________________
૩૬ ]
[ શાસનનાં શમણીરત્ન મહેકડ્યા કરે છે. બધી જ સાધ્વીજી એક કક્ષાની ન હેય. કેઈક વૃદ્ધ અને અભણ પણ હોય, પરંતુ સંયમમાગે તેમની સ્થિરતા દીપી ઊઠે છે. આત્મકલ્યાણનું તેઓનું ધ્યેય ચરિતાર્થ થયેલું જોઈ શકાય છે.
ધર્મ અને તત્વજ્ઞાનની દષ્ટિએ સાધ્વી-સમુદાયનું મહત્વ તે છે જ, પરંતુ સામાજિક અને આર્થિક દૃષ્ટિએ પણ સાધ્વી-સમુદાયની એટલી જ ઉપગિતા છે. વિધવા, ત્યકતા કે અપરિણીત સ્ત્રીઓ પિતાનું એકલું જીવન દુઃખમય સંજોગોમાં કેઈની મેહજાળમાં ફસાઈને કે લાચારીથી પસાર કરવાને બદલે સાધ્વીસંઘમાં જોડાઈને પિતાના જીવનને ગૌરવભેર કૃતાર્થ કરી શકે છે. અમારા એક વડીલ નાગર પ્રાધ્યાપકે એક વખત મને કહ્યું હતું તેનું મરણ તાજુ જ છે, કે રમણભાઈ! તમારી જેન સાધ્વીઓને જોઈને હું બહુ ગગદિત થાઉં છું. મારી દીકરીને સાસરિયાના ત્રાસથી ત્રાસીને આપઘાત કર્યો, પરંતુ હું જે જૈન હોત તે તેને એ ત્રાસમાંથી છોડાવીને જૈન સાધ્વી બનાવી શક્યો હોત. મારી દીકરી ખરેખર બહુ જ પ્રજ્ઞાશીલ હતી. યુનિવર્સિટીમાં એણે ચંદ્રક મેળવ્યા હતા. એ જે જૈન સાધ્વી બની હોત તે ખરેખર એક તેજસ્વી સાધ્વી બની શકી હોત. આટલું કહેતાં તે એ વડીલ પ્રાધ્યાપકની આંખમાંથી પિતાની વહાલી અને લાડકવાયી દીકરીના જીવનના અકાળે આવેલા કરૂણ અંત માટે આંસુ વહેવા લાગ્યાં હતાં.
દુઃખગર્ભિત વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમી શકે છે. સામાજિક સમસ્યાઓ અને લાચારીને કે આર્થિક વિષમતાને કારણે વિવશ બનીને જીવન જીવતી મહિલાઓ દીક્ષા લઈને, સાધ્વીસંઘમાં જોડાઈને એક સારો આશરે મળતાં, પિતાના દુઃખને ભૂલી જાય છે. અને પછી સંયમની આરાધના તરફ વળતાં પોતાના જીવનને જ્ઞાનગર્ભિત બનાવી શકે છે.
ભગવાન મહાવીર સ્વામી ધ સંઘની સ્થાપના કરીને સાધ્વી ચંદનબાળાને સાવ સમુદાયની મુખ્ય પ્રવતિનીના પદે સ્થાપે છે. પછી મૃગાવતી વગેરે સાધ્વીઓ સહિત એ સમુદાય ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે રહ્યો છે.
જૈન શાસનની એક એવી મહત્તા છે કે ઠેઠ 2ષભદેવ ભગવાનના સમયથી ભગવાન મહાવીરસ્વામીના સમય સુધી અને આજ પણ સાધુઓ કરતાં સાધ્વીજીઓની સંખ્યા વધુ રહી છે. (તેવી રીતે શ્રાવકે કરતાં શ્રાવિકાઓની સંખ્યા વધુ રહી છે.)
આવાં તેજસ્વી સાધ્વીર વડે દીપ્તિમંત બનેલી આપણી આ અદ્વિતીય ઉજજવલ પરંપરાનું ભાવિ પણ એટલું જ ઉજજવલ છે. જંબુકુમારની પત્નીઓ, સ્થૂલિભદ્રની બહેને, વજસ્વામીની માતા, હરિભદ્રસૂરિની માતાતુલ્ય યાકિની મહત્તરા, હેમચંદ્રાચાર્યની માતા, સાધ્વી પાહિણી વગેરે કેટલાંય તેજસ્વી રને આ ઉજજવલ પરંપરામાં આપણને જોવા મળે છે. એ બધાને પરિચય કરાવતે આ ગ્રંથ પ્રગટ કરવા માટે ભાઈ શ્રી નંદલાલ દેવલુક અભિનંદનના અધિકારી બન્યા છે. તેમને પોતાના ગ્રંથ-પ્રકાશનનાં કાર્યોમાં ઉત્તરોત્તર સારી સફળતા મળતી રહે એવી હાર્દિક શુભ કામના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org