________________
૬૦૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
વિ. સ. ૧૯૩૬ના આસા વદિ ચૌદશ જેવા વિશિષ્ટ દિને સૌરાષ્ટ્ર-કાડિયાવાડમાં, ધર્મના સંસ્કારાથી પ્લાવિત ઝાલાવાડમાં, લીબડીની પવિત્ર ભૂમિ પર તેઓશ્રીના જન્મ થયા. નામ હતું છબલ. પૂર્વ જન્મની અપૂર્ણ સાધનાને પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે જ જાણે જન્મ ન ધર્યાં હાય ! તેમ બાલ્યવયથી વિવિધ ધર્મ પ્રવૃત્તિઓથી તેમનુ' જીવન સભર રહેતુ. વયવૃદ્ધિ સાથે ધર્મવૃદ્ધિ પણ એવી થઈ કે તેમનાં વાણી વર્તન અને વિચારા જ તેમના સયમ પ્રત્યેના અભિલાષની અભિવ્યક્તિ કરતાં હતાં. પણ, વિશિષ્ટ પુણ્ય વિના અંતરના એ અરમાના સહજ રીતે કેમ પૂર્ણ થાય ? અભિલાષા અધૂરી રહી. અનિચ્છા છતાં સયેાગે એવા સર્જાયા કે ૧૫ વર્ષની વયે તેઓએ ભાઈનગરમાં પ્રભુતામાં પ્રવેશ કર્યાં.
ચારેક માનવીની તીવ્ર ઝંખના પાસે પરિસ્થિતિએ પણ પલટાઈ ને અનુકૂળ થવુ પડે છે લગ્નજીવનને અલ્પ સમય વીત્યા, ત્યાં જ પતિદેવનું પરલોકગમન થ્યું અને છબલબેનન લલાટે વિધિએ વૈધવ્યનું તિલક કર્યું. તેએએ પણ વૈધવ્યના આ દુઃખને ભૂલવાના રામબાણ ઉપાય ધમ સાધના માની લઈ ને જીવનને સતત આરાધનાથી આતપ્રેત બનાવી દીધુ. સેનામાં સુગંધની જેમ ત્યારે ભાઈ ગામમાં પૂ. સા. શ્રી ગુલાબશ્રીજી મ., શ્રી કલ્યાણશ્રીજી મ. આદિ ચાતુમાસ બિરાજમાન હતાં. તેના સપ-સત્સંગ-વૈરાગ્યવર્ધક ઉપદેશ મળતાં મુરજાયેલ વૈરાગ્યવલ પુનઃ પલ્લવિત અની. છબલબહેને તેઓશ્રીના ચરણે જીવન સમર્પિત કરવાનો દૃઢ નિર્ધાર કર્યાં.
સ. ૧૯૫૬માં વૈશાખ સુર્દિ પૂનમના શુભ દિને ભેાનગરે પૂ. આચાય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મ. સા. ( પૂ. આ. શ્રી વિજયમે હનસૂરીજી મ. સા. ના ગુરુદેવ) ના સમુદાયમાં પૂ. સા. શ્રી કલ્યાણશ્રીજી મ. ના શિષ્યા સા. શ્રી કંચનશ્રીજી મ. તરીકે તેએ દીક્ષિત થયાં. સયમી અન્યાં બાદ જ્ઞાન-ધ્યાન-તપ-વ્યાગાદિના અગ્નિમાં જીવનને તપાવીને એવુ સુવિશુદ્ધ અને ઉજ્જ્વળ બનાવ્યું કે જેથી ‘ કંચન' નામ જાણે ચિરતા કર્યું` ! પ્રકરણા, ભાષ્યા, કમ ગ્રંથા, પાંચસ ંગ્રહ, ક્ષેત્રસમાસ, બૃહત્ સંગ્રહણી, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાયાદિના તલસ્પશી અભ્યાસ કરી સ્વાધ્યાયને તેઓશ્રીએ પ્રાણ બનાવ્યેા. અર્ધના સ્વાધ્યાયનું વ્યસન એવુ' લાગેલુ કે કેટલીય વાર નિદ્રામાં પણ તેએશ્રીને કર્મની પ્રકૃતિનુ રટણ રહેતુ !
તેના અંતરમાંથી વહેતા વાત્સલ્ય અને પ્રસન્નતાના ધોધમાં સ્નાન કરીને સ`સારનાં દુઃખાથી સંતપ્ત બનેલા કૈક આત્માએ સંતૃપ્ત બનતાં. સમતા, સરળતા અને સાદાઈની સાક્ષાત્ મૂર્તિ સમાં તેઓશ્રીનું કરુણાસભર મુખારવિંદ જોઈ સાંનિધ્યમાં આવનાર સહુ કેઈ સ્વજન સમી હૂંફ્ અનુભવતા. તેઓશ્રીના નિ`ળ જળ જેવા વાણીપ્રવાહ જ કૈક જિજ્ઞાસુ આત્માએાની જ્ઞાનપિપાસાને પૂર્ણ કરતા.
શ્રી આચારાંગ સૂત્રમાં બતાવેલ સાધુધર્મના આચારાના પ્રથમ આચાર ગુરુકુલવાસ, તેઓશ્રીએ જીવનપર્યંત પાળ્યા. આજીવન અતેવાસી નીને ગુરુદેવની સેવા કરવાનું પરમ સૌભાગ્ય તેઓશ્રીએ મેળવ્યું. પેાતાના બહેાળા શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવારની જ્ઞાનદાનાદિ જવાબદારી વચ્ચે અને પેાતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ ગુરુભક્તિ માટે રાતદિવસ ખડેપગે તૈયાર રહીને તેએશ્રીએ ગમની ગુરુકૃપા પ્રાપ્ત કરી જેના ફલસ્વરૂપે જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષ પંત લગભગ પ્રાયઃ ચા-દૂધ પર રહેવા છતાં ય આટલી લાંબી બીમારી વચ્ચે અજબ સમાધિ ને સ્વસ્થતા રાખીને સાચા અર્થમાં જીવન જીવી ગયાં. જીવનમ'ત્ર સમી બનેલી ગુરુભક્તિએ જ તેમના જીવનનું ત્રાણ કર્યું'. એમ કહેવુ' સ્હેજે અતિશયેક્તિભર્યુ ન ગણાય. તેમના આ ગુરુભક્તિના સસ્કારો
r
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org