________________
૫૬૮ ]
[ શાસનનાં શમણુરને સંયમની સાધના એટલે પંચાચારનું પાલન. સંયમજીવન એટલે મોક્ષમાર્ગની સાધનાનું પ્રથમ પાન. પૂ. શ્રી વિદ્યાશ્રીજી મહારાજે પૂ. ગુરુજી પાસેથી ગ્રહણશિક્ષા–આસેવન શિક્ષા પ્રાપ્ત કરી. જ્ઞાનયોગ, ધ્યાન, ભક્તિયોગ, ક્રિયાગ, તપયોગ દ્વારા સંયમજીવનની સાધના કરી. પૂ. ગુરુજીની આજ્ઞા તે જ જીવન –એ તેમનો જીવનમંત્ર હતા. જ્ઞાનગની સાધનામાં દ્રવ્યાનુયેગ, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, છંદ વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ધ્યાનગ–ભક્તિયોગમાં પણ ઓતપ્રેત બની ગયાં. નાનામાં નાની પરમાત્માની પ્રતિકૃતિનાં દર્શન માટે પાંચ-દસ–પંદર કિલોમીટર વિહાર કરતાં. પરમાત્માની પ્રતિકૃતિ આપણા વિકારોને દૂર કરનારી છે. પરમાત્માનાં દર્શન માટે પૂજ્યશ્રીને ક્યારેય ભૂખ-તરસ, ટાઢ-તડકો લાગતો ન હતો. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે પ્રાન્તમાં વિહર્યા. સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા કરી. તપ–ધર્મની ખૂબ ખૂબ આરાધના કરી.
- પૂજ્યશ્રીને બે શિષ્યાઓ ૧. સા. શ્રી વકારશ્રીજી અને ૨. સા. શ્રી વિદ્યુપ્રભાશ્રીજી તથા છ પ્રશિષ્યાઓ ૧. સા. શ્રી યશેાદાશ્રીજી, ૨. સા. શ્રી જયંતપ્રભાશ્રીજી, ૩. સા. શ્રી ધર્મજ્ઞાશ્રીજી, ૪. સા. શ્રી મૃદુતાશ્રીજી, પ. સા. શ્રી વિપુલયશાશ્રીજી અને ૬. સા. શ્રી હેમરત્નાશ્રીજી છે. પાવાગઢ તીર્થની અંજનશલાકા-પ્રતિષ્ઠા સમયે પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયઈન્દ્રદિસૂરીશ્વરજી મહારાજે તેમને પ્રવતિ નીપદ આપ્યું. હાલમાં સિદ્ધક્ષેત્રમાં રહી અપ્રમત્તપણે સાધના-આરાધન રહ્યાં છે. લગભગ પ૭ વર્ષને દીક્ષા પર્યાય થયે છે છતાં સાધનામાં ક્ષતિ નહિ. આરાધનામાં અરતિ નહિ, ઉપાસનામાં ઉપેક્ષા નહિ. આવાં દીર્ઘદીક્ષા પર્યાયી સાધ્વીવર્યા નિરામય આયુષ્ય ભોગવી સંયમમાગ ભાવે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટ કેટટિ વંદન!
પૂ. સા. શ્રી એમૂકારશ્રીજી મહારાજ.
સરળતા, સાદાઈ, સમતા, સેવા અને સ્વાધ્યાયના ગુણપત
પૂ. સાધ્વીવર્યા શ્રી વિનયશ્રીજી મહારાજ પુણ્યવાન આત્માઓ જન્મ લઈને જીવનમાં દેવ, ગુરુ અને ધર્મશ્રદ્ધાના બળે શાસનની સેવા બજાવી આત્માનંદને પ્રાપ્ત કરી જાય છે, જેઓ પોતાના જીવન દરમિયાન ઉજજવળ, નિમળ, યશસ્વી જીવન જીવી સારીયે દુનિયામાં અને પ્રકાશ પાથરી જાય છે. પૂજ્યશ્રી પણ આવી વ્યક્તિઓમાંના એક હતાં. તેઓશ્રીનો જન્મ ગુજરાતની કપડવંજ નામની પવિત્ર ભૂમિમાં થયો, જેનું નામ શ્રવણદ્વાર પર પડતાં જ સૌને અનેક ભવ્યાત્માઓની યાદ આવી જાય. આવી પાવન ધરા પર પિતા ન્યાલચંદભાઈ અને માતા મતીબહેનની કુક્ષિએ સં. ૧૯૭૬ માં યથાવામગુણ સુંદરબહેનને જન્મ થયે.
સુંદરબહેન બાળપણથી જ ધાર્મિક સંસ્કારોથી પ્રભાવિત હતાં, હંમેશાં પ્રભુપૂજા, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક અભ્યાસ આદિ કિયાઓમાં ઓતપ્રેત રહેતાં. જીવવિચાર આદિ પ્રકરણેનું જ્ઞાન નાની વયે જ પ્રાપ્ત કરી લીધું હતું અને ૧૫ વર્ષની કેમળ વયે જ સંયમ લેવાની ભાવના જાગી. આ અરસામાં પંજાબકેસરી યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર કપડવંજ મુકામે ચાતુર્માસાથે પધાર્યા. પૂ. ગુરુદેવની અમૃતમય વાણીનું શ્રવણ કરતાં સુંદરબહેનને વૈરાગી આત્મા ચારિત્ર પ્રત્યે વધુ દૃઢ બન્યા. સાથોસાથ તેઓશ્રીનાં મોટીબહેન તથા કપડવંજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org