________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૮૭ વાટે સિધાવી ગયાં. અમારું શિરછત્ર છીનવાઈ જતાં અસહ્ય આઘાત લાગ્યો. ઉપકારી ગુરુદેવની ખોટ પૂરી પુરાય તેમ નથી.
સંધમ આરાધના સુંદર થાય, એવી દેજે શક્તિ;
આપનું નામ કદી ન ભૂલું, દેજે અવિચલ ભક્તિ. એ દિવ્યલેકના વાસી ! આ અભાગી ઉપર કૃપા–દષ્ટિ ફેલાવજે, અદશ્ય રીતે સહાય કરજે. આપશ્રીને આત્મા જલદીથી મોક્ષસુખને પામે, એ જ પ્રાર્થના. – પૂ. સા. શ્રી કલાપૂર્ણાશ્રીજી મ. શ્રી દશિતમાલાશ્રીજી મ.
તથા શ્રી શ્રતમાલાશ્રીજી મ.
પૃ.સા.શ્રી સુભદ્રાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી અમરશ્રીજી મ.
ગુણવતી સાધ્વીશ્રી સુભદ્રાજી મ. ભાવનગરમાં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં છે. હકમચંદ ઉકાને ત્યાં સં. ૧૯૫૫ ના આધિન માસમાં જન્મ્યાં હતાં. તેમનું જન્મનામ સમરથ હતું. તેમણે કુમારી અવસ્થામાં સારો અભ્યાસ કર્યો હતો. તેમનામાં કેટલાક સદ્ગણો તેમનાં વય અને અભ્યાસની સાથે પ્રતિદિન વૃદ્ધિ પામતા જોવામાં આવતા હતા. ધાર્મિક કેળવણીમાં તેમની સારી બંત હોવાથી અર્થ સહિત પંચપ્રતિકમણ, જીવવિચાર, નવ-તત્ત્વ વગેરેને અભ્યાસ કર્યો હતો. તેઓ સંસારી અવસ્થામાં ઘરસંસારી થયાં હતાં છતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમના વમુર પક્ષમાં શા. ભીખાભાઈ માનચંદ વગેરેની અને માતૃપક્ષની સંમતિ લઈને મહોત્સવ પૂર્વક ભાવનગરમાં જ પૂજ્યપાદ મુનિવર શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ઉત્તમવિજયજીના હર્ત સં. ૧૯૭૮ ના વૈશાખ સુદ ૧૧ ને રવિવારે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુણીજી મહારાજ શ્રી લાભશ્રીજીના શિષ્યા થયાં હતાં અને સં. ૧૯૭૯ ના મહા સુદ ૩ ને દિવસે ખંભાતમાં બિરાજેલા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના હસ્તથી વડી દીક્ષા ગ્રહણ કરી તે વખતે સૂરીશ્વરે તેમનું ‘સુભદ્રાશ્રી” નામ આપ્યું હતું.
આ વિનયમતી સાધ્વીજીએ અભ્યાસમાં સારી ખેત હોવાથી ટૂંક મુદતમાં જ માગેપદેશિકાના બને ભાગ તથા સિદ્ધાંતચંદ્રિકા સાદંત ભાણ સટીક ભક્તામર, કાણમદિર વગેરે કાવ્યની રીતે કંઠસ્થ કરી, ઉપદેશપ્રાસાદ, અઠ્ઠાઈ વ્યાખ્યાન, શાંતિનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર, જગડુ ચરિત્ર, દેવકુમાર ચરિત્ર વગેરે ગદ્યપદ્યાત્મક ચરિત્રો તથા જીવવિચાર, નવતત્વ (સભાખ્ય), દશવૈકાલિક વગેરે સટીક ઉત્તમ ગ્રંથને સારો અભ્યાસ કર્યો હતો. એમણે કરેલે આટલે અભ્યાસ ખરેખર આ સમયમાં આશ્ચર્યકારક છે. પૂર્વજન્મની જ્ઞાનારાધનાથી ઉત્પન્ન થયેલા પશમ અને ગુરુકૃપા સિવાય તથા તેવા પ્રકારના વિનયાદિક ગુણો સિવાય આ અભ્યાસ અસંભવિત છે.
ગુરુણીજીની વૃદ્ધાવસ્થા અને વ્યધિાગ્રસ્તતાને લીધે ચારિત્ર લીધા પછી તેઓ વિહાર બહુ ઓછા કરી શક્યાં હતાં. છેવટે સં. ૧૯૮૪ ના માઘ માસમાં ગુરુણુજીની આજ્ઞાથી પોતાના સમુદાયની બીજી સાધ્વીઓ સાથે તળાજા, મહુવા વગેરેની યાત્રા કરવા ગયાં હતાં. ત્યાંથી પાછાં વળતાં તેમના નીરોગી શરીરમાં સામાન્ય જવરે પ્રવેશ કર્યો હતો. તેને ઘટિત ઉપચાર કરવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org