________________
૪૪૮ ]
[ શાસનનાં શમણીરત્નો સૂચવતી પુનિત પળે, ઉત્તમ સંસ્કાર સંચય કરીને આવેલા ભવ્યાત્માએ પવિત્રતર બનાવી. જાણે કે “ઊગતી ઉપાએ ખીલેલી પુષ્પની કળી, જેમાં સૌની આંખડી જાયે ઠરી.”
“રેવા' નામથી અંક્તિ બનેલી આ બાલિકાની સુવાસ પૂર્વે પાજિત તથા માતા-પિતાના સુસંસ્કારોના સિંચનથી એતરફ મહેકતી રહી. બાલ્યકાળથી જ સરળતા, ગભીરતા, ઉદારતા, ધમપરાયણતા ઈત્યાદિ ગુણાએ વાસ કર્યો હતો. સમય જતાં પૂ. ગુરુ ભગવંતોની વૈરાગ્યરસ ઝરતી વાણીને સ્વ–આત્માને અનુભવ થવા માંડ્યો. જ્ઞાનની મીઠી ગોઠડીમાં આત્માને વૈરાગ્ય ભાવથી રંગ્યો. પૂર્વભવને પ્રબળ પુણ્યોદય પ્રાપ્ત થતાં ૨૮ વર્ષની ભરયૌવન વયમાં સંસારના મને રજનને તિલાંજલિ આપી. વિ. સં. ૧૯૮૮ ના જેઠ સુ. ૪ ના શુભ દિને શ્રી જિનેશ્વર દેવ પ્રણીત ત્યાગમાગને હૃદયંગત બનાવી ઉપકારી જનના આશીર્વાદપૂર્વક સંયમી બન્યાં.
પ્રશાંત સ્વભાવ, ગુણોથી ગુણિશ્લ પૂ. સાધ્વી શ્રી ગુણશ્રીજી મ.નાં ચરણમાં જીવન સમર્પિત કર્યું, અર્થાત, તેઓશ્રીનાં શિષ્યા પૂ. સાધ્વી રાજેન્દ્રશ્રીજી બન્યાં. સાધ્વાચારથી તનમનને રંગી ચારિત્રમાર્ગની આરાધના દ્વારા આત્મા સાપને સાધવા દત્તચિત્ત બન્યાં. પૂ. ગુરુદેવની શીતળ છાયામાં વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, સંયમના ગુણોથી જ્ઞાન-ધ્યાનની મસ્તીમાં મગ્ન બન્યાં, જેથી સમતા, સહિષ્ણુતા, પાપભીરુતાદિના ગુણોથી આત્મા સુવાસિત બન્ય.
સ્વભાવમાં સદા જીવ માત્ર પ્રત્યે સભાવ. મીઠી મધુરી વાણી. અવાજ અમૃત, કર્ણપ્રિય. ક્ષમા-સમતાના પ્રભાવે તેઓશ્રીનાં નયનોમાં અમીવર્ષા જણાતી. તેઓશ્રીના જીવન–બાગમાં સંયમગુણનાં વિકસિત ફૂલેથી ચોતરફ સુગંધી વહેતી હતી. અનેક ભવ્યાત્માઓએ તે સુગધીને આસ્વાદ કર્યો. અનેક આત્માઓને તેઓશ્રીએ સર્વવિરતિ અને દેશવિરતિના માર્ગમાં સ્થિર કર્યા. તેઓશ્રીનાં છ શિષ્યાએ આત્માન્નતિના માર્ગે આગળ વધીને પૂ. ગુરુદેવના નામને સુશોભિત કરનારાં થયાં..
ગુણીના ગુણ ચેરફ વિસ્તૃત બને એ તેનો સહજ સ્વભાવ છે. એથી શ્રાવક-શ્રાવિકાઓ તેઓશ્રીની પ્રેરણું પામીને સર્તવ્યનાં સહભાગી બનતાં હતાં. સમ્યમ્ દર્શનને પ્રાપ્ત કરાવનાર વીરની વાણીની પરબ માંડી હતી. કઈક ભાગ્યશાળી એ પરબ પાસે સંસારના ત્રિવિધ તાપની તૃષા છિપાવતા હતા. ધર્મનિષ્ટ શ્રદ્ધાવાન મહાસુખભાઈ વીરચંદભાઈએ પૂ. ગુરુદેવની શુભ પ્રેરણા મેળવીને સ્થાવર તીથ ગોધરા મુકામે સાયટીમાં શિખરબંધી ભવ્ય જિનાલય તથા શ્રી નણંદ-ભેજાઈ નામે પૌષધશાળા બનાવ્યાં. અનેકને રત્નત્રયીની આરાધનાથે એ ઉપયેગી બન્યાં. અનેકવિધ શાસનપ્રભાવનામાં, તપશ્ચર્યામાં તથા તીર્થયાત્રામાં પુરુષાર્થ આદર્યો હતો.
તપસ્યાના તલસાટે કયુ” ઈન્દ્રિયદમન, આતમના અજવાળે મુક્તિ મંઝિલે ગમન.
નવકાર મંત્રના જાપના પ્રભાવે સંયમમગ્ન બનેલાં પૂ. ગુરુદેવશ્રીની સંયમનેય પુરપાટ ચાલી રહી હતી. સમય સમયનું કામ કરે છે. સડન, પડન, વિદવંશરૂપ અનિત્ય દેહથી કાર્ય સાધી શકાય તેટલું સાધી, જાણે અનંતની વાટે ગમન કરવા તૈયારી ન કરી હોય?
–તેવી અનેક શુભ ભાવનાઓ ભાવી અંતિમ સમયને સાધતાં હતાં. નશ્વર દેહ તો તીર્થકરનો હોય કે ચક્રવર્તીને, કેઈનય અમર રહ્યો નથી. પૂ. ગુરુદેવના મનમાં શુભ ભાવના હતી તે મુજબ ગચ્છાધિપતિ, સંઘ કૌશલ્યાધાર, જ્યોતિષ માતડ પ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મ. સા.ના સ્વમુખે નિમણાને પામ્યા. પૂ. શ્રીના વરદ મુખેથી નવકાર મંત્રનું શ્રવણ કરતાં કરતાં વિ. સં. ૨૦૨૫ની વૈશાખી પૂર્ણિમાની ગોઝારી રાત્રિએ સમાધિભાવે દેહત્યાગ કર્યો. જે સ્થળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org