________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૪૫૫ વિ. સં. ૨૦૩૩ના આસો વદ ૭મે તેમને ગેસની વધુ પ્રમાણમાં તકલીફ થઈ. ડૉકટરના સૂચન મુજબ મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી, પણ તબિયતમાં ખાસ સુધારો ન લાગે. સંથારામાંથી પિતાની મેળે ઊઠવા-બેસવાની પણ તાકાત ન હતી. વેદનાએ શરીરમાં જેર જમાવ્યું હતું ત્યારે આ સાધક આત્માએ આત્મામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. સોજા, તાવ, ઉધરસ, પેટમાં દર્દ વગેરે વ્યાધિઓથી ભરપૂર છતાં કેઈ દિવસ વેદનાને ચીત્કાર પણ કર્યો નહીં.
અઢી મહિનાની માંદગી છતાં સંપૂર્ણ શાન્તિ, મુખ પર પ્રસન્નતા, ધર્મશ્રવણ કરવાની રુચિ સાથે વેદનીય કર્મના આક્રમણ સામે ટકકર ઝીલી રહ્યાં. નિત્ય સ્મરણ, ચઉસરણ, આઉર પચ્ચક્ખાણ પન્ન સાથ, પંચસૂત્ર, પુણ્યપ્રકાશનું સ્તવન, ભાવનાની સજઝા આદિ આરાધના કરાવવાનું રોજ ચાલુ હતું. સતત ત્રણ દિવસ અખંડ ધારાએ શ્રી મહામંત્રની ધૂન ચાલુ હતી. પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના સ્વમુખે ઉચ્ચારાતા શ્રી નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં, ચતુવિધ સંઘની હાજરીમાં શ્રી હેમચન્દ્રાચાર્ય ઉપાશ્રયમાં, સમાધિપૂર્વક ૩૫ વર્ષના દીર્ઘ ચારિત્ર્ય પર્યાયની નિર્મળ આરાધના કરી, જ્ઞાનગ, કિયાયોગ અને ભક્તિયેગન સુમેળ સાધી વિ. સં. ૨૦૩૩ના પિષ સુદ ૧૦ના તેઓશ્રી સ્વર્ગે સિધાવ્યાં.
તેઓશ્રીને ભાવપૂર્વક મારી હાદિક શ્રદ્ધાંજલિ અર્પી વંદના કરું છું. અંતમાં તેઓશ્રીમાં જોયેલા–અનુભવેલાં સરળતા, નમ્રતા, સહનશીલતા, નિખાલસતા આદિ ગુણે જીવનમાં કેળવી આત્મશ્રેય સાધીએ, એ જ અભ્યર્થના.
-પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ (“ત્રિશલા” એપ્રિલ, ૧૯૭૭ના અંકમાંથી સાભાર ઉદધૃત.)
વિયાવચ્ચ અને વાત્સલ્યનાં પ્રેમાળ મૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી મહારાજ
અનેક જિનમંદિર, ઉપાશ્રયો અને ધર્મસ્થાનોથી શોભતા રાજનગર અમદાવાદમાં વસતું ધમપ્રેમી શેઠ મણિભાઈ પત્ની મંગળાબહેન અને પુત્રીરત્ન શશીબહેનનું કુટુંબ ઘણું જ સંસ્કારી હતું. ધનિક વાતાવરણમાં શશીબહેનને ઉછેર થયો હતો. ધર્મનાં ઊંડાં બીજ રોપાયાં હતાં. સંસ્કારી પિતા વિચારતા, કે મારાં સંતાનો સંયમ માગે જાય, તો સારું, મારું સંસારનું મૂળ કપાઈ જાય. પિતાજીની એવી દિવ્ય ભાવના હતી, પણ માતા તેથી વિપરીત વિચારનાં હતાં, જેથી શશીબહેનનાં તેર વર્ષની ઉંમરે ભગુભાઈ સુતરિયાના ભાઈ મણિભાઈ સુતરિયા સાથે તેમના લગ્ન કર્યા. શશીબહેનને એક પુત્રી થઈ. ભૌતિક સુખની કોઈ કમી ન હતી. ત્યાં તો એકાએક કાળરાજાનું આક્રમણ થયું, અને મણિભાઈ અપર સૃષ્ટિમાં ચાલ્યા ગયા. માત્ર પંદર વર્ષની કુમળી વયે શશીબહેન વિધવા થયાં. પુત્રીએ પણ પિતાની વાટ લીધી. કેમ જાણે, ધમીજનેના ભાગ્યમાં ભૌતિક સુખ હોતું નથી!
તેમના પૂ. પિતાશ્રીએ દૂર દેશમાં જઈને દીક્ષા લીધી હતી. પૂ. લધિસૂરી મ. સા.ના શિષ્ય પૂ. નિપુણવિજયજી મ. સા. બન્યાં હતાં. આત્મસાધનામાં લીન પૂ. નિપુણવિજયજી મ. સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org