SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ ] [ શાસનનાં શમણીરત્ન વિચારાતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં સાકાર થતી ન હતી. વડોદરામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી મહારાજે આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂ. મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં પૂજ્યશ્રી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલહીમાં ભવ્ય સ્મારક માટેની યેજના થઈ હજારો ભાવિકેની ઉપસ્થિતિ વચ્ચે મહત્સવપૂર્વક લાલા ખરાતીલાલ જૈનના હાથે શિલાન્યાસ વિધિ થયા. ત્યારથી દાનનો પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યા. આજ સુધીમાં બે કરોડથી વધુ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને હજી પણ દાનને પ્રવાહ ચાલે છે. તબિયત અસ્વસ્થ છતાં પૂ. મૃગાવતી શ્રીજી મહારાજની ઉપસ્થિતિમાં, વિશેષતઃ સંક્રાંતિ દિનની ઉજવણી વખતે છેલ્લા થોડાક મહિનાઓમાં જ ૭૨ લાખ રૂપિયા જેટલી રકમના ફાળા માટે વચને મળી ચૂક્યાં. પૂજ્યશ્રીની આ એક અદ્વિતીય લબ્ધિ હતી. પૂજ્યશ્રી હમેશાં ખાદી પહેરતાં અને એ નિયમને ચુસ્તપણે વળગી રહેતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે એવો આગ્રહ સેવતાં. વળી એમને એ પણ નિયમ હતો કે જે વ્યક્તિ તે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કપડું વહારવું. તેઓશ્રીમાં સાદાઈની ભાવના આવી ઉચ્ચ કેન્ટિની હતી. માંદગી સમયે પૂજ્યશ્રીને લેહી ચડાવવાનો પ્રશ્ન આવ્યો. લેહી ચડાવવાથી જલદી તબીયત સુધરે તમ હતી. પરંતુ તેઓશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, શરીરનું જે થવાનું જે થવાનું હોય તે થાય. મારા શરીરમાં અન્ય પુરુષ કે સ્ત્રીનું લેહી ન જ જવું જોઈએ. સંયમ અને ચારિત્ર્યપાલનની કેટલી નિશ્ચલ અને ઉદાત્ત ભાવના ! છેલે કેન્સરનો વ્યાધિ હતો. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિનમંદિર પ્રતિમાઓની બેલી બલવાનો કાર્યક્રમ હતા. કાર્યક્રમ દરમિયાન પાંચ-છ કલાક બેડા અને પ્રાસંગિક વ્યક્તવ્ય આપ્યું. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ સાથે બેડક હતી. તેમાં પણ અઢી કલાક સ્વસ્થતાપૂર્વક બેઠાં. શરીરમાં અસહ્ય પીડા હોવા છતાં પ્રસન્ન વદને કલાકે સુધી કાર્ય કરવું એ પૂજ્યશ્રીની આત્મિક શક્તિની વિશેષતા હતી. બીજે દિવસે તા. ૧૮ મી જુલાઈ, ૧૯૮૬ના દિવસે સમાધિપૂર્વક સવારે ૮-૦ વાગે “વલભમારક”માં જ કાળધર્મ પામ્યાં. ૧૩ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી, ૪૮ વર્ષના દીઘ સંયમપર્યાયમાં શાસનન્નતિનાં અનેક કાર્યો કર્યો ૬૧ વર્ષની વ, અને પિતાની નામ-કાતિ અમર કરી ગયાં. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર માટેની ઉછામણી અને અસંખ્ય ગ્રામ-નગરમાં યોજાયેલી ગુણાનુવાદસભાઓમાં તેમ જ અનેક મહાનુભાવોએ પાઠવેલી અંજલિઓમાંના શબ્દોમાં એમની મહાન વિભૂતિમત્તાનાં દર્શન થાય છે. પૂ. મહત્તરા જેન-ભારતી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાથી જે જે શાસનક હ્યાં છે તેની યાદી બનાવવામાં આવે તે પણ ઘણી મોટી થાય. દિલડીનું “વલભસ્મારક” તે અનન્યસિદ્ધ છે જ, પરંતુ અસંખ્ય જિન મંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણ માટેની પૂજ્યશ્રીની પ્રેરણા આશ્ચર્ય સર્જે છે. લુધિયાણામાં શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી આદિનાથ ભગવાનનાં મંદિર ચડા બજારનું જિન મંદિર, કાંગડાનું આદિનાથ જિન મંદિર, ચંદીગઢનું શ્રી મહાવીર જૈન મંદિર, માલેરકેટલાનું જગવલ્લભ પાર્શ્વનાથ મંદિર, સરધનાનું શ્રી સુમતિનાથ જૈન મંદિર, રાયકોટ, સમાના, સુનામ, જગાધરી, આદિ પંજાબનાં ગામેનાં મંદિરે, ઝરિયા. દહાણુ. ચિક મૈગલૌર, મૂડિબિદ્રી, સકલેસપુર આદિ દક્ષિણ ભારતનાં મંદિર, અંબાલામાં “વલ્લભ નિકેતન ઉપાશ્રય, માલેરોટલા, રાયકર, દિલ્હી, સરધના, દહાણું, મુંબઈ–ાર, મૈસુર, સરધાર, આદિ શહેરોમાંના ઉપાશ્રયના ઉદ્ધાર કે નિર્માણકાર્યો પૂજ્યશ્રીની પ્રેરણાથી થયાં. તદુપરાંત, પૂજ્યશ્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy