SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૧૮] [ શાસનનાં શ્રમણરત્નો આપ્યા. તેથી સાધ્વીજી મને એમ લાગ્યું કે, દીક્ષામાં વાંધો નહિ આવે. તેઓ નાનપણથી જ શાંત અને સરળ સ્વભાવી તો હતાં જ. જીવનમાં કદી વ્રત-પચ્ચક્ખાણ કે પૌષધ વગેરે કાંઈ પણ કર્યું નથી. છતાંય મનની મક્કમતા સારી... આટલી નાની ૧૬ વર્ષની ઉમરે જાવંતી તેના મા-બાપને સાથે લઈ વાલકેશ્વરમાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. પાસે દીક્ષાનું મુહૂર્ત કઢાવવા ગયાં. પૂ. આચાર્ય મ. સા. ને વાત કરી, એટલે તેમણે દીક્ષા માટેનાં બે-ત્રણ મુહૂર્ત કાઢી આપ્યાં. તેમાંથી મા. સુ. ૧પનું મુહૂર્ત નક્કી રાખ્યું. આશ્ચર્ય તો એ છે કે, ચાર માસના ટૂંક પરિચય દરમ્યાન દીક્ષા લેવા તત્પર બન્યાં. “ધન્ય છે તેમનાં મા-બાપને કે, આટલી નાની વયમાં પિતાના સંતાનને શાસનના ચરણે સેપી રહ્યાં છે.” આ બાજુ મુહૂર્ત કઢાવ્યા પછી દીક્ષા માટેની તૈયારીઓ થવા લાગી. વાયણાનું કાર્ય શરૂ કર્યું. પત્રિકાઓ પણ છપાવવામાં આવી. કાકા મામા વગેરેને સમાચાર મળ્યા. તેઓ બેન જશવંતીના ઘરે આવ્યા અને પિતા મણિભાઈને કહેવા લાગ્યા કે, શું આટલી નાની વયમાં છોકરીને દીક્ષા આપો છો? તમને કાંઈ ખબર પડે છે કે નહિ? તમારાથી છોકરીને પાળી ન શકાતી ન હોય તે અમારા ઘરે લઈ જઈએ. ત્યારે પિતા મણિભાઈ એ કહ્યું કે, આટલા વર્ષની કરી, ત્યાં સુધી મને ભારે ન પડી અને હવે ભારે પડે છે એટલે હું દીક્ષા આપું છું....અમે દીક્ષા નહીં જ આપવા દઈએ. બેલાચાલી કરતાં વાતાવરણ ઉગ્ર બન્યું. આવેલી પત્રિકાઓ પણ સગા-સંબંધીને આપવા ન દીધી....પછી બેન જશવંતીએ કહ્યું કે, તમારે મારી દીક્ષામાં આવવું હોય તો ઠીક, અને ન આવવું હોય તો કાંઈ નહિ, જેવી તમારી મરજી. મારે તો સંઘ જયવંત છે. તમને ખ્ય લાગે તેમ કરો... આ વખતે પૂ. યુગદિવાકર આચાર્યદેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ વાલકેશ્વરના આંગણે પ્રથમ હતું. તેમની નિશ્રામાં ચોમાસા બાદ ઉપધાન તપ કરાવવાનું નક્કી થયું. ઉપધાનનું મુહૂર્ત પણ મા. સુ. ૧૫નું જ આવ્યું. ઉપધાનના પ્રવેશની સાથે સં. ૨૦૧૭, મ. સુ. ૧પના શુભ દિવસે ધામધૂમપૂર્વક બેન જશવંતીની દીક્ષા થઈ હવે બેન જશવંતીમાંથી સા. જતિપ્રભાશ્રીજી બાં અને પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.ના શિષ્યા તરીકે જાહેર થયાં. આમ વાલકેશ્વરના આંગણે પૂ. આચાર્ય મ. સા.નું ચાતુર્માસ-ઉપધાન તપ તેમ જ દીક્ષા પ્રસંગ-આ બધું પ્રથમ વાર જ હતું. લોકોમાં આનંદોલ્લાસ પણ સારો હતે. ઉપધાન તપના પ્રવેશ સાથે બેન જશવંતીની દીક્ષા અને પૂર્ણાહુતિ પ્રસંગે તેમની મહા સુ. પની વડી દીક્ષા થઈ અને માળ સાથે પૂ. જયાનંદ વિ. મ. સા.ની પ્રવર્તક પદવી થઈ. દીક્ષા લીધી ત્યારે પૂ. સા. તિપ્રભાશ્રીજી મ.ને અભ્યાસ (વ્યાવહારિક) ૮ ધોરણ સુધી અને ધાર્મિક અભ્યાસ બે પ્રતિક્રમણ સુધીને હતે... દીક્ષા લીધા બાદ જ્યારે તેઓ અભ્યાસ કરવા બેસતાં ત્યારે કેઈપણ સંસારી સગાસંબધી મળવા આવે ત્યારે, તેઓ કહેતાં કે પૂ. ગુરુ મ. સા. પાસે બેસો. અને પોતે ગુરુ મ. સા. આવી, જરા મળીને પિતાના અભ્યાસ અને ભક્તિ વગેરે કાર્યમાં લાગી જતાં. તેઓએ ૧૫ દિવસમાં સાધુકિયાનાં સૂત્રો પૂરાં કર્યા. નવમરણજીવવિચારાદિ પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથાદિ-મેટી સંગ્રહણી-ક્ષેત્ર સમાસ—તત્વાર્થ સૂત્રસિદ્ર પ્રકરણગશાસ્ત્રાદિ-જ્ઞાનસાર-ઈન્દ્રિયપરાજયશતક સંસ્કૃત બે બુક-પ્રાકૃત વગેરે અભ્યાસ કર્યો છે. તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ પૂનાની તેમ જ ધાર્મિક પરીક્ષાઓ પણ આપી છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy