________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૬૦૧ તેમનાં શિષ્યાઓ સા. શ્રી કુસુમશ્રીજી મ. સા. શ્રી કમળાશ્રીજી મ., અને સા. શ્રી અંજનાશ્રીજી મ. માં પણ સંપૂર્ણપણે અવતરિત થયાં.
તેઓશ્રીએ સંયમયાત્રાનું મુખ્ય લક્ષ્ય રાખીને ગુજરાત-સૌરાષ્ટ્ર-મેવાડ-માલવા આદિના અમદાવાદ-વડોદરાડઈ-કપડવંજ-સુરત-રતલામ-ઇન્દૌર આદિ વિવિધ સ્થળોએ ચાતુર્માસ કરી અનેક ભાવિજનને ધર્મના પંથે વાળ્યા કેટલાય આત્માઓને મુમુક્ષુ બનાવી સંયમપંથે વાળ્યા. તેઓનાં શિષ્યા-પ્રશિખ્યાદિ થઈને આજે પ્રાયઃ ૯૦ થી ૧૦૦ સાધ્વીજીઓનો વિશાળ પરિવાર સંયમજીવનની નિર્મળ સાધના કરી રહેલ છે.
વિ. સં. ૨૦૧૯, માગશર વદિ દશમે, પરમાત્મા પાર્શ્વનાથ ભગવંતના જન્મ કલ્યાણક જેવા પવિત્ર દિવસે, પાલીતાણા મુકામે, આદીશ્વરદાદાની શીતળ છાયામાં સતત સિદ્ધગિરિરાજનું સ્મરણ–ધ્યાન કરતાં સમાધિપૂર્વક તેઓશ્રી કાળધર્મ પામ્યાં. વિ. સં. ૨૦૦૮માં દર્શાવતી-ડભેઈનગરમાં પૂ. પ્રવતિની સા. શ્રી કલ્યાણશ્રીજી મ. ના થયેલા સ્વર્ગવાસ પછી વિ. સં. ૨૦૧૯ની સાલ સુધી પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ. વિશાળ સાધ્વી સમુદાયના નાયકપદને શોભાવી રહ્યાં હતાં. ૬૩ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં સુંદર આરાધના કરી-કરાવીને શિષ્યા-પ્રશિષ્યાદિના અંતરમાં અમર સ્થાન મેળવનાર પૂજ્ય ગુરુદેવના ચરણમાં કેટિ શત વંદના ! ! !
સંકલન –સા. વસંતપ્રભાશ્રીજી મ.
વાત્સલ્યમૂતિ પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મહારાજ
( કપડવંજવાલા ) મહાવિદેહ ક્ષેત્રના મહામુનિવરોના મહાસાથમાંથી વિખૂટા પડીને જાણે આ ભરતક્ષેત્રની ભૂમિ પર આવી ચઢયા હેય. એવું અદ્ભુત આરાધનામય અસ્તિત્વ અને આવપૂર્ણ અંતર ધરાવનારાં પ. પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મ. (કપડવંજવાલા)નું જીવન તારલાઓથી ઝબકતા આકાશ સમું હતું. અંધારી રાતે તારલાઓથી ચમક્તા આકાશની જેમ એમનું જીવનઆકાશ પણ સરલતા ને સમતા, વાણીમાધુર્ય ને વૈયાવચ્ચનિષ્ઠતા, ગુરુકૃપા ને ગુણાનુરાગિતા જેવા અનેક ગુણતારકથી ઝગમગતું હતું.
વિ. સં. ૧૯૫૯ ના જેઠ સુદિ ત્રયોદશીના શુભ દિને કપડવંજની ધન્ય ધરા પર તેમને જન્મ થયે. નામ એમનું ચંદન-જાણે નામમાં એ કુદરતને કેઈ સંકેત હશે !! ચંદનની સહજ સુવાસ એમના સ્વભાવમાં અવતરી....અને એમાં પિતા ગીરધરલાલ તેમજ માતા સમરથબેનના સુસંસ્કારોનું સતત સિંચન ભળ્યું. ચાર બહેન અને એક ભાઈમાં તેઓ સંસ્કરણના સંદર્ભમાં સાવ અનોખા તરી આવતાં. નિત્ય જિનપૂજા-ગુરુવંદન-નવકારશી-વિહાર-સામાયિક-પ્રતિક્રમણ સૂત્રાર્થનું અધ્યયન....એમના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયા. કપડવંજમાં પધારતાં સાધ્વીજી મ. ના સતત સંસગ –સંપર્કથી એમની અંતરજ્યારીમાં વિરાગબીજ અંકુરિત થવા માંડ્યા, કિંતુ એ બીજ પૂર્ણ વિકસ્વર બને, તે પૂર્વે જ, મેહવશ બનેલાં માતા-પિતાએ માત્ર ૧૩–૧૪ વર્ષથી ઊગતી વયે તેમને લગ્નબંધનમાં જોડી દીધાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org