SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન ઠાણ સાધુમહારાજના હતા. પૂરા ઠાઠમાઠથી, અનેરા ઉલ્લાસ વચ્ચે વિ. સં. ૧૯૮૮ ના જેઠ સુદ ૪ ને દિવસે પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરિજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા થઈ. તેમની સાથે તેમનાથી ઉંમરે મોટાં બીજાં બે બહેનની પણ દીક્ષા થઈતેમાં મોટાં રેવાબહેન પ. પૂ. શાસનસમ્રાટના આજ્ઞાવતિની પૂ. શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રીગુલાબશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી ગુણશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી રાજેન્દ્રશ્રીજી મ. બન્યાં. બીજા જસીબહેન પણ પૂ. શ્રી ગુણશ્રીજી મ. નાં શિખ્યા પૂ. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. બન્યાં, અને સૌથી નાના કાન્તાબહેન પૂ. શ્રી ગુણશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી ચંદ્રશ્રીજી મ. નાં શિખ્યા પૂ. કંચનશ્રીજી મ. તરીકે જાહેર થયાં. તે દિવસે નડિયાદવાળા બાબરભાઈની દીક્ષા થઈ, તેમનું નામ મુનિશ્રી નરોત્તમવિજયજી રાખવામાં આવ્યું. એક સાથે ચાર દીક્ષા થઈ. ખૂબ આનંદ થયે. બહેન કાન્તાની પ્રેરણાથી ખારવાડામાં વસતા તારાચંદભાઈનાં દીકરી બહેન કાન્તાની દીક્ષા અઠવાડિયા પહેલાં થઈ. તેમનું નામ પૂ. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. રાખવામાં આવ્યું. સાધુ જીવનને રાહ સ્વીકારી જીવન ધન્ય બન્યું. દીક્ષા જીવનનું પ્રથમ પાન શરૂ થયું. વિ. સં. ૧૯૮૮માં ગોધરામાં ચાતુર્માસ પૂ. મોટાં ગુરુજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. સાથે કર્યું. ત્યાં પ. પૂ. શાસનસમ્રાટશ્રીને પટ્ટધર આચાર્ય ભગવંત શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ. ની પાસે માંડલીના જોગ કર્યા અને તેઓશ્રીના વરદ હસ્તે વિ. સં. ૧૯૮૯ના માગશર સુદ પાંચમે વડી દીક્ષા થઈ. ત્યાં સંસ્કૃત, મદિરાન્ત પ્રવેશિકા તથા વ્યાકરણનો અભ્યાસ કર્યો. કેસરિયાજી, ઉદયપુર, મેવાડની પંચતીથી, રાણકપુરજી આદિ મારવાડની પંચતીથી આદિ તીર્થોની યાત્રા કરી. વિ. સં. ૧૯૯૯ ના બોટાદના ચોમાસામાં તેમનાં ગુરુજી શ્રી ચન્દ્રશ્રીજી મ.ને ક્ષયની બીમારી લાગુ પડી. ગુરની ખૂબ જ ભાવથી સેવાભક્તિ કરતાં. બેટાદના તે ચોમાસામાં પૂ. શ્રી ચન્દ્રશ્રીજી મ. કાળધર્મ પામ્યાં. નાની ઉંમરમાં શિરછત્ર સમાન પૂ. ગુરુજી જતાં ખૂબ આઘાત અનુભવ્યું. સં. ૨૦૦૧ માં વેજલપુર ચાતુર્માસમાં મેટાં ગુરુજી પૂ. શ્રી ગુણશ્રીજી મ. પણ સ્વર્ગ ગામી બન્યા. સંસ્કારની સમૃદ્ધિ અને જ્ઞાનનો વારસો આપીને જનાર બંને ગુરુઓની ચિરવિદાય તેમને માટે વસમી બની, પણ કાળ આગળ કેઈનુંય ચાલતું નથી. જેને પ્રતિકાર કેઈના હાથમાં નથી, તેને શેક કરવાથી શું વળે?—એમ સમજી તેઓ સ્થિર બન્યા. તેઓશ્રીએ પોતાના જીવનમાં જ્ઞાનાભ્યાસ અને સ્વાધ્યાયને અનેરું મહત્ત્વ આપ્યું હતું. ન્યાયના ગ્રંથો, તર્કસંગ્રહ, મુક્તાવલિ, માધુરી–પંચલક્ષણ, સિદ્ધાંત–લક્ષણ, સ્વાવાદ મંજરી, રત્નાકરાવતારિકા આદિને સુંદર અભ્યાસ કર્યો અને જેન દશનનું પણ ઊંડું અવગાહન કર્યું. વિ. સં. ૨૦૧૨ માં અમદાવાદ ગુસા પારેખની પિળવાળા શેઠશ્રી હીરાલાલ ભેગીલાલ તથા શ્રી ત્રિકમભાઈ તરફથી તેઓશ્રીના ઉપદેશથી ઉપધાન તપ થયો. તેમાં ૨૦૦ ઉપરાંત આરાધકે હતાં. વર્ધમાન તપને પાયો નખાવ્યો. ધંધુકામાં સાયટીના દેરાસરમાં તેઓશ્રીના ઉપદેશથી શ્રી હીરાલાલ ભોગીલાલે શ્રી વાસુપૂજ્ય ભગવંતની પ્રતિષ્ઠા કરાવી. - શ્રી સંઘ વાત્સલ્યાધાર પરમ કૃપાળુ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજીના વરદ હસ્તે શ્રી શેત્રુંજી ડેમ ઉપર લગભગ ૬૦૦ પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ તેમાં પણ ભાવિક ભક્તોને ઉપદેશ આપી ઘણા પ્રભુજીની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. આવાં સુંદર ધાર્મિક કાર્યો તેઓશ્રીના ઉપદેશથી થયાં. અંત સમય સુધી તેમના જીવનમાં અભ્યાસ, વાચન અને મનન ચાલુ હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy