SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્નો ] [ પ૪૯ શ્રી દાનશ્રીજી મહારાજ, શ્રી દયાશ્રીજી મહારાજ -ચાર ઠાણની વડી દીક્ષા વિ. સં. ૧૯૬૨માં પૂ. મુનિશ્રી વલભવિજયજી મહારાજની છત્રછાયામાં પૂ. ૫. શ્રી સુંદરવિજયજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી. આ સમયે પૂ. ગુરુણી સાધ્વી શ્રી ચંદન શ્રીજી મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયે હવાથી સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજને વડી દીક્ષા પૂ. આર્યા સાધ્વીજી શ્રી કંકુશ્રીજી મહારાજના નામથી આપવામાં આવી. વિ. સં. ૧૯૬૨નું ચાતુર્માસ લુધિયાણામાં જ થયું. વિ. સં. ૧૯૬૩ના ચાતુર્માસ માટે પૂ. પંન્યાસશ્રી સુંદરવિજયજી મહારાજ આદિ બીકાનેર પધાર્યા. ત્યાં લુધિયાણના લાલા રૂલિયામલજીની સુપુત્રી શાંતિદેવીને દીક્ષા પ્રદાન કરી શ્રી હેમશ્રીજી નામે સ્વશિષ્યા બનાવ્યાં. ત્યાંનું ચાતુર્માસ નિવિદને પૂરું કરી રાજસ્થાન-ગુજરાત આદિનાં તીર્થોની યાત્રા માટે વિહાર આરંભ્યો. પાલનપુરમાં નવાબને દર્શન આપ્યાં, નવાબ પૂજ્યશ્રીથી ખૂબ પ્રભાવિત થયા. પંજાબ છોડ્યું ત્યારથી તેમના મનમાં શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા કરવાની સંકલ્પ હતો, અને તે પણ નવ્વાણુ યાત્રાનો. આથી પાલીતાણા પધારી નવ્વાણુ યાત્રા કરી. સં. ૧૯૬૪ નું ચોમાસું પણ પાલીતાણા કર્યું. ત્યારબાદ ગુજરાતમાં જ દશેક ચોમાસાં કરી પંજાબ પધાર્યા. વિ. સં. ૨૦૦૪ માં હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા. ગુજરાનવાલા (પંજાબ)થી આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણું તથા સા. શ્રી દેવશ્રીજી મહારાજ આદિ ઠાણાં, શ્રાવક-શ્રાવિકા તેમ જ ગુજરાનવાલાને આ સંઘ પ્રથમ લાહોર પહોંચી ત્યાંથી ભાદરવા સુદ ૧૧ તા. ૨૬-૯-૧૯૪૭ના અમૃતસર આવી પહોંચ્યો. સાધ્વીશ્રી દેવશ્રીજીનું સ્વાથ્ય નરમ હતું જ. તેમાં વધુ ને વધુ નરમ પડવા લાગ્યું. અને આસે સુદ ૬ની સાંજે -૧૫ કલાકે અન અહં નનાં ઉચ્ચારણ સાથે તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રી દેવશ્રીજી મહારાજ, સા. શ્રી દાનશ્રીજી મહારાજ, સા. શ્રી ક્ષમાશ્રીજી મહારાજ, સા. શ્રી વિવેકશ્રીજી મહારાજ, સા. શ્રી ચંદનશ્રીજી મહારાજ, સા. શ્રી ચંદ્રશ્રીજી મહારાજ, સા. શ્રી ચરણસ્ત્રીજી મહારાજ, સા. શ્રી ચિત્તશ્રીજી મહારાજ, સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ આદિ નવ શિષ્યાઓ અને સા. શ્રી ચંપાશ્રીજી મહારાજ, સા. શ્રી દમયંતીશ્રીજી મહારાજ, સા. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજ, સા. શ્રી પ્રકાશશ્રીજી મહારાજ, સા. શ્રી મુક્તિશ્રીજી મહારાજ આદિ છ પ્રશિષ્યાઓ ધરાવતાં હતાં. પૂ. આર્યરત્ના સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજ વલ્લભસૂરિ સમુદાયના મુખ્ય સાધ્વીજી હતાં. તેમણે દીક્ષા પર્યાયના ૫૦ વર્ષમાં ૨૫ વર્ષ પંજાબમાં વિચરી ધમપ્રચાર માટે અનેકવિધ પ્રવૃત્તિ કરી. તેમની વ્યાખ્યાનશૈલી અદ્ભુત હતી. એને લીધે પંજાબમાં ઘણી બહેનને ધર્મમાગે વાળી પંજાબમાં જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો. એવાં સમર્થ સાથ્વીવર્યાશ્રી દેવશ્રીજી મહારાજને કેટિશઃ વંદના ! * — પરમ વિદુષી, પ્રખર તારવી, પ્રવતિની પૂ. સાધ્વીવર્યાશ્રી દાનશ્રીજી મહારાજ ફૂલનાં જીવન લખાતાં નથી, એ તો સ્વયં વાયરારૂપ બની દશે દિશામાં સુવાસ ફેલાવે છે. કમળની કહાણી લખાતી નથી, પરંતુ કમળનાં પરાગ અને પરિમલ પર આસક્ત બનતો ભ્રમર એ તેની કહાણી છે! જ્ઞાનપ્રભા બની પ્રકાશ પાથરનાર પૂ. સાધ્વીરત્ના શ્રી દાનશ્રીજી મહારાજનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy