________________
| ૪૪૯
શાસનનાં શ્રમણીરત્ના
જન્મ પામ્યાં તે ત્રબાવતી નગરીમાં અંતિમ સમય સાધી દેહના વિલય કર્યાં. અમર આત્મા ઉચ્ચગતિને પામી ગયા. શિષ્યા-પ્રશિષ્યાઓને, શ્રાવક-શ્રાવિકાઓને પૂ. ગુરુદેવના ઘણા-ઘણા વિરહ લાગ્યા. પૂ. ગુરુદેવ અનંતની વાટે ચાલ્યાં ગયાં, એથી અમ જેવાં શિષ્યાએ નિરાધાર બન્યાં.
અમારાં આધારભૂત એવાં પૂ. ગુરુદેવે શાસનનાં અનેકવિધ કાર્યાં કરી જીવનને જીવી જાણ્યું, મૃત્યુ મેળવી જાણ્યું, જીવન અમર બનાવી જાણ્યુ'. એવાં એ પરમતારક પૂ. ગુરુદેવનાં ચરણામાં ભાવભરી વંદના કરી અમારી અપેક્ષા છે કે આપનાં જેવા ગુણા મેળવીએ, ગુણવંતા બનીને જીવનને કૃતકૃતાર્થ કરીએ.
“ જ્ઞાનહીન અબુધ અંધ મુજને, જ્ઞાનાંજન આંજીને દૃષ્ટિદાન દઈ કૃપા બહુ કરી, પોતાપણુ` પેખીને; પ્યાલા વીર તણા સુધારસ ભરી પાયા દયા લાવીને, ઉપકારી ગુરુદેવ વંદન કરુ', ત્રિકાળ સ ંભારીને.” —પૂ. સા. શ્રી સ્વય‘પ્રભાશ્રીજી મ.
આરાધના, ઉપાસના અને સાધના દ્વારા સયમજીવનને ઉન્નત બનાવનાર પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ
જેમની નજરમાંથી નેહ નીતરતા, જેમની આંખમાંથી અમી ઝરતું, જેમને જોતાં અંતરમાંથી આનંદ પ્રગટતા, જેમના વચનમાંથી વાત્સલ્ય વરસતુ એવાં પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ના જન્મ રૂડી ત્રંબાવટી નગરી કે જેમાં અનેક ગગનચુંબી જિનાલયેા શોભી રહ્યાં છે, વળી યશનામ કમ જેમનુ જોરદાર છે એવા પરમાપકારી સ્થંભન પાર્શ્વનાથનુ જિનાલય તી સમાન છે તેવા ખભાત શહેરમાં સ. ૧૯૬૪ના શ્રાવણ વદ ૧૨ના રાજ થયા હતા. તેમનુ જન્મનામ જસીબહેન હતું. નાની ઉમરમાં માતા મંગળાબહેનની મમતા અને પિતા ભેાગીલાલના પ્રેમ મળતાં જસીબહેન ધર્માંના સુસ'સ્કારાથી નવપલ્લવિત બન્યાં. ભાગીલાલભાઈ અને મંગળાબહેનને એ પુત્ર અને એક પુત્રી હતાં. પહેલાંની રૂઢિ પ્રમાણે, યૌવનના આંગણે પ્રવેશ કરતાં પહેલાં જ, બાર વરસની ઉમરે, જીવાભાઈ ઘીયા સાથે જસીબહેનનાં લગ્ન થયાં. લગ્ન બાદ છ માસમાં જ જીવાભાઈ સંગ્રહણીના દર્દમાં ઘેરાયા અને તેએ દેહરૂપી પિંજરને છેડીને આત્મારૂપી પોપટને ઉડાડી સ’સારમાંથી વિદાય થયા. આ વિદ્યાય જસીબહેન માટે અસહ્ય બની, અને પિતાને પણ વિશેષ વસમી લાગી. નાની ઉંમરમાં જસીબહેન પર આવેલુ' દુઃખ તેએ જોઈ ન શકયા. તેમના આત્મા વૈરાગ્યની વાટે વિચરવા તત્પર બન્યા, પણ જવાબદારી હાવાથી તત્કાલ સંસાર છેડી ન શકતાં, એક દિવસ પાલીતાણા યાત્રાને બહાને પૂ. રૂપવિજયજી મ. પાસે જઈને સ. ૧૯૮૫માં છાની પ્રવજ્યા પ્રાપ્ત કરી. જસીબહેનને પૂ. સૌભાગ્યશ્રીજી મ.નાં પ્રશિષ્યા પૂ. ગુણશ્રીજી મ. ના પરિચય થયે! અને રેવાબહેન તથા કાંતાબહેનના સાથ સહકાર મળ્યા. ત્રણેય સખીઓ સાથે જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યાં. રેવા–જસી ખાસ સખીએ. સાથે લગ્ન, સાથે દુ:ખ, અને હવે સાથે વૈરાગ્યના વેશ મેળવવા તલપાપડ બન્યાં.
સ. ૧૯૮૯, જેડ સુદ ૪ ના દિવસે ૨૪ વર્ષોંની 'મરે પેાતે સયમને સાજ અને ત્યાગના તાજ પહેર્યાં. તેમનું નામ જિનેન્દ્રશ્રીજી અને રેવાબહેનનું નામ રાજેન્દ્રશ્રીજી મ. પડયું. ત્યાર બાદ તેઓ જ્ઞાન–ધ્યાનમાં ખૂબ મસ્ત બન્યાં. તેમની વડી દીક્ષા ગેાધરામાં સ. ૧૯૯૦ ના માગશર સુદ પાંચમના થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org