SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો ત્યારે પૂ. શ્રી આત્મારામજી કહે છે : “મુનિશ્રી વલભવિજયજી પંજાબને સંભાળશે. એ મારાં અધૂરા કામે પૂરાં કરશે. પંજાબમાં જ નહિ, ભારતભરમાં જૈનધર્મનો પ્રચાર કરશે. આ વખતે જીવીબહેનનો પ્રશ્ન પણ ગુરુદેવને પુછાયે કે, જીવીબહેનને દીક્ષા લેવી છે, એનું શું કરવું? ગુરુદેવ બોલ્યા : જીવી ભવ્ય જીવ છે. જ્ઞાનીએ દેખ્યું હશે તે ચંદ્રમાસમાં મુનિ વલભવિજયજીના હાથે તેની દીક્ષા થઈ જશે. જીવીબહેને પૂ. શ્રી આત્મારામજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તે જ રાત્રિએ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ થયે. આગની પ્રચંડ જવાળાથી તપીને સુવર્ણ શુદ્ધ થાય છે; દહીં મંથન કરવાથી નવનીત પ્રાપ્ત થાય છે; ચંદનને ઘસવાથી સુવાસ અને શીતળતા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે, માનવ અનેક વિપત્તિઓનો દઢતાપૂર્વક સમભાવે સામનો કરે છે ત્યારે નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરે છે. પૂ. મુનિશ્રી વલભવિજયજી મહારાજ વિહાર કરતાં કરતાં ગ્રંથાલા ગામે પધાર્યા. અંડિયાલાની જનતાને અત્યંત આનંદ થયે. તેમાં સેનામાં સુગંધ સમાન જીવીબહેનની દીક્ષા મહોત્સવ જા. દીક્ષા માટે જીવીબહેનની દઢતા જોઈ આખરે જેઠ-જેઠાણીએ સહર્ષ અનુમતિ આપી. પરંતુ તેઓએ કહ્યું કે, મેહ-મમતાને લીધે અમે દીક્ષાવિધિ જોઈ નહીં શકીએ, તેથી હાજર નહિ રહીએ. વિ. સં. ૧૯૫૪ના મહા સુદ પાંચમ-વસંત પંચમીનું મુહૂર્ત નીકળ્યું. અંડિયાલામાં મહત્સવ મંડાયા. જીવીબહેનની દીક્ષાના ધર્મપિતા લાલા હમીરમલજી બન્યા. તેમને ત્રણ પુત્રો હતા, પણ પુત્રી ન હતી; તેથી જીવીબહેનને ધમ પુત્રી બનાવીને સ્વખર્ચે દીક્ષા–મહોત્સવને લાભ લીધો. દીક્ષા પ્રસંગે મુનિપુંગવ બાબાજી શ્રી કુશળવિજયજી મહારાજ, મુનિશ્રી હીરવિજયજી મહારાજ, મુનિશ્રી સુમતિવિજયજી મહારાજ, મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજ તથા ગુણીશ્રી ચંદનશ્રીજી મહારાજ, ઉદ્યોતશ્રીજી મહારાજ, છગનશ્રીજી મહારાજ ઉપસ્થિત હતાં. ચતુવિધ સંઘની ઉપસ્થિતિમાં આશીર્વાદયુક્ત જયષ સાથે જીવીબહેનની દીક્ષા થઈ અને તેમનું નામ સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજ રા.વામાં આવ્યું. અને પૂ. ગુરુણીશ્રીજી ચંદન શ્રીજી મહારાજનાં શિષ્યા ઘેષિત કરવામાં આવ્યાં. પ્રવજ્યાને પામતાં જ તેઓ ધર્મ અને જ્ઞાનની આરાધનામાં લીન બની ગયાં. વિ. સં. ૧૯૫૬ના વૈશાખ સુદ ૬ના દિવસે હોશિયારપુરમાં પૂ. મુનિશ્રી વલભવિજ્યજી મ. ના હસ્તે ગુરુદેવશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા હતી. આ જ પ્રસંગે ખંભાતની પાસે આવેલા નાર ગામના મુનિશ્રી હિંમતવિજયજી મહારાજ, શ્રી નેમવિજયજી મહારાજ આદિ એક જ પરિવારના કે જેમાં ૪-૫ આત્માઓએ દીક્ષા લીધી હતી, તેમાં શ્રી ઉત્તમવિજયજી મહારાજનાં સંસારી ધર્મપત્ની તથા સંસારી બહેન-બંનેની દીક્ષા અહીં સાનંદ સમ્પન્ન થઈ અને અનુક્રમે તેમનાં નામ સધ્ધીશ્રી દયાશ્રીજી તથા દાનશ્રીજી રાખી તેઓને પૂ. સા. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્ય. બનાવવામાં આવ્યાં. વિ. સં. ૧૯૫૮માં શ્રી દાનશ્રીજી મહારાજનાં માતુશ્રી અમૃતસરમાં પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે દીક્ષિત થઈ સાધ્વી શ્રી ક્ષમાશ્રીજી બન્યાં અને પૂ. શ્રી દેવશ્રીજીનાં શિષ્યા થયાં. આ સાત ઠાણાં પંજાબમાં વિચરી ગામેગામ ધમપ્રચાર કરી રહ્યાં. વિ. સં. ૧૯૫૯માં સા. શ્રી ચંદન શ્રીજી મહારાજની તબિયત અસ્વસ્થ થતાં બીકાનેરમાં તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યાં. છેલલા એક વર્ષ માટે જ ગુરુસેવાને વિગ થવાથી શ્રી દેવશ્રીજી મહારાજ અત્યંત શોકમગ્ન બની ગયાં. - ત્યારબાદ પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજની આજ્ઞાથી પંજાબમાં વિહાર કરતાં અંબાલા શહેરમાં પધાર્યા. સં. ૧૯૬૦નું ચાતુર્માસ પણ અંબાલામાં કર્યું. ત્યારબાદ સં. ૧૯૬૧નું ચાતુર્માસ માલર-કેટલામાં કર્યું ત્યાર બાદ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં મુનિશ્રી વલભવિજયજી મહારાજ લુધિયાના પધાર્યા. ત્યાં સાદવીશ્રી દેવશ્રીજી મહારાજ, શ્રી ક્ષમાશ્રીજી મહારાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy