________________
શાસનનાં શ્રમણીરત્ન ]
| [ પ૬૯ જ વતની લલિતાબહેનને પણ ચારિત્ર લેવાની ભાવના જાગી અને માતાપિતાની અનુમતિ મેળવી વિ. સં. ૧૯૯૧ ના માગશર સુદ ૯ ના પવિત્ર દિને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે ચારે મુમુક્ષુ બહેનોએ દીશા અંગીકાર કરી. કમળાબહેન અને સુંદરબહેન પૂ. દાનશ્રીજી મહારાજનાં શિખ્યારૂપે વિદ્યાશ્રીજી તથા વિનયશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં.
ચારિત્ર અંગીકાર કરીને બંને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનામાં દિન-પ્રતિદિન બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતાં રહ્યાં. જ્ઞાનાવરણીય કમનો ક્ષયપશમ પણ ગજબ હતું, કે જેના વડે થોડા જ સમયમાં કર્મગ્રંથ, જ્ઞાનસાર, પંચસંગ્રહ. સંસ્કૃત, પ્રાકૃત આદિનો અભ્યાસ કરી લીધો. પૂ. શ્રી વિનયશ્રીજી મહારાજમાં પ્રથમથી જ શાંતગની સરસ્વતી, ભક્તિયેગની ભાગીરથી અને જ્ઞાનયોગની યમુનાનો ત્રિવેણી સંગમ થયું હતું. તેઓશ્રીની દીક્ષા પછી તેમને કુટુંબમાંથી ૧૧ મુમુક્ષુ આત્માઓએ ચારિત્રપંથે પ્રયાણ કર્યું. પૂજ્યશ્રીનાં સંસારી બહેનની પુત્રી ભદ્રાને બાર વર્ષની બાલ્યાવસ્થામાં ચારિત્ર લેવાની ભાવના જન્મી અને ચારિત્ર ગ્રહણ કરી, પૂ. વિદ્યાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. ૩કારશ્રીજી મહારાજ તરીકે જાહેર થયાં.
પૂજ્યશ્રીની જ્ઞાનપ્રાપ્તિની ધગશ અજબ હોવાથી પાટણમાં પંડિત વીરચંદભાઈ પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ વ્યાકરણનો સતત પાંચ વર્ષ અભ્યાસ કર્યો. રાણપુરમાં બાર મહિના રોકાઈને, દિવસના ૬ કલાક અભ્યાસ કરીને અઢાર હજારી વ્યાકરણનું અધ્યયન કર્યું. સવારે નવકારશી કરતાં પહેલાં ૧૦૦૦ ગાથાને સ્વાધ્યાય મુખપાઠ કરી જતાં. તેઓશ્રી માનતાં કે જ્ઞાન તે દિવાકર સમાન છે.
મહર્ષિ શ્રી ધર્મદાસગણિ જ્ઞાન માટે “ઉપદેશમાલા”માં જણાવે છે કે, “સ્વાધ્યાયમ વત આત્મા ક્ષણે ક્ષણે વૈરાગ્યને ઉત્પન્ન કરે છે અને વૈરાગ્ય આત્મસાધનાને પામે છે. આ સૂત્ર પૂ. ગુરુદેવે પિતાના જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધું હતું. તેઓશ્રી પ્રમાદને આત્માને કટ્ટર શત્રુ માનતાં. નાનાં નાનાં સાધ્વી ભગવંતાને સામેથી બોલાવી સ્વાધ્યાયમાં જોડતાં. કમગ્રંથના વિષયમાં એમની “માસ્ટરી” હતી. છ કમ ગ્રંથના ભાંગ કરાવતાં પુસ્તકની જરૂર ન પડતી. ગમે તે ભાંગા, ગમે તે સમયે પૂછે, તરત જ મેઢે જવાબ આપી દેતાં. કઈ પણ ગચ્છનાં સાધ્વીજીને વત્સલતાથી ભણાવતાં. છેલલા ચાર વર્ષ અસ્વસ્થતાને લીધે પાલીતાણા સ્થિરતા કરી ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા-કરાવવામાં અપૂર્વ રસ લૂંટાવતાં રહ્યાં.
પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૧૧ દીક્ષાઓ થઈ પછી એ કમ સતત જળવાઈ રહ્યા. સં. ૧૯૯૯માં પિતાના સંસારી ભાઈની બે પુત્રીઓને દીક્ષા પ્રદાન કરી સા. શ્રી કાન્તાશ્રીજી અને પ્રશિષ્યા સા. શ્રી કંચનશ્રીજી જાહેર કર્યા. વડોદરામાં મણિલાલ ગોરજીની સુપુત્રી પુપાએ તેઓશ્રીથી પ્રતિબંધ પામીને દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી, તે વખતે પૂ. કાંતાશ્રીજી તથા પૂ. કંચનશ્રીજી સાથે બીજા છ બહેનોને પણ વષીતપનાં પારણાં હોવાથી પાલીતાણા વિહાર કર્યો. પારણું કર્યા બાદ વૈશાખ સુદ ૧૧ ના શુભ દિને પુષ્પાબહેનને દીક્ષા પ્રદાન કરી પુષ્પાશ્રીજી ઘોષિત કર્યા. સં. ૨૦૦૮ માં પિતાના સંસારી ભાઈની પુત્રી નિર્મળા અડ્ડાઈ-૪૫ આગમનાં એકાસણ તથા ઉપધાનતપ કર્યા અને કપડવંજ મુકામે દીક્ષા ગ્રહણ કરી સ્વયંપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. સં. ૨૦૧૦ માં વડોદરામાં કેલિાબહેને દીક્ષા અંગીકાર કરી સા. શ્રી કમલપ્રભાશ્રીજી થયાં. ત્યાર પછી બહેન નીરુ અને જાસૂદ પણ વૈરાગ્યવાસિત થતાં તેઓ કુશલશ્રીજી તથા યશદાશ્રીજી નામે પૂજ્યશ્રીનાં પ્રશિષ્યા થયાં. ત્યાર બાદ પિતાના સંસારી ભાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org