________________
૬૦૨ ]
[ શાસનનાં શ્રમણીરા
પરંતુ નિતિનું નિર્માણ જુદું જ હતું. એમના જીવનરથ વૈરાગ્યપથે જ વળવાના હશે; એથી લગ્ન બાદ ૬ માસના અતિ અલ્પ સમયમાં જ એમના પતિનું અવસાન થયુ.. જગત્ની દૃષ્ટિએ આ આઘાત હૃદયભેદક હતા, કિંતુ એમણે પૂર્ણ સ્થિતપ્રજ્ઞતા દાખવીને વૈધવ્યને વૈરાગ્યવિકાસનું સાધન બનાવી દીધુ’. સંતાપના સ્થાને સાધનામાં મન પરોવી દઈ ને તેએ જલકમલ જૈવું જીવન જીવવા લાગ્યાં. એમાં પૂ. પ્રવૃતિની સા. શ્રી કલ્યાણશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ. ને! સત્સંગ થતાં એમની સાધના સયમસ્વીકારમાં પિરણમી.
વિ. સ’. ૧૯૮૦ માં જેઠ સુદિ પાંચમીએ કપડવજ મુકામે, તે પૂજ-પાદ ગીતા - મૂન્ય આચાર્ય દેવ શ્રી વિજયમેાહનસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ.નાંખ્યારૂપે દીક્ષિત થયાં. ત્યારથી પૂ. સા. શ્રી કુસુમશ્રીજી મ. ના નામે વિખ્યાત થયાં. તેમની વડીદીક્ષા વિ. સ. ૧૯૮૧માં મહા સુદ પંચમીએ ભેાઈનગરે થઈ. સંયમસ્વીકાર બાદ પ્રકરણે! ભાગ્યેાકમ ગ્રંથેાબૃહત્સ શ્રેણી-ક્ષેત્રસમાસાતિ શાસ્ત્રીય ગ્રંથોનું અધ્યયન કરીને જ્ઞાનની સાધના કરી અને આચારધમની આદરપૂર્વકની અપ્રમત્ત આરાધના દ્વારા ક્રિયામાં પણ ઉજમાળ બન્યાં.
તેમના શ્રેષ્ઠ ગુણ હતા અશ્લ!નભાવે વૈયાવચ્ચનિષ્ઠા. તેમના ગુરુજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. ગુરુજીની ક્ષણે ક્ષણની સુવિધા સાચવવા માટે તેઓએ સ્વાધ્યાય-તપ-તીથ યાત્રા આદિને હસતે મુખડે ગૌણ કરીને ગુરુનિશ્રા છેડ્યા વિના સતત સેવાકાર્યં અાવ્યું હતું. આવી અપૂર્વ ભક્તિપૂર્ણાંકની વૈયાવચ્ચના કારણે એમને ‘ગુરુકૃપા'ની એવી અજોડ ઉપલબ્ધિ થઈ કે તેએ અનેક ષ્યિા-પ્રશિષ્યાઓના ગુરુપદે પ્રતિતિ થયાં. પ્રાયઃ લગભગ ૫૦ સાનેા એ પિરવાર એમને પડવો મેલ ઝીલવા સદા તત્પર રહેતા. એમની વૈયાવચ્ચનિષ્ઠા માત્ર ગુરુ પૂરતી સીમિત ન હતી. નાનામાં નાનાં સાધ્વીજીની સેવા કરવામાં પણ તે કદી નાનપÀાભ ન રાખતાં. તેઓએ જાણે ઉત્તર!ધ્યયન સૂત્રની પેલી પક્તિને આત્મસાત્ કરી લીધી હતી કે, વૈયાવચ્ચેણ ભંતે! જીવે કિં જય ? વૈયાવચ્ચેચ્છુ જીવે તિત્લયરનામમુત્ત જયઇ ।' તીર્થંકરનામકર્મને બંધ કરાવનાર મહાન ગુણ એમના અણુએ અણુમાં વ્યાપી ચૂકયો હતા.
આ
જેવી વૈયાવચ્ચનિષ્ફા હતી એવુ જ વચનમાય અને સમતા હતી. વિશલ સમુદાયના અગ્રણી હાવા છતાં તેને કયારેય ઉગ્ર બનતાં કે કડવાં વેણ ઉચ્ચારતાં કાઈ એ જાણ્યાં જોયાં નથી. અવસરે પ્રસ’ગવશે સમુદાયમાં કડવાશ સર્જાઈ હોય તેા તે સમભાવપૂર્વક મિષ્ટવાણીથી વાતને એવી રીતે વણી લેતાં કે કડવાશના સ્થાને હળવાશની હવા ફેલાઈ જાય. આથી જ નાનાં નાનાં સાધ્વીઓને તે! પેાતાના ‘ગુરુથી પણુ આ ‘પ્રગુરુ’ વિશેષ પ્રિય લાગતાં હતાં. જાણે વડલાની છાયામાં વસ્યા હોય એવે! અનુભવ એ સાધ્વીજીએને એમની નિશ્રામાં થતા હતા.
સરલતાની તે સાક્ષાત્ પ્રતિમા સમાં હતાં. કયાંય કપટ નહિ, છલ નહિ, વાંચના નહિ. તેઓ સદા ઉત્તરાધ્યયનસૂત્રની પેલી પ`ક્તિ કહેતાં કે “સેડ્ડી ઉત્તુયભૂયન્સ, મૈા સુદ્ધસ ચિટ્ઠઇ” અર્થાત્ જે સરલ હોય તે શુદ્ધ થાય અને જે શુદ્ધ થાય તે જ સાચે! ધસી થાય. આ વાત માત્ર ક્થનમાં જ નહિ, આચરણમાં ય તેઓએ અવતિરત કરી હતી. આ પારદર્શક સરળત!ના કારણે જે જે વ્યક્તિ એમની છાયામાં નિશ્રામાં આવે, તે તે વ્યક્તિ એમનાથી ભાવિત-પ્રભાવિત થયા વિના ન રહે. સરલતાના કારણે તે સર્વત્ર સફલતાને વરતાં હતાં. આ સરલતાએ એમનામાં ગુણાનુરાગનાં ગુલાબ ખીલવ્યાં. કોઈપણ વ્યક્તિ અથવા પેાતાની શિષ્યાઓમાં પણ કોઈ ગુણવિશેષ હેય તે તેની સામે ચાલીને જાહેરાત કરવામાં તેએ કયારેય સકેચ ન રાખતાં. આ પ્રતાપ સરલતાના જ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org