SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦ ] [ શાસનનાં શમણીરને ગંગામાં સ્નાન કરતા આત્માને નિર્મળ બનાવી દેતા. પિતાનું સમ્યગદશન નિર્મળ બનાવતા અને બીજાને સમ્યગુ દશન પમાડતા. પિતાશ્રી ગુલાબચંદભાઈમાં પણ તે વારસો ઊતરેલું હતું. બહેન ચન્દ્રકળાને જન્મ સંવત-૧૯૯૬ના કારતક સુદિ બારસના શુભ દિનેશુભચોઘડિયે મદનબહેનની રત્નકુક્ષથી થયેલ હતા. જન્મસમયે જ હોસ્પિટલમાં કુદરતી એક પૂર્વ કાલીન મહાન જોષી આવેલ હતા. અને આ નવજાત બાળકીને જોતાં જ મદ્રનબહેનને કહ્યું કે આ તમારી બાળકી મહાન સાધ્વી બનશે અથવા સંસારમાં રહેશે તો તે મહાન ગૃહે જશે. તેવું ભવિષ્ય ભાખ્યું હતું. ચન્દ્રની કળા જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતાં તેમની નામકરણ વિધિ થતાં નામ પાડ્યું ‘ચંદ્રકળા’. બાયકાળ પસાર કરતાં પાંચ વર્ષનાં થતાં વ્યવહારિક તથા ધાર્મિક અભ્યાસમાં આગળ વધવા લાગ્યાં. સાત વર્ષે ગુજરાતી ચાર ધોરણ તથા ધાર્મિકમાં પાંચ પ્રતિક્રમણ નવસ્મરણઅતિચાર વિ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. દરરોજ-પૂજ-સેવા-ગાથાઓ કરવાનો નિયમ હતો. ગત ભવના સુસંસ્કારના કારણે તથા મી માત-પિતાના ધાર્મિક સિંચનના યોગે-જેમ પૃથ્વી-જલ આ બંનના સાંગિક કારણે પૃથ્વીમાં અંકુર પ્રગટે તેમ આ બાળકીના જીવનમાં ધાર્મિક અંકુર પ્રગટ થયા. અને તે સમય દરમિયાન સં. ૨૦૦૩ ની સાલમાં પૂ. ગુરુદેવ શ્રી મંગળશ્રી મહારાજ તથા પૂ. દમયન્તીશ્રીજી મ. સુરત ચાતુર્માસ પધાર્યા. ચાતુર્માસ દરમિયાન-સાધનાઆરાધના—તપસ્યા વિ. દ્વારા શાસનપ્રભાવના કરવા-કરાવવાથી ખૂબ સુંદર સુવાસ ફેલાવી દીધી. પ્રતિકમણમાં સક્ઝાયસ્તવન બોલે ત્યારે દેરાસરમાં પ્રભુદર્શને આવતા શ્રાવકે તેમના સુમધુરમીઠા રાગવાળી સક્ઝાય-સ્તવને સાંભળવા બેસી જતાં અને કહેતા કે સ્તવન સઝાય તે દમયંતીશ્રી મહારાજનાં જ. આવા ગુણિયલ ગુરુજીઓને એકવાર દષ્ટિમાત્રથી જોતાં જ બહેન ચંદ્રકળાના હૃદયકમળમાં વસી ગયાં. ખરેખર પૂર્વભવને ત્રણાનુબંધ જ જબરજસ્ત હોવો જોઈએ. અને તેથી જ તે બાળકી સાત વર્ષની ઉંમર છતાં પૂ. ગુરુદેવ પાસે જ સ્વ-દેહછાયાની જેમ રહેવા લાગી. ગુરુદેવાની સૌમ્ય મુખાકૃતિ-સૌમ્ય સ્વભાવ-કાઠિયાવડી મીઠી-મધુર ભાષા–સુંદર સંયમજીવન–આ બધા સદુગુણોથી આકર્ષાઈ તેમની શીળી છત્રછાયામાં કાયમી રહેવા ઈચ્છતી આ નાનકડી બાળા માતાપિતાને કહેવા લાગી કે મારે તે દીક્ષા લેવી જ છે. મને જલદી દક્ષા અપાવે. મોટાં શહેરોમાં તે વખતે બાળદીક્ષાને સખત વિરોધ. ચંદ્રકલાબહેનની સંયમ લેવાની સખત તાલાવેલી આ બધાં કારણોને લઈને માત-પિતાએ વિચાર કરીને સંયમની અનુમતિ આપી. અંગત સ્નેહીઓને પણ વાત જણાવી અને બીજા દિવસની ઊગતી સવારે સારા મુહૂતે જવાની તૈયારી કરતાં. માતા-પિતાનાં ચરણોમાં નમસ્કાર કરી આ આશીર્વાદ લીધા. મોટીબહેને કંકુનો ચાંદલે કરી શ્રીફળ આપ્યું. એકને એક વીરો–તેણે પણ હસતે મુખડે વિદાય આપી અને પિતાજી ગુલાબચંદભાઈ સાથે ચંદ્રકલાબહેન ચાલ્યાં. ગુરુદેવ પાસે. જ્યારે પૂર્વના પુણ્ય પાંસરાં હોય ત્યારે ચારે બાજુથી વાતાવરણ સાનુકૂળ મળે છે. આગલે જ દિવસે ઘણાં વર્ષોથી સુરત બિરાજમાન આગમદિવાકર શ્રી સાગરાનંદસૂરિજી મ. પાસે દીક્ષાથીને વાસક્ષેપ નખાવી ધન્યતા અનુભવી હતી. અને એ મહાપુરુષના દિવ્ય આશિષ પણ પ્રાપ્ત કરેલ હતાં. સાગરજી મ. પણ આ નાની બાલિકાને જોઈને ખૂબ રાજી થયા હતા. એ પિતા અને પુત્રી સવારે સાડાચાર વાગ્યાના સુમારે-સવ લેકે ગાઢ નિદ્રામાં હતાં તે સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી કુટુંબીજનોને બધાને અલવિદા ડેલી કરી સ્વગૃહેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy