________________
૪૫૦ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કમગ્રંથ, કમ્મપયડી, વ્યાકરણ, ન્યાય, પંચસંગ્રહ, પ્રાકૃત વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની ભત્રીજી (પિતાના ભાઈ નગીનભાઈની પુત્રી) ને પણ સંસારની અસારતા સમજાવી સંયમને માગ સ્વીકારવા પ્રેરણા આપી. મધુ અને વિમળાએ પણ પોતાનાં સંસારી ફઈબાના રાહ પર ચાલવા ડગ ભર્યા, અને સં. ૨૦૦૬ ના માગસર સુદ ૬ ના દિવસે બંને ભત્રીજીને દીક્ષા આપી. ત્યાર બાદ નાની મીનાક્ષીને પણ સં. ૨૦૨૫ માં દીક્ષા આપી, ત્રણ ભત્રીજીને ત્યાગમાર્ગમાં સાથે લીધી.
તેઓનાં વ્રત–નિયમ અગમ્ય હતાં. સવારે દેરાસરે પ્રભુદર્શન પહેલાં બોલતાં નહી, મૌન સેવતાં. રોજ મોડી રાત્રે અઢી વાગ્યે ઊઠીને અપ્રમત્તભાવે આરાધના કરતાં પ્રમાદ જરા પણ ન કરતાં. રાત્રે પારસી ભણાવ્યા બાદ ગમે તેવા અવસરે પણ ન બોલતાં, મૌન પાળતાં. અંતરની આરાધના, સંચમની સાધના અને ઉપાસના દ્વારા પોતાના જીવનને ખૂબ પવિત્ર બનાવ્યું. તેમનાથી બહુ તપ થો નહીં, પણ અન્ય વ્રત-નિયમે રાખવાનો ગુણ વિશિષ્ટ ધરાવતાં હતાં. ગમે તેવી ચીજ પાત્રામાં આવે તે મૌનપણે જ વાપરી લેતા. તેમનામાં મૌન પાળવાની અજબ શક્તિ હતી. વિશિષ્ટ કાર્ય વગર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતાં નહીં. વિશેષ પ્રકારે મીઠાઈનો લગભગ ત્યાગ જ કરતાં તેમણે બાટાદની ચૌદ વ્યક્તિઓને વિરતિના વહાણમાં બેસાડ્યાં, તેથી તેઓ ખંભાતનાં હોવા છતાં બાટાદનાં કહેવાયાં, જ્યારે તેમનાં દાદી ગુરુ શ્રી સૌભાગ્યશ્રીજી મ. બોટાદનાં હોવા છતાં ખંભાતનાં કહેવાય.
તેઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં અનેક સ્થળોએ વિચર્યાં હતાં. વિશેષ બોટાદ, ખંભાત, ગોધરા અને પાલીતાણામાં ચાતુર્માસ થયાં નવ્વાણું યાત્રા પણ સુખરૂપ કરેલી. પ્રભુ પ્રત્યેની પ્રીતિ–ભક્તિ ઘણી જોરદાર હતી. એક—બે કલાક પ્રભુભક્તિમાં ક્યાં પસાર થાય તેની ખબર રહેતી નહીં.
સં. ૨૦૪૩ નું છેલ્લું ચાતુર્માસ બેટાદ હતું. ભાદરવા વદ આઠમે, જેમ અષાઢી મેઘ આવે, ને દેવતા ગેડી-દડે રમતા હોય, ને ગડગડાટ સંભળાય, ને વીજળીની ચકમક થાય, તેમ, સવારના પાંચ ને પંદર મિનિટે, હું દાદરની ઓરડી નીચે સૂતી હતી, ત્યાં સાધ્વી પૂર્ણાશ્રીજીએ અંદર આવીને “ગુરુજીને કંઈક થઈ ગયું' તેમ કહેતાં હું સંથારામાંથી ઊઠીને તરત જ બહાર આવી. ગુરુજી જાણે ઘેર નિદ્રામાં પિઢતાં હોય તેમ પાટ પર સૂતાં હતાં. મન માનવા તૈયાર ન હતું, છતાં સાચું માન્યા વગર હવે છૂટકે પણ ન હતો. આત્માનું અમર સુખ મેળવવા તેઓ ચાલી નીકળ્યાં હતાં. સંયમ-રથના ચકમાં પ્રાણ પૂરનાર પ્યારાં ગુરુદેવને કણ ભૂલે? કેમ ભૂલે? ને કેવી રીતે ભૂલે? સંયમ–પંથના અજ્ઞાનના કાંટા દૂર કરી, જ્ઞાનરૂપી પુષ્પ પાથરનાર, નેહરૂપી તેલ પૂરી આત્મદીપ પ્રગટાવનારને કદી નહીં ભૂલી શકાય.
પૂ. ગુરુદેવના ગુણોનું વર્ણન કરવા મારી પાસે શબ્દ કે ભાષા નથી. તેમનામાં ધીરજ, સરળતા, હૃદયની નિખાલસતા અને વાણીની મધુરતા અદ્દભુત હતી. તેમનું જ્ઞાન પણ અલૌકિક હતું. ડોકટર માત્ર શારીરના રોગને દૂર કરે, જ્યારે પૂ. ગુરુદેવ આત્માને લાગેલ કમરૂપી રોગને દૂર કરતા સર્જન સમાન હતાં. ૪૬ વર્ષ સુધી સંયમની સફર કરીને, એકોતેર વર્ષના આયુષ્યની સફરને સફળ બનાવી ભાદરવા વદ અષ્ટમીને દિવસે અષ્ટકર્મનો ક્ષય કરી એમણે પરલોકે પ્રયાણ કર્યું.
છેલ્લી ઘડીએ તેમને હેમરેજની અસર થઈ. રાત્રે કંઈ જ ન હતું. સવારે પ્રતિકમણજાપ-નવકારવાળી-પડિલેહણ–બધું જાતે જ કર્યું, ને પાંચ વાગે “મને કંઈક થાય છે તેમ કહીને ભર નિદ્રામાં પોઢતાં હોય તેમ સૂતાં. સુખ એમને લીન ન બનાવી શક્યું, દુઃખ એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org