________________
શાસનનાં શ્રમરને ]
[ પ૪૭ અવસર ન આપે. લગ્નજીવનથી અબાધ જીવીબાઈ લગ્ન કરીને પણ બાલબ્રહ્મચારિણી જ રહ્યાં. એમાં પણ વિધિનો શુભ સંકેત હશે એમ માની શકાય.
આમ, જીવીબાઈનું જીવન કોટીએ ચડ્યું. તેમનામાં વૈરાગ્યરસ વધવા લાગે. પૂજાપાઠ અને સાધના-ભક્તિમાં ચિત્ત ચુંટી રહેવા લાગ્યું. સંસાર પ્રત્યેની ઉદાસી વધતી ચાલી. પણ ગુરુ વિના જ્ઞાન નહિ એમ માનીને ગુરુની શોધ આદરી. પિતા નાનકચંદજી તાઅર મૂર્તિપૂજક સંપ્રદાયના હતા. તેથી જીવીબાઈમાં પ્રથમથી મૂર્તિપૂજા પ્રત્યે ભાવ હતા. પિતાના સંપ્રદાયના યોગ્ય ગુરુની શોધ ચાલતી હતી, પણ તે સમયે પંજાબમાં મૂર્તિપૂજક સાધુ–સાવીને ઘણે અભાવ હતું, જ્યારે સ્થાકવાસી સાધુ-સાધ્વી જોવા મળતાં હતાં. આથી, જીવીબાઈ સ્થાનક્વાસી સાધ્વીજીમહાસતીજીના સંપર્કમાં રહેવા લાગ્યાં. તેઓશ્રી સાથે તત્વચિંતન કરતાં, અને વૈરાગ્યની સન્ના સાંભળતાં. એવામાં સ્થાનકવાસી સાધ્વીજી પ્રેમદેવજી અંબાલા આવ્યાં. એમણે મૂર્તિપૂજા ન કરવાનો નિયમ આપે. નિયમ લઈને ઘેર ગયા પછી વિચાર્યું કે, સાધના કરનાર માટે મૂતિ પૂજા એક ઉત્તમ આલંબન છે. મૂર્તિપૂજા કેમ છેડાય? એટલે જીવીબહેન મૂર્તિ પૂજાના સંકલ્પમાં દઢ રહ્યા. સાધ્વીજી પ્રેમદેવીજી પાસે જઈને સ્પષ્ટ જણાવી દીધું કે, મને મૂર્તિપૂજામાં અત્યંત અનુરાગ છે. મૂતિમાં સાક્ષાત્ પ્રભુનાં દર્શન થાય છે, માટે હું મૂર્તિપૂજા નહીં છોડું. એટલે હું આપની શિષ્યા નહિ બની શકુ. પ્રેમદેવજી મહાસતી આ સ્પષ્ટ વાત સાંભળીને એમની નીડરતા પર આશ્ચર્યમુગ્ધ બની ગયાં.
ત્યાર પછી જીવીબહેન દેરાવાસી સાધ્વીજીના આગમનની રાહ જોવા લાગ્યાં અને તેઓ
સભાગે દેરાવાસી સાધ્વીજી શ્રી ચંદન શ્રીજી મહારાજ આદિ પંજાબમાં જીરા ગામમાં પધાર્યા. તે વખતે ન્યાયનિધિ જેનાચાર્ય શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિજી) મહારાજ તથા મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજના આગમનના સમાચાર જાણીને જીવીબહેન ખૂબ ખુશ થયાં. જીરા પહોંચીને દીક્ષાની માંગણી કરી. પૂ. શ્રી આત્મારામજી મહારાજ અને પૂ. શ્રી ચંદાશ્રીજી મહારાજે કહ્યું કે, “માતાપિતા તથા શ્વસુરપક્ષની આજ્ઞા લઈને આવે, પછી દીક્ષા અપાય. ઉત્તમ કાર્ય માટે ઉપાય પણ ઉત્તમ જોઈએ. છાનીછૂપી રીતે દીક્ષા લેવાય નહિ. માટે અનુમતિ લઈ આવે.”
જીવીબહેન લુધિયાણા સાસરે આવ્યાં. પિયર અંબાલા પણ આવજા કરતાં હતાં. જીવીબહેને સમય જોઈને પિતા નાનકચંદજી પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી. પિતાએ કહ્યું કે, બેટા ! મારી અનુમતિ ન ચાલે. તારે તારાં સાસરિયાની અનુમતિ લેવી જોઈએ. જીવીબહેન પિયરમાં અને સાસરે રહીને ધર્મારાધના ચાલુ રાખે છે. પૂજા-પ્રતિકમણ-અનુષ્ઠાન આદિ વધુ કરે છે. એક વખત જેઠ-જેઠાણી તથા સાસુ પાસે દીક્ષાની માગણી કરી. તેઓએ સાફ સંભળાવી દીધું કે, ઘરમાં રહીને ધમસાધના કરે. અમે કઈ વાતે દીક્ષાની રજા નહિ આપીએ. આથી જીવીબહેન ધર્મસંકટમાં આવી ગયાં. સાસરિયાં રજા ન આપે અને ગુરુણી છાની દીક્ષા ન આપે. પરંતુ ગુરુમહારાજને ઉત્કૃષ્ટ વચનને હદયમાં સ્થાપે છે કે, ઉત્કૃષ્ટ ભાવના થશે ત્યારે ઘરનાં રજા આપશે.” ત્યાર બાદ છ વરસ સુધી જીવીબહેનની કઠણ પરીક્ષા થઈ. ઘણી વાર અમ કર્યા. એવામાં વિ. સં. ૧૯૫૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ ગુજરાનવાલા પધારે છે. ગુરુદેવની તબિયત અસ્વસ્થ છે. આ સમાચારથી ગામેગામથી લેકે ગુરુદેવના દર્શનાર્થે ઊમટે છે. જેઠ સુદ ૮ ને દિવસ છે. શ્રાવકે અને આગેવાનો અશ્રુભીની આંખે પૂછે છે : “ગુરુદેવ! પંજાબની રક્ષા કેણ કરશે? અમને કોના ભરોસે છોડીને જાઓ છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org