________________
શાસનનાં શ્રમણરત્ન ]
[૬૧૯ તેઓશ્રી અભ્યાસની સાથે ગુરુસેવા-ભક્તિમાં ઓતપ્રેત રહેતાં. જ્યારે કેઈ કાંઈપણ કહે, ત્યારે તેમના મુખમાંથી એક જ શબ્દ નીકળતે કે “ગુરુકૃપા” ખરેખર તેમના હૃદયમાં “ગુરુકૃપા” કેટલી વસેલી છે, તે તેમના નમ્રતાદિગુણો જ કહી આપે છે.
તેઓએ સંસારીપણામાં કેઈપણ જાતની તપસ્યાઓ પણ કરી નથી, પણ દીક્ષા લીધા પછી ગુરુકૃપાએ જ્ઞાનપંચમી-પષદશમી-વિંશતિસ્થાનક તપ-વર્ધમાન તપનો પાયે–વષત૫–૯૬ જિનની ઓળી, નવપદજીની ઓળી–અડ્ડાઈમાસક્ષમણ–ભગવાનનાં એકાસણા-શ્રેણિત-સિદ્ધાચલજીના છઠુંઅઠ્ઠમ આદિ તપસ્યાઓ કરી જીવનને સાર્થક કરી રહ્યા છે. આ ઉપવાસની બધી તપસ્યા તેમણે ચોવિહારી કરી છે. જે ૧૧૦ દિવસને શ્રેણિપત ગણાય છે તેમાં તેઓએ શ્રી આદિનાથ શ્રી મહાવીરસ્વામી આદિને સાત લાખ જેટલા જાપ અપ્રમત્તભાવે દેરાસરમાં બેસીને જ કર્યો છે. તેઓએ યાત્રાઓ પણ સારી કરી છે, મુંબઈથી પાલીતાણ સંઘમાં, પાલીતાણથી ગિરનાર સંઘમાં, ત્યાંથી ઊના-અજારા-દીવ-મુંબઈથી રાણપુર સંઘમાં-આબુ-તારગા-મારવાડની પંચતીથી – જેસલમેર-કેશરિયાજી વગેરે તીર્થયાત્રાઓ કરી છે...
તેમને સા. પીયૂષકલાશ્રીજી, સા. કેમલકલાશ્રીજી, સા. અપૂર્વકલાશ્રીજી, સા. મૈત્રીકલાશ્રીજી, આદિ શિષ્યા-પ્રશિષ્યા છે. તેમને તેઓશ્રી ખંતપૂર્વક રત્નત્રયીની આરાધના કરાવી રહ્યા છે.
આવા ગુરુજીનાં ચરણોમાં કેટી કેટી વંદના હ. શિષ્યા-પ્રશિષ્યા પરિવારની વંદનાવલિ...
પૂ. સાધ્વી શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીની જન્મભૂમિ–માતૃભૂમિ-શહેર સુરત. અપરનામ સૂર્યપુરી, એ છે મહા ધર્મનગરી, જે નગરીના નવા જન્મેલાં નાનાં સવા મહિનાનાં જ બાળકે પ્રભુના જમણા પગના અંગૂઠાની પૂજાના માધ્યમ દ્વારા પ્રભુશરીરના પવિત્ર સ્પર્શને આનંદ અનુભવે. બસ આ જ રીતે ગળથૂથીમાંથી જ મેળવેલ ધર્મસંસ્કારો-અને માતા દ્વારા પારણાઘેડિયામાંથી જ શ્રવણ કરેલાં પવિત્ર પ્રભાતિયાં અને સંયમધર્મનાં સુંદર ગીતના ગુંજન દ્વારા સુસ સ્કારી બનેલાં બહેનશ્રી ચન્દ્રકળા.
માતા શ્રી મદનબહેન–જેઓના સદ્ગુણો માતા સતી મદાલસાની સ્મૃતિને તાજી બનાવતાં. માતા મદાલસા પિતાનાં દરેક સંતાનને જન્મથી જ સંયમજીવનના સુસંસ્કારો આપી સંયમ માગે જવા ફરજ પાડતાં અને તેથી જ તેનાં સંતાનોને “નમો લોએ સવ્વ સાહૂણ” એ પદને સુંદરતયા શોભાવ્યું. બસ, એ જ રીતે માતા મદનબહેન પણ પિતાનાં ત્રણ સંતાનને બચપણથી જ ચારિત્રધર્મના સંસ્કાર આપી, આ સંસાર ખરેખર અસાર છે તેમ રોજ રોજ કહેતાં. આ સંસ્કાર બહેન ચન્દ્રકળાને કેઈ પ્રબળ નિમિત્ત મળતા સુદઢ બન્યા-કહેવાય છે ને કે “આત્મા નિમિત્ત વાસી છે.” ચારિત્રધમ–પ્રાપ્તિના નિમિત્ત બન્યાં પૂ. તારક ગુરુદે-સાધ્વીજી શ્રી મંગળશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી દમયન્તીશ્રીજી મહારાજ
પિતાશ્રી–ગુલાબચંદભાઈ જેઓ શ્રી વજેચંદભાઈના સુપુત્ર હતા. વજેચંદભાઈ જેન સમાજમાં એક અચ્છા ગયા હતા. તે વખતના ગવૈયામાં તેઓનું સ્થાન મોખરે ગણાતું હતું. તેઓને એવો સુસ્વર નામકમને ઉદય હતો કે તેઓ ભક્તિભાવમાં તરબોળ થતાં મધુર કંઠથી શાસ્ત્રીય રાગે જ્યારે જિનમંદિરમાં પ્રભુ પૂજા કે. ભાવનાઓ ભણાવતા ત્યારે શ્રોતાઓ ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org