SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૪ ] [ શાસનનાં શમીરને ઉત્કૃષ્ટ જ્ઞાનોપાસક, મહાન તપસ્વિની અને દીર્ધ દીક્ષાપયાથી પૂ. સાધ્વીવર્યા શ્રી તિલકશ્રીજી મહારાજ ગુજરાતની ધર્મનગરીઓમાં કપડવંજ મોબરે છે. ત્યાં શેડ પાનાચંદ મગનલાલના ધર્મપત્ની સમરતબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯૬૭ના શ્રાવણ સુદ પાંચમને શુભ દિને એક પુત્રીરત્નને જન્મ થયો. માતાપિતાએ તારા સમાન પ્રકાશતી પુત્રીનું નામ તારા રાખ્યું. કપડવંજ આ તારાબહેનની જન્મભૂમિ હતું અને ધમભૂમિ તેમ જ કર્મભૂમિ પણ બની રહ્યું. સમરતબહેનના ધર્મસંસ્કાર તે તેનામાં ઊતર્યા જ હતા, ત્યાં સાધ્વી શ્રી માણેકશ્રીજી મહારાજના સહવાસમાં આવતાં સંસારની અસારતા સમજાવા લાગી. આમ, ૧૬ વર્ષની નાની વયે દીક્ષા લેવાની ભાવના થઈ માતા-પિતા સંસ્કારી હોઈ સહજમાં રજા મળી. પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજનાં આજ્ઞાતિની સાથ્વી શ્રી દાનશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે સં. ૧૯૮૪ ના વૈશાખ વદ પાંચમના શુભ દિને પૂ. પં. શ્રી નેમવિજયજી ગણિવર્ય પાસે દીક્ષા અંગીકાર કરી તિલકશ્રીજી નામ ધારણા કર્યું. બીજે જ વર્ષે સં. ૧૯૮૫ ના મહા વદ પાંચમે, પાટણમાં પ્રવર્તક મુનિ શ્રી કાંતિવિજયજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી નેમવિજયજી મહારાજના શુભ હસ્ત વકીદીક્ષા થઈ દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રીએ સમગ્ર જીવન જ્ઞાન, ધ્યાન અને તપશ્ચયમાં લગાવી દીધું. કાવ્ય, ન્યાય, વ્યાકરણ આદિનું જ્ઞાન સંપાદન કર્યું. અનેક પ્રકારની તપસ્યાઓ દ્વારા કમની નિમણા કરી. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, માળવા, મેવાડ વગેરે પ્રદેશમાં વિહાર કર્યો. સમેતશિખરજીની યાત્રા તથા શત્રુંજયની ત્રણ વખત નવ્વાણું યાત્રા કરી. તેઓશ્રીના પરિવારમાં મુખ્ય શિષ્યા ભદ્રાશ્રીજી, પ્રશિષ્યા સુજ્ઞાનશ્રીજી. શિષ્યા સુધમાં શ્રીજી, પ્રવીણથીજી, પ્રશાંતશ્રીજી તથા સુનંદાશ્રીજી આદિ છે. જેમાં ચાર તે પૂજ્યશ્રીનાં સંસારી બહેન છે. પક્ષઘાતને લીધે છેલ્લાં ત્રણ વર્ષ પાલીતાણામાં સ્થિરવાસ રા. ૪૫ વર્ષને દીર્ધા પર્યાય પાળી અષાઢ વદ ૩ ના દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. એવાં એ તપસ્વિની સાધ્વીવર્યાને શત શત વંદના ! શાસનના તેજસ્વી તારક. જવલંત લોકપ્રીતિ સંપાદન કરનાર, વ પર કલ્યાણ-સાધિકા સાવીરત્ના શ્રી શીલવતીશ્રીજી મહારાજ યુગદ્રષ્ટા પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સમાજકલ્યાણના ચાહક અને પ્રતિવાંછુ સાધુશ્રેષ્ઠ હતા. તેઓશ્રીએ પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વી-સમુદાયના વિકાસની પૂરી અનુકૂળતા કરી આપવાની દીર્ધદષ્ટિ દર્શાવી. આવી ઉદારતાને લાભ લઈને પિતાને તથા પિતાના નાનાસરખા સાધ્વીસમુદાયને વિકાસ સાધવા સદા તત્પર પૂ. સાધ્વીજી મહારાજ શ્રી શીલવતીશ્રીજી એક વ્યવહારદક્ષ. સદા જાગ્રત અને શાસનભક્તિપરાયણ ધર્મ ગુણી થઈ ગયાં. સંત, સતીઓ, શૂરાઓ અને સાહસિકેની ભૂમિ સૌરાષ્ટ્ર પૂ. શીલવતીશ્રી જી મહારાજનું જન્મસ્થાન. રાણપરડા ગામમાં તેમને જન્મ. સંસારી નામ શિવકુંવરબહેન. તે સમયમાં કન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy