________________
શાસનનાં શમણીરત્નો.
[ પ૮૩ શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં ખૂબ રસ લીધું હતું. લુધિયાણામાં શ્રી આત્માનંદ જૈન હારિફૂલ, જેમાં આજે ૪૦૦૦થી વધુ વિદ્યાથીઓ ભણે છે; અંબાલામાં એસ. એ. જેન હાઈસ્કૂલ, મિડલ સ્કૂલ, કન્યા વિદ્યાલય, શિશુ વિદ્યાલય માટે વિપુલ ગદાન તેમ જ “શ્રી આત્માનંદ જેન કોલેજ માટે શ્રી આત્મવલ્લભ જૈન એજ્યુકેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી; દિલડી અને અંબાલામાં પુસ્તકાલય; અમૃતસર, લુધિયાણા, રાજકોટમાં અંધવિદ્યાલયોને સહાય; લુધિયાણામાં વિશાળ હોસ્પિટલ; દિલ્હીહિણીમાં હાઉસિંગ સોસાયટી, માલેર કેટલા, સરધાર, હસ્તિનાપુર, કાંગડા આદિ સ્થળેએ ધર્મશાળાઓ તેમ જ અનેક ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક સહાયનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્યશ્રીના ઉપદેશથી સમાજિક કુરૂઢિઓ-કુપ્રથાઓમાં સુધારાઓ, ધાર્મિક શિક્ષણ માટે મંડળે-શિબિરો આદિની વ્યવસ્થાઓ કરવામાં આવી. આમ, પૃપશ્રી એક સંસ્થા ન કરી શકે એવાં એવાં મહાન કાર્યો પિતાની અપ્રતિમ શક્તિ દ્વારા પાર પડી શક્યાં હતાં.
કંડની મધુરતા, ભાષાની ઓજસ્વિતા, વિનમ્રતા અને સ્નિગ્ધતા તેઓશ્રીની વાણીની વિશેષતા હતી. ગુરુ આત્મારામજી મહારાજનાં શૌર્ય અને હિંમત, ગુરુ વલ્લભની દીઘદષ્ટિ તેમ જ ગુરુ સમુદ્રની ગુરુભક્તિને ત્રિવેણી સંગમ તેઓશ્રીમાં સાકાર થયો હતો. એવાં એ સમર્થ શાસન પ્રભાવક સાધ્વી શ્રીજીને કોટિ કોટિ વંદના !
* શાસનપ્રભાવિકા” પદવીથી આભૂષિત પૂ. સાધવીવર્ય શ્રી જશવંતશ્રીજી મહારાજ
શાસનપ્રભાવિકા પૂ. સાધ્વી શ્રી જશવંતશ્રીજી મહારાજ પંજાબકેસરી પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વર મહારાજના સમુદાયનાં વિશિષ્ટ આર્યારત્ન હતાં. તેમને જન્મ ગુજરાનવાલા (પાકિસ્તાન)માં થયે હતો. તેમનું કુટુંબ આજે પણ કઠીવાળાના નામે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ લાલા હર શાહ અને માતાનું નામ અત્તરાબાઈ હતું. શાંતિલાલ તથા મહાનલકુમાર નામે ભાઈઓ અને સ્વર્ણાવતી તથા કમલાવંતી નામે બહેન હતી. ચંદ્રમા સમાન મુખ હોવાને લીધે માતાપિતાએ તેનું નામ ચાંદરાણી રાખ્યું. તે બાળપણથી જ ખૂબ હોંશિયાર હતી. માતાપિતાને સૌ ભાઈ-બહેન કરતાં તેના પર વિશેષ પ્રેમ હતો. તે પણ મા વિના એક ક્ષણ પણ રહી શકતી ન હતી. માતાને કેણ જાણે એવું સૂઝયું કે, પોતાનું આયુષ્ય અલ્પ છે અને અંતે પણ પરિવારને છોડીને જવાનું છે, તે શા માટે દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ ન સાધવું? બસ, આ વિચારને સાકાર કરવા પોતાની નવ વર્ષની બાળકી ચાંદરાણીને સાથે લઈને પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરીને પાલીતાણા પૂ. સા. શ્રી ચિત્તશ્રીજી મહારાજનાં ચરણોમાં પહોંચી ગયાં. ત્યાં જઈને દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. ત્યાં પાલીતાણાના મહારાજાએ નાની બાળકી ચાંદરાણીને ખૂબ સમજાવી, સંસારનાં પ્રલોભને આપ્યાં, પરંતુ પુત્રીના મુખમાંથી એક જ વાક્ય નીકળતું હતું કે, જે મારી મા કરશે તે હું કરીશ. મા-દીકરીએ દીક્ષા અંગીકાર કરી. માતા આનંદશ્રીજી નામે પૂ. હિતશ્રીજીનાં શિખ્યા અને પુત્રી જશવંતશ્રીજી નામે માતા આનંદૃશ્રીજીનાં રિયા બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org