________________
શાસનનાં શ્રમણરત્નો !
[ પ૭૩
ગૌણ કરીને, જલદીથી વિહાર કરીને વડોદરા પધાર્યા. ત્યારથી માંડીને આજ સુધી, એટલે કે છેલ્લાં ૧૫ વરસથી વડોદરામાં, જાની શેરીમાં સ્થિરવાસ રહેલાં છે. બે વર્ષ બાદ, કેન્સરથી પીડાતાં સાધ્વીજી કાળધર્મ પામ્યાં, એટલે ગુરુસ્થાનીય પૂ. માચીગુરુની એક પણ શિષ્યા હયાત ન હોવાથી તેઓશ્રીની સેવા માટે વડોદરા જ રોકાઈ ગયાં. પૂ. પ્ર. શ્રી કરશ્રીજી મહારાજની વૃદ્ધાવસ્થા હોવાથી પૂ. આચાર્ય ભગવંતની આજ્ઞાથી સં. ૨૦૩૬માં તેઓશ્રીને પ્રવતિ નીપદથી વિભૂષિત કરવામાં આવ્યાં. આજે સમુદાયની જવાબદારી ગંભીરતાપૂર્વક નિષ્ઠાભાવે ઉપાડી રહ્યાં છે. તેઓશ્રીની શીતલ છાયામાં ર૭ સાધ્વીજી ભગવંતેનો પરિવાર સાધુના ૨૭ ગુણેની સમાન શેભી રહ્યો છે.
સં. ૨૦૪૨ માં બીજા શિષ્યા શ્રી વિરાગરસાશ્રીજીએ દીક્ષા અંગીકાર કરી, જેઓ આજે પણ પૂ. ગુરુદેવની અને સમુદાયની ખંતથી ખડે પગે સેવા કરીને અઢળક કર્મોની નિર્જરા કરી રહ્યાં છે. આજે પૂર્ણ વૃદ્ધાવસ્થા, ૮૫ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ પણ રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધના અપ્રમત્તભાવે નિયમિત કરી રહ્યાં છે, અને કરાવી રહ્યાં છે. તે સાથે પરમાત્મભક્તિ અને ક્રિયાની અભિરુચિ પણ અનુપમ અને અજોડ છે. ક્ષમા, માવ, આવ આદિ ૧૦ યતિધર્મો પૂજ્યશ્રીના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા છે. આજે પણ પિતાનું કાર્ય જાતે જ કરી રહ્યાં છે. હજુ સુધી એક પાતરી પાણી કાઈ પાસેથી માંગીને વાપયુ નથી. ગમે તેવા આશાતાને ઉદ્દયમાં પણ ક્યારેય મુખ પર કાયરતાના ભાવ જણાયા નથી. જ્યારે જોઈએ ત્યારે હાથમાં પુસ્તક કે નવકારવાળી સિવાય કેઈજ પ્રવૃત્તિ નહિ. બોલવાનું પરિમિત શબ્દોમાં. ક્યારેય ઊંચા સાદે બેલે નહિ. ૧૭ વર્ષના વડોદરાના સ્થિરવાસમાં અન્ય સમુદાયનાં સાધ્વીજી ભગવંતે આવે તેમની સાથે પ્રેમભાવથી વતેતેઓને જોઇતી સગવડ કરી આપે. પિતે થેડીઘણી પ્રતિકૂળતા વેઠીને બીજાને અનુકૂળતા કરી આપે.
ખરેખર, પૂજ્યશ્રીના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. તેઓશ્રીની સંયમની સુવાસ ચારે બાજુ ફેલાઈ રહી છે. આવા અગણિત ગુણોના ભંડાર, ગુણાતીત પૂ. ગુરુદેવ ૬૪ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પૂર્ણ કરીને ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યાં છે. સેનામાં સુગંધ ભળે તેમ સં. ૨૦૪૭માં ઘડિયાળી પિળમાં રહેલા શ્રી કુંથુનાથ જૈન દેરાસરે શ્રી શત્રુંજ્યને પટ પિતાની સપ્રેરણાથી, જાની શેરી મહિલા ઉપાશ્રયની બહેને તરફથી કરાવ્ય; તેમ જ સં. ૨૦૪૮ માં પિતાના આત્મશ્રેયાથે શ્રી શાંતિસ્નાત્ર સહિત એકાદશાનિકા મહોત્સવ કરાવીને અપૂવ શાસનપ્રભાવના કરી. પૂજ્યશ્રી નિરામય સ્વાશ્યપૂર્વક સુવિશુદ્ધ સંયમમાગની આરાધના કરતાં કરતાં શતાયુ થાઓ સ્વસમુદાય પર અપાર અમદષ્ટિ વરસાવતાં રહો એ જ મંગલકામનાઓ સાથે પૂજ્યશ્રીનાં પાવન ચરણમાં કેટિ કેટિ વંદના !
સૌજન્ય : પૂ. સા. શ્રી મુક્તિશ્રીજી મહારાજની પ્રેરણાથી જૈન મહિલા ઉપાશ્રયની ઓંને તરફથી
જાની શેરી, ઘડીયાળી પિળ, વડોદરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org