SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૫ જયંતી, વિજયા, પ્રગભા વગેરેના ઉલ્લેખ મળે છે. ભગવાન પાર્શ્વનાથના ઉપદેશથી ૨૧૬ કુમારિકાએ દીક્ષા લીધી હતી અને એમાંની ઘણી સાધ્વીઓનાં નામોને ઉલ્લેખ જ્ઞાતા ધર્મકથા, આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રંથમાં મળે છે. ભગવાન મહાવીરસ્વામીએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને તેમાં સાધ્વીને તથા શ્રાવિકાને સાધુ અને શ્રાવક જેટલું જ મહત્વનું સ્થાન આપ્યું છે. દરેક જીવમાં વસેલો સિદ્ધસ્વરૂપી આત્મા રામાન છે, એ દષ્ટિએ ભગવાને મહિલાઓનું જે ગૌરવ કર્યું તે એ કાળની દષ્ટિએ એક કાંતદશી પગલું હતું એમ કહી શકાય. એ જ કાળની બીજી એક મહત્ત્વની ઘટનાને અવકીએ તે જણાશે કે ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપનામાં શ્રમણીઓને ગૌરવભર્યું સ્થાન આપીને અને એમના આહાર-વિહારના તથા આચારના કડક નિયમે બતાવીને કેવી એક ભવ્ય ઉજજવલ પર પરા ધાપવાનું કાર્ય કર્યું છે ! ભગવાન ગૌતમ બુદ્ધ ધર્મ પ્રવર્તન કર્યું, દીક્ષા આપીને ભિખુએને સંઘ સ્થાપે. ત્યાર પછી કેટલાક કાળે જ્યારે ભગવાન બુદ્ધને ભિખુણીઓનો સંઘ સ્થાપવાની અરજી કરવામાં આવી, ત્યારે તેમણે એ સંઘ સ્થાપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. ચંચલ મનની સ્ત્રીઓ ભિખુણી થાય છે તેથી તેમનામાં તે શિથિલાચાર પ્રર્વતે અને પછી ભિખુઓમાં પણ શિથિલાવાર આવે એવું જોખમ એમને જણાતું હતું. આમ છતાં ખુદ ભગવાનની માતા મહાપ્રજાપતિને ભિખુણી બનવાની તીવ્ર ઈચ્છા થઈ અને તેમના ઉત્કટ વૈરાગ્યને જોઈને ભગવાનના મુખ્ય શિષ્ય આનંદે ખૂબ આગ્રહભરી વિનંતી કરી ત્યારે ભગવાન બુદ્ધ અનિચ્છાએ ભિખુણ સંઘની સ્થાપના કરી હતી અને આનંદને કહ્યું હતું કે ભિખુણી સંઘનું ભાવિ પિતાને થોડાં સૈકાથી વધુ જણાતું નથી. એમણે કરેલી આગાહી સાચી પડી અને બૌદ્ધધર્મમાંથી ભિખુણ સંઘ નષ્ટ થઈ ગયું. આ ઘટનાની સાથે ભગવાન મહાવીરસ્વામીએ જે સાધ્વીસંઘ પ્રર્વતા તેની સરખામણી કરીએ તો સાધ્વીસંઘની પરંપરા આજે અઢી હજાર વર્ષ સુધી અવિચ્છિન્ન ચાલતી રહી છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. દુનિયાના બીજા ધર્મને વિચાર કરીએ તે તેમાં પણ આવી પરંપરા જોવા મળતી નથી. દુનિયાના તમામ ધર્મોમાં આજે જે સૌથી વધુ સંખ્યામાં સાધ્વીઓ હોય તે તે જૈનધર્મમાં છે. જેના ધર્મ પાળનારાં લેકેની કુલ સંખ્યાની ટકાવારીમાં તો એ વધુ ચડી જાય છે. કઈ એવી વાત છે કે જેને કારણે આ પરંપરા આટલા કાળ સુધી જીવંત રહી છે ? અને ભવિષ્યમાં પણ જીવંત રહેશે? એ છે ત્યાગ, વૈરાગ્ય અને સંયમની આરાધના. આત્માથી સાધ્વીઓ અલપતમ વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ સાથે ગામેગામ વિહાર કરતી રહે છે. પાદવિહાર, ગોચરી અને લેચ વગેરેને કારણે સાધ્વી સમુદાય ગૌરવભેર પોતાનું જીવન વ્યતીત કરે છે જે રીતે જૈનધર્મમાં સાધ્વીઓ પિતાનું જીવન વિતાવે છે. એ રીતે એ પ્રકારનું જીવન દુનિયાના કેઈ પણ દેશમાં કે કઈ પણ ધર્મમાં જોવા નહિ મળે. આ સાધ્વી સમુદાય તપ, જપ, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, આવશ્યક ક્રિયાઓ વગેરે દ્વારા પિતાના દૈનિક જીવનને ભર્યું ભર્યું રાખે છે. એમના સમુદાયમાં પવિત્રતાનું એક વાતાવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy