SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્વિતીય ઉજજ્વળ પરંપરાનું દિગ્દર્શન ડો. રમણલાલ ચી. શાહ ભાઈશ્રી નંદલાલ દેવલુકે “શાસનનાં મણીરત્ન” નામનો આ દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે તેને આવકારતાં મને અત્યંત હર્ષ થાય છે. ભાઈશ્રી નંદલાલ દેવલુકે “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો” નામને જે માહિતીસભર વિસ્તૃત આકર ગ્રંથ તૈયાર કર્યો હતો, તેની છેડા વખતમાં જ બીજી આવૃત્તિ છપાઈ તે બતાવે છે કે તેમના આ પ્રશસ્ય કાર્યની કેટલી બધી કદર થઈ છે ! ભાઈશ્રી દેવલુકે અગાઉ “ગુજરાતની અસિમતા,” “સૌરાષ્ટ્રની અમિતા,” “ભારતીય અસ્મિતા, ” “વિશ્વની અસ્મિતા,' વગેરે મોટા દળદાર ગ્રંથ તૈયાર કર્યા છે અને હવે પદ્માવતી માતા, શ્રી ગુરુ ગૌતમસ્વામી વગેરે વિશે પણ ગ્રંથ તૈયાર કરી રહ્યા છે એ જોતાં એક વ્યક્તિ ધારે તે એકલા હાથે કેટલું મોટું કાર્ય કરી શકે છે તેની પ્રતીતિ થાય છે. શ્રી દેવલુકને તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતે' નામના ગ્રંથને જે ઉષ્માભર્યો આવકાર મળે તેથી પ્રભાવિત થઈને તેમણે શાસનનાં શ્રમણરત્નો” ગ્રંથ તૈયાર કરવાની યેજના ઉપાડી. અલબત્ત, જેટલી સાચી શ્રમણ ભગવંતે વિશે મળે છે તેટલી ઐતિહાસિક સામગ્રી શ્રમણરત્નો વિશે મેળવવાનું સહેલું નથી. આમ છતાં જે કઈ વ્યક્તિ શ્રમણીરત્નના જે કંઈ સંદર્ભો મળે છે તે એકત્ર કરે તે આ વિષયમાં ઘણે સરસ નો પ્રકાશ પડે તેમ છે. એ કાર્ય ભાઈશ્રી દેવલુકે આ ગ્રંથ દ્વારા કર્યું છે. ભગવાન મહાવીરસ્વામીની પૂર્વ પ્રથમ તીર્થકર શ્રી ઝાષભદેવ ભગવાનથી માંડીને તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના કાળનું કોઈ લેખિત સાહિત્ય આપણને ઉપલબ્ધ નથી. કાળપ્રવાહમાં એ નષ્ટ થઈ ગયું છે. એટલે એ કાળમાં બનેલી કેટલીએ મહત્ત્વની ઘટનાઓ અને કેટલાયે તેજસ્વી શ્રમણીરત્નોની આપણને કશી માહિતી મળતી નથી. આગમગ્રંથમાં જે ઉલ્લેખ મળે છે તેને આધારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે તીર્થકર શ્રી કષભદેવ ભગવાનની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને આપણે આ અવસર્પિણીના કાળનાં પ્રથમ તેજસ્વી સાધ્વરિત્ન તરીકે ઓળખાવી શકીએ. એ બંને સાધ્વીઓ દ્ધિક દૃષ્ટિએ કેટલી બધી તેજસ્વી હશે કે બાષભદેવ ભગવાને પોતે લિપિ અને અક્ષરજ્ઞાન શીખવવા માટે બ્રાહ્મીની પસંદગી કરી ( એના કારણે આજ દિવસ સુધી જૂનામાં જૂની લિપિ તે બ્રાહ્મી લિપિ તરીકે ઓળખાય છે) અને ગણિત શીખવવા માટે સુંદરીની પસંદગી કરી. ગણિતનો વિષય એટલે સરળ નથી, ઘણે અટપટે છે. જ્યારે આટલા બધા સાધુ-સાધ્વીઓ અને શ્રાવક શ્રાવિકામાંથી અષભદેવ ભગવાને સુંદરીની પસંદગી કરી તે બતાવે છે કે સુંદરી કેટલી બધી બુદ્ધિશાળી અને તેજસ્વી હશે ! - ભગવાન રાષભદેવના સમયથી પાર્શ્વનાથના સમય સુધીમાં બ્રાહ્મી અને સુંદરી ઉપરાંત સેનાદેવી, સિદ્ધાર્થી, મંગલા, પૃથ્વી, લક્ષમણ, શિવદેવી, રાજીમતી, દમયંતી પુષ્પચૂલા, સોમા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy