________________
[ શાસનનાં શ્રમણરત્નો નિમળતા આદિ ગુણે છે, તેમ જ જેનાર વ્યક્તિ પ્રભાવિત બની જાય તેવી પ્રશાંત અને સૌમ્ય તેઓશ્રીની મુદ્રા છે. નાના સાધ્વીગણ પ્રત્યે અસાધરણ વાત્સલ્ય. વાણીમાં અત્યંત માધુર્ય. બધા જ પ્રત્યે મૈત્રીને કરુણાભાવ એ હતો કે કે જીવના મનદુઃખમાં નિમિત્ત ન બનાય તેનો ખાસ ખ્યાલ રાખે.
આમ તેઓશ્રીને સંયમ–ભાગ ગુણપુપિથી મઘમઘાયમાન બન્યો, જેથી અનેક ભવ્યાત્માઓ ખેંચાઈને આવના. આમ સ્ત્ર અને પર સમુદાયમાં પણ સુવાસિત બન્યા છે. તેમના સુરીલા કંઠે સ્તવન, જઝાય સાંભળનારા એકાગ્ર બની જતા.
તેઓશ્રીએ સંયમપર્યાયન એકાવન વર્ષ અપ્રમત્તભાવે વાવાયના નાદમાં લીન બની પસાર કર્યા છે. તેમની વૈરાગ્યભરી વાણીના કારણે શિષ્યગણના સંયમજીવનને બળ મળતું રહ્યું છે. ક્ષણે-ક્ષણે આત્મજાગૃતિમાં રહેતા ભવભીરુ અને પાપભીરુ આત્મા શિષ્યાદિ પરિવારને પણ જાગૃત રાઇ નાં. તેઓશ્રીનાં શિ-પ્રશિબાએ પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી પીયૂષપૂર્વાશ્રીજી મ., પૂ. સા. શ્રી કલ્પપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી રાજપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી અપૂર્ણાશ્રીજી મ.. પૂ. સા. શ્રી અમીરનાશ્રીજી મ., પૂ. સા. શ્રી ધર્મરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી રતિમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રિયરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રશમરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી વૈભવરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી કૃતમાલાશ્રીજી મ. આદિ પરિવાર સંચમધમની ઉત્કૃષ્ટ આરાધના સાથે શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા સ્વ–પરનું કલ્યાણ સાધી રહ્યાં છે.
--પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ.
—
શાનસંવર્ધન અને આત્મોન્નતિ માટે સદાય નિવૃત
પૂ. સાધ્વીજી શ્રી શ્રીમતી શ્રીજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ ગૂર્જરદેશે પવિત્ર અને પુણ્યમય એવી ખભાત નગરીમાં સંધવીની પળે મહાભાગ્યશાળી શેઠ શ્રી ગુલાબચંદ મૂળચંદને ત્યાં તેઓશ્રીનાં ધર્મપત્ની ચુનીબહેનની રત્નકુક્ષિથી સં. ૧૯૭ર ના શ્રાવણ વદ ૧૦ ની સોનેરી પળે થયો.
- લાવણ્યવાન અને રૂપવંતી એવી આ બાળકીનું નામ કાન્તા પાડવામાં આવ્યું. કેઈને પણ કપના ન હતી, કે આ પુત્રી ભવિષ્યમાં વીરના માર્ગે પ્રયાણ કરી માતા-પિતાના નામને રોશન કરશે, એટલું જ નહીં, કિન્તુ પિતાના સદ્ગણ સુમનની સૌરભ દૂર દૂર સુધી પ્રસરાવશે, અને અમૃતમય મધુર વાણીના સિંચનથી ભવ્ય જીને સળગતા સંસારમાંથી ત્યાગની તપોભૂમિમાં લાવશે.
કાન્તાબહેનને એક તરફથી માતા-પિતાના આદર્શ સંસ્કારોનું સિંચન મળતું ગયું અને બીજી બાજુથી તેમના પૂર્વ સંસ્કારનું પરિબળ વિકાસ પામતું ગયું. વ્યાવહારિક અભ્યાસ સાથે ધાર્મિક અભ્યાસ પણ કરવા લાગ્યાં, અને પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબના પરિચયમાં આવવા લાગ્યાં. ભાષા મધુર, બુદ્ધિને પણ વૈભવ અને નિપુણતાને લીધે બધાને આ બાલિકાનું આકર્ષણ રહ્યાં કરતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org