SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્નો ] [ ૪પ૩ અનુક્રમે જીવનને શ્રેય પનાવી, ઉત્તમ ગુણ શ્રેણ સાધી, પોતાના જીવનને ઉચ્ચ અને આદરણીય બનાવી ગયાં. એમનું ચારિત્ર અમારી સાધનામાં સહાયક બને અને અમને અજ્ઞાનમાંથી મુક્ત કરે એ જ મનોકામના. – પૂ. સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી હરેખાશ્રીજી મ. તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનના ઉત્કૃષ્ટ સાધક પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ કર્કને ધર્મોપદેશ આપી સન્માર્ગે વાળનાર અને સ્તંભતીર્થની પુણ્યભૂમિમાં જીવનને અંતિમ શ્વાસ લેનાર પૂ. શ્રી કંચનશ્રીજી મ.ને ગુણદીપક સદાય ઝળહળતો રહેશે. જૂના કાળમાં ચંબાવતી નગરી અને ત્યાર પછી સ્તંભતીર્થ ધરણેન્દ્ર, વરુણદેવ આદિ દેવ તથા શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણજી આદિથી પૂજિત અને જેમનાં સ્નાત્ર જળથી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મ.નો કોઢને રોગ ગયે, જે પ્રભુની દષ્ટિથી નાગાર્જુન યેગીએ સુવર્ણ રસની સિદ્ધિ પ્રાપ્ત કરી, વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ત્રીજે પ. પૂ. શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી સ. ના વરદ હસ્તે જે પ્રભુની પુનઃ પ્રતિષ્ઠા થઈ તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નામથી પ્રસિદ્ધ સ્તંભતીર્થ, અપભ્રંશથી ખંભાત શહેરનું ઇતિહાસમાં અનેરું સ્થાન છે. તે પ્રભુનું મંદિર બારવાડામાં છે. તેની નજીક વસતા શેઠશ્રી છોટાલાલ પિચંદ સુખી સંગ્રહસ્થનાં ધર્મપત્ની શ્રી મંગુબેનને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. આ કુટુંબ ધર્મસંસ્કારોથી વાસિત હતું. માતાપિતાએ પણ બાળકને ધર્મનું સારું સિંચન કરેલ. છોટાભાઈના હૈયામાં એક વાત હતી, કે મારા સંતાનોમાંથી કઈ પણ આત્મા પ્રભુ શ્રી વીરના પંથે પ્રયાણ કરે તે ઘણું જ ઉત્તમ થાય. જાણે પિતાની ભાવનાને જ સાકાર કરવાની હોય, તેમ વચલાં સુપુત્રી કાન્તાને ચારિત્ર લેવાનાં પરિણામ થયાં. તેના મનમાં રોજ એક જ વાત હતી, કે હું ક્યારે ચારિત્ર લઈ આત્મશ્રેય સાધું? શાળાનો અભ્યાસ ગુજરાતી છ ચોપડીને કર્યો, અને સાથે ધાર્મિક પંચપ્રતિકમણ, ચાર પ્રકરણ, અને સંસ્કૃત માર્ગો પદેશિકાનો અભ્યાસ પણ કર્યો. પિતાની દીક્ષા લેવાની ભાવના માતા-પિતાને જણાવી. માતા-પિતાને લાગ્યું, કે નાની ઉંમર છે, તેથી અનુમતિ ન આપી. પણ પિતાની દીક્ષા લેવાની દઢ ભાવના હોવાથી પ. પૂ. આચાર્ય શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. પાસે મૂળમાંથી ઘીને ત્યાગ કર્યો. સાધના અને સિદ્ધિ સરળ નથી, તેમ અડગ નિશ્ચય આગળ તે કઠિન પણ નથી. એક મહાન આદની સિદ્ધિ માટે આમ કર્યા વિના છૂટકો ન હતે. અંતે માતા-પિતાને સમજાયું કે આ બાળાને ચારિત્ર લેવાને અડગ નિશ્ચય છે, તેથી દીક્ષા લેવાની રજા આપી. દિવસની આશા ફળી. બહેન કાન્તાને ખૂબ હર્ષ થયે. પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. પાસે દીક્ષાનું મુહૂર્ત જેવડાવ્યું. જેઠ સુદ ૪ નું મુહૂર્ત આવ્યું. ત્યાર બાદ પુત્રી કાન્તાને પાલીતાણા શ્રી દયાળુ દાદાની યાત્રા કરવા મોકલી. દક્ષા અપાવવા માટે પ. પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. ને સેજિત્રા વિનતિ કરી આવ્યાં. જોગાનુજોગ પ. પૂ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મ. પણ પધાર્યા. લગભગ ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy