SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] [૬૨૧ સિધાવી ગયાં. બધાં ખૂબ જ રડવા લાગ્યાં-આવ–આત કરવા લાગ્યા–પરંતુ જેનું મન સંયમ લેવામાં તકલીન હતું તેવી આ બાળાએ પાછું વાળીને કેઈના સામું પણ જોયું નથી. બસ, પછી તો પહોંચી ગયા ઊંઝા-ત્યાં રાત્રિને સમય હત–પ્રતિક્રમણ ચાલતું હતું. સાધ્વીજીએ બીજાં પણ ઘણા જ હતાં. ગુરુદેવો પણ પ્રતિક્રમણમાં જ હતાં, ઉપાશ્રયમાં પહોંચતાં જ મહેમાન આવ્યા, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા–બધાં કહેવા લાગ્યાં પણ ના મહેમાન? ક્યાંથી આવ્યા છે–એમ બધાને થવા લાગ્યું. પરંતુ છેલ્યા જયારે કે અમો સુરતથી આવ્યાં છીએ, એટલે ગુરુદેવે રાજી થઈ ગયા. મનમાં થયું કે કાગળની અસર તાત્કાલિક જ થઈ લાગે છે. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બેઠા. વિચારણા કરી, અને નિર્ણય લીધો છે. અહીંથી કાલે વિહાર કરી આપણે ઐઠોર ચાલ્યા જવું. બસ સવારે જ વિહાર કર્યો અને પહોંચાં ડેર. પિતાશ્રી અને પુત્રી પણ તેમની પાછળ એર પહોંચ્યાં અને પિતાશ્રીની આજ્ઞા લઈ બપોરે વિજય મુહૂતે નાનકડી આ બાળા ચંદ્રકળાને પિતાની સાક્ષીએ દીક્ષા (છાની) ગુરુદેવે આપી દીધી. બધી વિધિ પતાવી પરિધાન કરાવેલ સાધ્વીવેશમાં જ્યારે પિતાની લાડલી દીકરીને જોતાં જ પિતાજી શ્રી ગુલાબચંદભાઈ મુક્ત દિલે રડી પડ્યા. દિકરી તો પ્રસન્નમગ્ન હતાં, જ્યારે પિતાજી શેકમગ્ન હતા. પરંતુ ગુરુજીએ ખૂબ આશ્વાસન આપ્યા બાદ તેઓ સ્વસ્થ થયા અને પિતાનાં બાળ સાધ્વીજીને હૃદયથી નતમસ્તકે વંદન કરી સુખશાતા પૂછી ત્યારે નૂતન મહારાજે જવાબ આપે કે, દેવ-ગુરુ-પસાય! શ્રી ચંદ્રકળાબહેનપૂ. આ. શ્રી મેહનસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. સા. શ્રી મંગળશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સા. શ્રી દમયન્તીશ્રીજી મ.ના શિષ્યા નૂતન-બાળ સાધ્વીજી શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. દીક્ષા લીધા બાદ પ્રથમ શ્રી દેરાસરજીમાં પ્રભુનાં દર્શન કરવા ગયાં અને ત્યાંથી ઉપાશ્રયે આવી ગુરુદેવને વંદન કર્યા અને પછી સૂત્રનો નવો પાઠ પ્રથમ લીધો. જ્ઞાનને ક્ષેપશન- અને ભણવાની અતિ લગન–તે કારણે ત્રણ જ દિવસમાં સાડીત્રણ ગાથાનું પખીસૂત્ર” આ નાના મહારાજશ્રીએ કંઠસ્થ કરી લીધું–અને પ્રથમ ચૌદશ આવતાં જ સભાસમક્ષ પ્રતિક્રમણમાં જ બાળસાધ્વીજીએ પvખીસૂત્ર કહેલ હતું. ધન્યવાદ !?! સાધ્વીજી ચન્દ્રપ્રભાશ્રીજી અભ્યાસમાં દિન-પ્રતિદિન આગળ વધવા લાગ્યાં દરરોજ ૨૫ થી ૩૦ ગાથાઓ કંડસ્થ કરતાં. પૂ. ગુરુદેવને ભણાવવાની અને બાળસાધ્વીજી મ. ને ભણવાની અતિ તમન્ના હતી. રોજ ગુરુજી રાત્રે ત્રણ વાગે ઉઠાડે અને અભ્યાસ કરાવે. પાછળનું બધું ગેખાવે–સ્વાધ્યાય કરાવે. આમ કરતાં ફક્ત એક જ વર્ષમાં ત્રણ ભાષ્ય-કમગ્રંથ-સિંદૂર પ્રકરણસાધુકિયા-તેમ જ કુલક વિ. તથા પ્રથમ સંસ્કૃત બુક તેમ જ થોડાં સ્તવન-સન્ઝાય-સ્તુતિઓ વિ. નો અભ્યાસ કર્યો. પૂ. મંગળશ્રીજી મહારાજ ભણવામાં વધુ પ્રોત્સાહન મળે તે માટે કહેતાં કે આપણા જ સમુદાયમાં પૂ. ચવિજયજી મહારાજ છે તે ઘણું જ ભણેલા છે. નાની ઉંમરમાં દીક્ષા લીધી છે અને રોજના ૧૦૦ લેકે કંઠસ્થ કરે છે તો તું ૨૫ ગાથા ન કરે ! આમ તેમનું દૃષ્ટાંત આપી અને જ્ઞાન ભણવામાં આગળ કરતાં. વિજાપુરના ચાતુર્માસમાં અમો-સંસારી માતા–બેન -કાન્તા–વિ. તેમને વંદનાથે ગયાં અને નાના બહેન મહારાજના પ્રથમ દર્શને જ બેન કાન્તાને સંયમ લેવાને ભાવ જાગતાં સુરત પધારો તેમ વિનંતી કરતાં વિહાર કરી સુરત પધાર્યા. અને ત્યાં સાધ્વી ચન્દ્રપ્રભાશ્રીજીની વડી દીક્ષા થઈ. તે સાથે જ પૂ. અભ્યદયસાગર મહારાજની દીક્ષા થઈ હતી. સં. ૨૦૦૬ માં પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ મ. ના વરદ હસ્તે જ વડી દીક્ષા થઈ હતી અને ગુરુકુળ વાસમાં રહેતા. તેમને અભ્યાસ બૃહત્ સંગ્રહણક્ષેત્રસમાસ-વિતરાગસ્તોત્ર-વૈરાગ્યશતકઇન્દ્રિય પરાજયશતક-જ્ઞાનસાગર અષ્ટક આદિ સ્વાધ્યાય બુક સર્વ કંઠસ્થ સાથે કરેલ. તેમ જ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy