SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ર ] [ શાસનનાં શમણીરત્નો પૂ. શ્રી દર્શનવિજ્યજી મહારાજના વરદ હસ્તે સંયમ ગ્રહણ કરીને પરમ વાત્સલ્યવારિધિ પૂ. ગુરુણી શ્રી હેમશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કરી શ્રી વિનીતાશ્રીજી નામે તેઓશ્રીનાં લાડીલા શિષ્યા થયાં. ચારિત્ર લઈને ગુરુદેવની શીતળ છાયામાં દિનપ્રતિદિન જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ. વિનયમાં આગળ વધવા લાગ્યાં. દીક્ષા બાદ બાલાપુરથી વિહાર કરી નાગપુર, બુરહાનપુર આદિ ક્ષેત્રમાં ચાતુર્માસ કર્યો. પછી ગુજરાત પધાર્યા. પૂ. ગુરુણી સાથે વડોદરા, જામનગર, ભાણવડ, અમદાવાદ આદિ સ્થળોએ ચોમાસા કર્યા. કાઠિયાવાડ અને મારવાડનાં તીર્થોની યાત્રાઓ કરી. પૂ. ગુરુદેવ પાસે રહીને અનેક સૂત્રો. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. માસક્ષમણ, સિદ્ધિતપ, બે વર્ષીતપ પંચાવન વર્ધમાન તપની ઓળીઓ. વીસ્થાનક, સહસ્ત્રકૂટ, કલ્યાણક ઓચ્છવ તપ આદિ અનેકવિધ તપશ્ચર્યાઓ કરી. બાર નિથિ ક્યારેય એકાસણાથી ઓછું તપ ન હોય. પાંચમની આરાધના આજ સુધી મૂકી નથી. સં. ૨૦૧૩ માં વડોદરામાં શ્રી જયકાન્તાશ્રીજી પૂજપશ્રીનાં શિષ્યા બન્યાં. પૂજ્યશ્રી દીક્ષા બાદ કેવિસ પૂ. ગુરુજીથી છૂટા પડયાં ન હતાં, પરંતુ આ જગતમાં કાળરાજા જેવું ઈર્ષાળુ બીજું કોઈ નથી. તે કેઈના સુખને જોઈ શકે નહિ. ગ. ૨૦૧૫ માં પૂ. ગુરુદેવ હેમશ્રીજી મહરાજ તથા પૂ. માસીપુ૨ કપૂરથીજી મહારાજ સાથે પાલીતાણા ગયાં. તે ચોમાસામાં શ્રાવણ સુદ પાંચમે અલ્પ સમયની માંદગી ભોગવી પિતાની શિષ્યા-પ્રશિષ્યાઓને પૂ. ગુરુબહેનને બળે સોંપીને સ્વર્ગે સિધાવ્યાં. તે સમયે પૂ. વિનીતાશ્રીજી પર આભ તૂટી પડ્યું. જેમણે એક દિવસનો પણ વિયોગ સહ્યો ન હતો તેમને પૂ. ગુરુદેવ સાથે જિંદગીભરનો વિયોગ થયે. પરંતુ પૂજ્યશ્રીએ જ્ઞાન-વૈરાગ્ય એટલાં આત્મસાત્ કર્યા હતાં કે છેડા જ સમયમાં સમતા પ્રાપ્ત કરી શક્યાં. તે વખતે પિતાનાં બે વડીલ ગુરુબહેન વૃદ્ધાવસ્થાના કારણે વડોદરા હતાં. પૂ. ગુરુદેવના કાળધર્મના સમાચાર સાંભળતાં બન્નેને ખૂબ આઘાત લાગ્યો. તેથી તે બંનેને સાંત્વના આપવા માટે પોતાના લઘુગુરુબહેન મુક્તિશ્રીજી મહારાજને સાથે લઈને તાબડતોબ વિહાર કરીને વડોદરા આવ્યાં અને ગુરુસ્થાનીય ગુબહેનની સેવામાં જોડાયાં. દીક્ષા લીધા બાદ ત્રીશ-પાંત્રીશ વરસ ગુજરાત અને મારવાડ, પાલનપુર, પાટણ આદિ ક્ષેત્રોમાં વિચર્યા હોવાથી હવે જન્મભૂમિ પિકારી રહી હતી. તેથી જન્મભૂમિને પાવન કરવા પિતાના ગુરુબહેનનાં શિખ્યા-પ્રશિખ્યાઓને લઈને મહારાષ્ટ્ર બાજુ વિહાર કર્યો. આ બાજુ છ છ મહિનાના અંતરે વડોદરામાં બંને ગુરુબહેન કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રીએ ધૂલિયા, શિરપુર, અકેલા, બાલાપુર આદિ સથળેએ ચાતુર્માસ કરીને અનેકવિધ શાસનપ્રભાવનાઓ કરી. બાલાપુરમાં દાદાવાડીમાં શત્રુંજયની સ્મૃતિ નિમિત્ત આદીશ્વરદાદાની ચરણપાદુકાની સ્થાપના કરાવી. ત્યાર બાદ, અંતરિક્ષશ્રી, ભદ્રાવતી તીર્થની યાત્રા કરી, પૂના પૂ. આ. શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કરીને પૂ. પંજાબ કેસરી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરના દર્શનાર્થે મુંબઈ પધાર્યા. મુંબઈનાં વિવિધ સ્થાનોમાં રહેલાં જિનમંદિરનાં તેમ સમાધિમંદિરનાં દર્શન કરી વડેદરા પૂ. કરિશ્રીજી મહારાજની નિશ્રામાં પધાર્યા અને ત્રણ-ચાર વરસ માસીગુરુની સેવામાં રહ્યાં. છેવલી સિદ્ધાચલની યાત્રા કરવાની, દાદાને ભેટવાની ભાવના હતી, તેથી નાની ગુરુબહેન સાથે ધીરે ધીરે વિહાર કરી પાલીતાણું પધાર્યા. ત્યાં નવ્વાણું યાત્રા તથા ચેમાસું કરીને બોટાદ મુકામે ચોમાસું કર્યું. એ ચોમાસા પછી વડેદરા પૂ. કપૂ૨શ્રીજી મહારાજના એક શિષ્યાને કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાવ્યું તે સમાચાર મળતાં, બીજી યાત્રાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy