________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૫૬૭
આટ-આટલા સુદીર્ઘ વિહારમાં પણ તેઓશ્રીની સ્વાધ્યાયપ્રિયતા અવિરત રહેતી. સાથે રહેનાર દરેક સાધ્વીજીને હમેશાં પ્રાતઃક્રિયાથી નિવૃત્ત થયા બાદ વાચના આપતાં. સવારના ૧૦-૧૧ વાગ્યા સુધી વાચના આપતા. ત્યાર બાદ ગોચરી માટે જતાં. સાધ્વીઓને હમેશાં કહેતાં કે, આપણા સાચા ખારાક સ્વાધ્યાય છે. દરેક સાધ્વીજી સાથે પ્રેમ અને વાત્સલ્યથી વતતાં.
અનુક્રમે વિહાર કરતાં કરતાં ઇન્દોર પધાર્યાં. શરીર ખૂબ અશક્ત બની ગયું હતું, છતાં એકાસણાં ચાલુ હતાં. આ શરીરમાં વાઘ પેડા છે (બ્લડપ્રેશર, સેાજા વગેરે રાગા); એ ઓચિંતા હુમલા કરે, તે પહેલાં આપણે તૈયાર રહેવું સારું. પૂજ્યશ્રી સાધુના આચારવિચારમાં ખૂબ દૃઢ હતાં. તેઓશ્રીને પાંચ યિાએ અને અનેક પ્રશિષ્યાએ હતી. ઇન્દાર પહેાંચતાં તબિયત લથડી પણ દવા લીધી નહિ. મારૂં મહાવિદેહમાં જવું છે; મને દ્રવ્ય--ઔષધની જરૂર નથી, ભાવ— ઔષધની આવશ્યકતા છે. શિષ્યા-પ્રશિષ્યાએ સ્તવન આદિ સંભળાવવા લાગ્યાં. મહા વદ ૧૩ ની પાછલી રાતે પૂજ્યશ્રી આત્મસમાધિમાં લીન બની ગયાં. વૈભવશાળી રાજવૈદ્ય-કુટુંબમાં જન્મ લઈ આળપણથી સયમ સ્વીકારવાના નિર્ધાર સાથે, વિવિધ શાસનપ્રભાવના દ્વારા શાસનને જય જયકાર પ્રવર્તાવનાર સાઘ્વીરત્ના શ્રી માણેકશ્રીજી મહારાજને લાખ લાખ વંદના !
પૂ. સા. શ્રી આંકારશ્રીજી મહારાજ
પંચાચારના પ્રખર પાલક
પૂ. પ્રવર્તિની શ્રી વિદ્યાશ્રીજી મહારાજ
જીવન એક શમણું છે, જાણે વહેતી ગંગાનુ ઝરણું છે. વિશ્વનું સર્જન અનેાખુ અને અણુમેાલ છે. વિશ્વની સમસ્ત જીવરાશિ સ્વ-સ્વ ક`ને અનુસરી જન્મ ધારણ કરે છે. વિશ્વનુ જ્ઞાન ધરાવનાર માનવી છે. માનવી વિના જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને કોઈ સમજી શકતું નથી; સમજાવી શકતું નથી. આવા અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને જે આત્મકલ્યાણના માર્ગે કદમ ઉડાવે છે તે ખરેખર ધન્ય છે! આવુ એક ધન્ય જીવન કપડવજની ભૂમિમાં પ્રાદુર્ભાવ પામ્યું. જે ધરા આગમેાદ્ધારક શ્રી સાગરાન દસૂરિજી મહારાજ તથા શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની જન્મભૂમિ છે. તેમાં વીશા નીંમા જ્ઞાતિમાં અત્યંત ધમ`સંસ્કારી કુટુંબમાં શ્રાવક ન્યાલચંદભાઈ તથા શ્રાવિકા મેાતીબહેન રહેતાં હતાં. તેમને ત્યાં એક સુપુત્રીને જન્મ થયે. માતાપિતાએ કમળ સરખી પુત્રીનું નામ કમળા પાડયું. કમળાને કુમળી વયમાં માતાપિતાના ધાર્મિ ક સસ્કાર મળ્યા અને બાળમાનસ વૈરાગ્યવાસિત થયું. મેટપણે માતિપતાની આજ્ઞા મેળવી સ’યમમાગે પ્રયાણ કર્યુ. પૂજ્ય પંજાબકેસરી યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાનુવતિની પૂ, પ્રવર્તિની સાધ્વીજી શ્રી દાનશ્રીજી મહારાજનાં શિષ્યારૂપે પૂ. સા. શ્રી વિદ્યાશ્રીજી નામે ઘોષિત થયાં. પૂ. દાનશ્રીજી મહારાજને તે વખતે ૧૬ શિષ્યાએ હતી. તેમાં વિદ્યાશ્રીજીને સમાવેશ થયેા. તેમનાં નાનાં બહેને પણ સયમ સ્વીકા અને પૂ. સા. શ્રી વિનયશ્રીજી નામે જાહેર થયાં. કહેવત છે કે વિદ્યા વિનયેન શે।ભતે’ તે પ્રમાણે વિદ્યા’ અને ‘વિન’ આજીવન સાથે રહ્યાં અને સાધના સાધી.
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org