપથી સિદ્ધિ થાય છે જ; એટલે જન્મ અને ૫ એટલે પાવન કરવું. જપથી જન્મ પાવન બને છે. આવી જ પક્રિયા દ્વારા આત્માને પરમાત્મામાં સ્થિર કરવા માટે તેઓશ્રીએ ત્રણ વાર લાખ નવકારને જાપ, શંખેશ્વર પાશ્વ પ્રભુને જાપ. સવા લાખ સીમંધર સ્વામીને જાપ, પ્રતિદિને શત્રુંજયનું ધ્યાન – આમ દૈનિક કાર્યક્રમ બનાવી દીધું અને પ્રવતિની સાધ્વીશ્રી સુત્રતાશ્રીજી સાધનાપથમાં આગે ધપતાં રહ્યાં. સ્વકલ્યાણની સાથે સર્વ કલ્યાણની ભાવના મનમાં રમી રહી હતી. ફળસ્વરૂપે સાત મહિનામાં જ પોતાની માતાને સંયમદાન કર્યું. તેમને અંજનાશ્રીજી નામ આપ્યું. ત્યાર બાદ એક વડીલ બહેન વિલાસબહેન અને એક નાનાં બહેન લીલીબહેનને પણ સંયમી બનાવ્યાં. તેઓને અનુક્રમે ઉમંગશ્રીજી અને વિજપ્રભાશ્રીજી નામ આપ્યાં અને બન્નેને માતા અંજનાશ્રીજીના શિષ્યા બનાવ્યાં. આ મુજબ પિતાને પ્રાપ્ત થયેલ ચારિત્રની આરાધના બીજાને પ્રાપ્ત થાય એવી પ્રેરણા કરતાં કરતાં સંયમધર્મની ૧૭ ભેદની સ્મૃતિરૂપ ૧૭ શિષ્યાઓને પરિવાર થયે, જેઓ મહાતપસ્વી, જ્ઞાની, દયાની છે અને શાસનપ્રભાવના કરી રહ્યાં છે. તેઓશ્રીના પ્રથમ શિષ્યા બનવાનું મહભાગ્ય લલિતાશ્રીજીને પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત તેઓનાં શિષ્યાઓમાં સાધ્વી શ્રી સુભદ્રાશ્રીજી, શ્રી સર્વોદયાશ્રીજી, શ્રી રત્નસૂલાશ્રીજી, શ્રી વાચંચમા
(જી, શ્રી શદયાશ્રીજી, શ્રી સરસ્વતીશ્રીજી આદિ નામો પણ પ્રસિદ્ધ છે. તેઓશ્રીનાં શિખ્યાપ્રશિષ્યાઓની સંખ્યા લગભગ ૧૫૦ ઉપરાંત હશે. તેઓશ્રીના આ પરિવારમાં વર્ધમાન તપની એકસો એની પૂર્ણ કરનાર અનેક સાધ્વીઓ છે. આ તેમના સમુદાયની આગવી વિશિષ્ટતા છે. વર્તમાનમાં પણ સો ઓળી પૂર્ણ કરવામાં તત્પર તપસ્વિની સાધ્વીઓ છે.
વિહારયાત્રા પૂજ્યપાદ કવિકુલકિરીટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સાધ્વીઓમાં તેઓ પ્રવર્તિની સાધ્વી હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રાંતનાં વિવિધ ગામ-નગરોમાં વિચરીને પંચાવન વર્ષના સુવિશુદ્ધ નિર્મળ ચારિત્રપર્યાય દ્વારા અનેક જીનો ઉદ્ધાર, જ્ઞાનદાન, સંયમદાન અને ધર્મદાન કરતાં રહ્યાં. તેઓશ્રીમાં એક વિશિષ્ટતા એ હતી કે, એક વાર તેઓશ્રીના પરિચયમાં આવ્યા બાદ તે વ્યક્તિ ધર્મના પરિચયમાં આવી જતી. વિહારયાત્રામાં, શારીરિક અશક્તિને લીધે ૨/૩ કિમી.ને વિહાર કરી. ગંતવ્ય સ્થાને પહોંચી જતાં, પણ કઈ દિવસ ડોળીને સહારો લેતાં નહિ. જ્યારે એકદમ અશક્તિ આવી ગઈ ત્યારે ઈડરમાં સ્થિરવાસ કર્યો.
વ્યાધિમાં સમાધિ : ઇડરમાં રહેવા છતાંય અંતરથી અતિ નિર્લેપ રહેતાં હતાં. છેલ્લાં આઠ મહિના ચારે બાજુથી રોગોએ ઘેરી લીધાં. કાયા રોગમય બની ગઈ. અશક્તિએ અહી લગાવી દીધો. તેમ છતાં, ડોકટરને સ્પર્શ કરવા દીધું નહિ. અહા ! કે ચારિત્રપ્રેમ! વ્યાધિમાં સમાધિ ! રોગમાં યોગ! કરીએ સહન, તો થાય કર્મ પતન ! એવા સિદ્ધાંતને વરેલાં ગુરુવર્યા ખૂબ પ્રસન્ન ચિત્ત સહન કરતાં જતાં હતાં. બાહ્ય ઉપચાર નહિ, ભાવ ઉપચારની જરૂર છે. તેથી તે પિતાની શિષ્યાઓને વારંવાર સૂચન કરતાં કે, “જોજો, મારી અંતિમ સમાધિ બગડી ન જાય તેનું ધ્યાન રાખજે.” દ્રવ્ય ઔષધ નહિ, ભાવ ઔષધમાં લીન રહેતાં. દઢ મનોબળથી રોગને સહન કરતાં હતાં. પન્ના, વૈરાગ્યરસ રેલાવતી સક્ઝા, ભાવભર્યા સ્તવન, સમાધિપ્રદ પદશ્રવણમાં મગ્ન બની જતાં. શિષ્યાઓએ પણ વૈયાવચ્ચ, વિનય, ભક્તિમાં એકતાન બની પ્રશંસનીય સેવા કરી. અને ભક્તિભાવના દરિયા સમા ઈડરસંઘે રાતદિવસ જોયા વગર ખડે પગે અનુમોદનીય સેવા કરી. પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org