SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૬ ] [ શાસનનાં શ્રમણરત્નો દીક્ષા ગ્રહણ કરી, પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. પ્ર. શ્રી દાનશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી માણેકશ્રીજી નામે ઘોષિત થયાં. વૈરાગ્યને રંગ ચળમજિડ હતા, જ્ઞાનગર્ભિત હતા. જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને વૈરાગ્યમાં હિરણફાળે આગળ ને આગળ વધતાં રહ્યાં. પૂ. ગુરુણી શ્રી દાનશ્રીજી મહારાજ સાથે વિહાર કરતાં અને ઉપદેશ દ્વારા અનેકના જીવનને ધર્મના રંગે રંગી દેતાં હતાં. પોતાના નિર્ણયમાં દઢ હોવા છતાં સર્વ સાધ્વીસમુદાયને પૂછીને નિર્ણય લેતાં. તેમનામાં વિનયનો ગુણ હતો, તેમ તપને પ્રભાવ હતો. વિહારમાં એકવાર લુહારના ઘરે ઊતરવાનું થયું. લુહાર છ મહિનાથી માંદો હતા. જીવનમાં તારાજગી અને નારાજગી સિવાય કાંઈ દેખાતું ન હતું. પરંતુ જ્યાં પૂજ્યશ્રીનાં પગલાં પડ્યાં, ત્યાં લહારની માંદગી પલાયન થઈ ગઈ જીવનની તાજગી પાછી આવી. ધર્મ પ્રત્યે તેની શ્રદ્ધા વધી ગઈ. તે વખતે મુંબઈમાં સાવીઓ કવચિત જ પધારતાં. હરકેરબહેન આદિની વિનંતીથી પૂજ્યશ્રીએ મુંબઈ-પાયધુનીમાં શ્રી નમિનાથ ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું. તપાગચ્છ સાધ્વીઓમાં પ્રથમ ચાતુર્માસ સા. શ્રી માહાકશ્રીજીનું હતું. ટ્રસ્ટીશ્રી અમૃતલાલ કાલીદાસે ખૂબ ભક્તિ કરી. કરના સે ડરના નહિ.” આ સૂત્રથી સાધ્વીઓને નિર્ભય બનવાનું કહેતાં. ચાતુર્માસ બાદ વરાડ તરફ વિહાર કરતાં સાતપુડાનાં જંગલોમાં વાઘ-વરૂને ભય ખૂબ હતો છતાં નવકારમંત્રના જાપ સાથે નિર્ભયતાથી રાત્રિ પસાર કરી. વિહાર કરતાં સિદ્ધક્ષેત્ર પધાર્યા. ત્યાં આયંબિલથી દાદાની ૧૦૮ યાત્રા કરી. આયંબિલમાં એક જ દ્રવ્ય અભિગ્રહપૂર્વક વાપરતાં. પારણાં વખતે આયંબિલ ખાતામાં સારી રકમ આવી. અનુક્રમે વિહાર કરતાં કરતાં કપડવંજ પધાર્યા. ત્યાં પૂ. પ્ર. શ્રી દાનશ્રીજી મહારાજની નિશ્રામાં એક વર્ષ રહ્યાં. ત્યાર બાદ પૂ. ગુરુજી કાળધર્મ પામ્યાં. દરમિયાન, પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મહારાજ પાકિસ્તાનથી પાલનપુર પધાર્યા હતા, તેમના દર્શનાથે પાલનપુર આવ્યાં. ત્યાંથી મુંબઈ પધાયાં. ત્યાં પૂ. ગુરુદેવની આજ્ઞા શિરોધાર્ય કરી થાણા ચાતુમાંસ કર્યું. ત્યાંથી કુંજગિરિ યાત્રાએ જવા ગુરુદેવની આજ્ઞા લેવા ભાયખલા આવ્યાં ત્યારે તેઓશ્રીને પ્રવતિ નીપદ આપવાનું નક્કી થયું. પૂ. ગુરુદેવની ઈચ્છા શિરોધાર્ય કરી. ત્યાંથી વિહાર કરતાં કરતાં કજી પધાર્યા, જ્યાં ભરત મહારાજાની વીંટીન નંગની માણિક્યની મૂતિ બહુ ચમત્કારી છે. અને મૂળનાયક આદીશ્વર ભગવાન છે, તેનાં દર્શન કરી તૃપ્ત બન્યાં. ત્યાંથી મદ્રાસ પધાર્યા. મદ્રાસમાં માણેકચંદજી બેતાલાએ ચાતુમાંસ કરાવ્યું. પૂજ્યશ્રી વિહારભૂમિમાં જ્યાં જ્યાં જતાં ત્યાં પૂ. ગુરુદેવની અમીદ્રષ્ટિથી સરળતાથી માગ થતો. તેઓશ્રી કહેતાં કે, મારામાં કાંઈ શક્તિ નથી; બધી ગુરુદેવની કૃપા છે. પૂજ્યશ્રીનાં અમેઘ વચનથી સર્વસિદ્ધિ થતી. મદ્રાસથી કેઈમ્બતુર, કાલીદ, ઉટી તરફ પધાર્યા. ત્યાં ખૂબ જ સરસ પ્રભાવના કરી, તેથી શ્રાવક-શ્રાવિકાઓ કહેતાં કે, જેમ આચાર્ય ભગવંતને દેશદ્ધારક તરીકેનાં બિરૂદ અપાય છે, તેમ પૂજ્યશ્રીને ઊટી દેશદ્ધારક કહેવાં જોઈએ. ત્યાંથી મૈસુર, મેંગ્લેર થઈ થઈ મદ્રાસ પધાર્યા. ત્યાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. એ વખતે એકાંતરે ઉપવાસ ચાલતા હતા. ઓપરેશન કરનાર ડોકટરને કહે, મારી પાસે આપને આપવાનું કંઈ નથી, પરંતુ એક વસ્તુ છે તેને સ્વીકાર કરો. ડોકટરે કહ્યું, તમે આપશે તે લઈશ. પૂજ્યશ્રી કહે, થોડા સમય માટે માંસાહારનો ત્યાગ કરો. ડોકટરે પાંચ વરસને નિયમ લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy