SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીર ] [ ૪૬૭ પૂર્વના કેઈ પુણ્ય પરિબળે સરળ સ્વભાવી, સમતામૂતિ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજી મ. ના સંપર્કમાં આવ્યાં. પરિચય થતાં નિકટતા વૃદ્ધિ પામી પૂજ્યશ્રી આ બાલિકાના ભવસમુદ્રનાં તારણહાર બન્યાં. મધુર-મીઠી વૈરાગ્યમય વાણીના શ્રવણથી કાન્તાબહેનના હૃદયમાં ત્યાગની સરવાણી ફૂટી. અસાર સંસારને ઠુકરાવવાની તમન્ના જાગી. દૃઢ નિશ્ચય બાદ માતા-પિતા સમક્ષ પોતાની ભાવને પ્રગટ કરી. માતા-પિતાનું વાત્સલ્યભર્યું" હૈયું આ લાડીલી અને વ્હાલસોયી દીકરીને સંયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા ન આપી શકહ્યું. કાન્તાબહેનના કાકા ચુનીભાઈ કાપડિયાને મુંબઈ આ સમાચાર મળ્યા. તરત જ ખંભાત આવ્યા અને કાન્તાબહેનને પોતાની સાથે મુંબઈ લઈ ગયા. લઈ ગયા એટલા માટે કે મુંબઈ મેહમયી નગરી છે. અનેક પ્રલેભનો પાછળ કાં તે આ ભાવના વિખરાઈ જશે, કાં તે આકરી કોટી થશે, એમ માન્યું. મેહ–વૈભવનાં અનેક સાધનો દર્શાવ્યાં. સાથે, સંયમ ખાંડાની ધાર છે, ભૂખ-તૃષા, ઠંડી-ગરમી, વિહાર આદિ પરિષહ અસહ્ય છે, ઘરમાં તમને શું કમીના છે?—વગેરે સમજાવ્યું. કાન્તાબહેને જવાબમાં કહ્યું, કે કાકા, આ નિસાર સંસારમાંથી મારું મન તદ્દન ઊઠી ગયું છે, અને સંચમની તીવ્ર ઉત્કંઠા જાગી છે. ત્યાર બાદ માતાએ પણ આકરી કસોટી કરી, કે બેટા, જે તું દીક્ષા લઈશ તો હું છ વિગ)ને ત્યાગ કરીશ અને આયંબિલને તપ કરીશ. પણ જેની રગેરગમાં વૈરાગ્યની ભાવનાનો સ્ત્રોત વહી રહ્યો છે, જેના ચિત્તમાં ચારિત્રની રમણતા ગેલ કરી રહી છે એવાં કાન્તાબહેન પોતાની ભાવનામાં મેરુ પર્વતની જેમ અડગ રહ્યાં. મુમુક્ષુની આ પ્રબળતા અને અડગતા જોઈને સ્વજન-કુટુંબીઓએ પુનિત પંથે પ્રયાણ કરવાની સહર્ષ આજ્ઞા આપી. ૧૬ જ વર્ષની કુમળી વયે સં. ૧૯૮૯ના મહા વદ ૧૧ના શુભ દિવસે પૂ. પા. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સંયમ સ્વીકારી, શાંતિમૃતિ પૂ. શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિષ્યા ભદ્રપરિણમી પૂ. શ્રી ચંપાશ્રીજી મ. નાં શિષ્યા પ્રતિભાસંપન્ન પૂ. શ્રી પ્રભાશ્રીજી મ. ના શિષ્યા પરમવિદુષી પૂ. શ્રી પુપાશ્રીજી મ. નાં શિષ્યા સાધ્વી શ્રી શ્રીમતી શ્રીજી નામથી પ્રસિદ્ધ થયાં. પૂ. ગુરુદેવશ્રીનાં ચરણોમાં જીવન સુપરત કરી, સમર્પણભાવ કેળવી પૂ. વડીલોની છત્રછાયામાં રહીં જ્ઞાનાભ્યાસમાં મગ્ન બની ગયાં. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યારકણ, ધાર્મિક સિદ્ધાંતને સતત અભ્યાસ. બુદ્ધિનો ક્ષયોપશમ પણ સારો. હંમેશના લગભગ ૫૦ કલેક સહજ મુખપાઠ કરતાં. સ્વસમુદાયમાં પણ કાર્યદક્ષ અને જ્ઞાનદાતા બની ગયાં. જ્ઞાનાભ્યાસ અને વિનયવૈયાવચ્ચ એમ ઉભય આરાધનામાં ચિત્ત પરોવી દીધું. અનેક તીર્થોની પર્શના અને અનેક ગ્રામ-નગરો ને પ્રદેશોની વિહારયાત્રા કરી. કેટલાંક જીવોને પ્રતિબધી ધર્મ અને સંયમના માર્ગે વાળ્યા. સમુદાયના સંચાલનની સાથે સૌનાં પ્રીતિપાત્ર પણ બન્યાં. ગુરુ મ. નાં તે તેઓશ્રી અંતરસ્થાન હતાં. દીર્ધદષ્ટિ, નમ્રતા, મધુરતા, વાત્સલ્યતા, સરળતા, નિરભિમાનતા ઇત્યાદિ ગુણો જીવન સાથે આત્મસાત્ કર્યા હતા. પૂ.શ્રીની શુભ પ્રેરણાથી તેમનાં સંસારીબહેન લલિતાબહેને એક મોટી પાઠશાળા બંધાવી આપી, જેમાં પંડિત છબીલદાસ કેસરીચંદ અનેક સાધુ-સાધ્વીગણ તથા જ્ઞાનપિપાસુઓને જ્ઞાનદાન આપી સંસારથી ઉદ્ધારસ્તા. આમ ૫૪ વર્ષના દીર્ઘ સંયમ પર્યાયમાં ૫૦ વર્ષ તે પૂ. વડીલ ગુરુની નિશ્રામાં રહી સંયમમાગની સુંદર આરાધના અને શાસન પ્રભાવના કરી. સં. ૨૦૪૩ની સાલમાં સાબરમતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy