________________
૪૮૮ ]
[ શાસનનાં શ્રમણરત્ન વ્યાધિએ અનુક્રમે કષ્ટસાધ્ય અને છેવટે અસાધ્યનું સ્વરૂપ ધારણ કર્યું. તે પણ ચારિત્રારાધનમાં તત્પર આ સાધ્વીજીએ જરા પણ દુર્થાન નથી કર્યું. પરિણામે સમતાભાવમાં જ સં. ૧૯૮૪ ના જેઠ વદ ૭ ની રાત્રિએ તેમના અનશની આત્માએ સદ્ગતિમાં પ્રયાણ કર્યું હતું. આ સાથ્વી ઉત્તમ પંક્તિમાં મૂકી શકાય એવાં હતાં.
ગુણીજી લાભશ્રીજીનાં શિખ્યા સાધ્વીજી અમરશ્રીજી પણ બહુ જ સગુણી, ગુરુભક્ત અને શાંતભાવી હતાં. તેમને અંતાવસ્થાએ હડકાયા ધાનને ઉપદ્રવ થયા છતાં બીજાઓને દૃષ્ટાંત લેવા લાયક સમતા દાખવીને અને શરીર-આત્માનું ભિન્નપણું અમુક અંશે દર્શાવી આપીને પંચત્વને પામ્યાં હતાં.
પૂ. સાધ્વી શ્રી દોલતશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૬૭ના મહા સુદ પાંચમ, સિહોર. પિતાનું નામ : રતિલાલભાઈ લેત. માતાનું નામ : નવલબહેન. તેમનું સંસારી નામ : હેમકુંવર. દીક્ષા : સં. ૨૦૦૦ ના વૈ. સુદ ૬ : પાલીતાણું. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સંસ્કૃત બુક વગેરે. તપસ્યા : સળગ્યુ, વરસીતપ, સિદ્ધિતપ, છ-માસીતપ વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાધ્વીજી શ્રી શશિપ્રભાશ્રીજી મહારાજ જન્મ : મહુવા બંદર. પિતાનું નામ : ચુનીલાલ નથુભાઈ દોશી. માતાનું નામ : વિજ્યાબહેન. તેમનું સંસારી નામ : મંછાબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૦૩ ના વૈ. સુદ ૬, રહીશાળા (પાલીતાણા પાસે). ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી પદ્માશ્રીજી પરિવારનાં પૂ. સાધ્વી શ્રી વિદ્યુ—ભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સંસ્કૃત બંને બુક, હેમ શબ્દાનુશાસન વગેરે. તપસ્યા : અફૂાઈ પંદર ઉપવાસ, નવપદજીની ઓળી, વધમાનતપની ૭ ઓળી, વિશસ્થાનક તપ વગેરે. તેઓશ્રીને ૧૦ શિષ્યાઓ અને અનેક પ્રશિષ્યાઓ છે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે. )
પૂ. સાધ્વીથી સરરવતીજી મહારાજ વિ. સં. ૧૯૯૦ને માગશર સુદ ૧૦ ના રોજ અમદાવાદમાં સુપ્રસિદ્ધ હઠીભાઈની વાડીના વિશાળ પટ્ટાંગણમાં અમદાવાદના જ સુશ્રાવક ગિરધરલાલનાં ધર્મપત્ની ધર્મપરાયણ સીતાબહેને ૧૬ વર્ષની યુવાવસ્થામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરતાં તેમને પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વી શ્રી સરસ્વતી શ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, સંસ્કૃત પહેલી બુક વગેરેનો અભ્યાસ કર્યો. તપમાં પણ માસક્ષમણ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૨૬ ઓળી, ૮૧ એકાંતરા આયંબિલ તથા અન્ય નાની-મોટી અનેક તપશ્ચર્યા ૪૮ વર્ષને સંયમજીવન દરમિયાન કરી હતી. સૌરાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org