________________
૪૪૪ ]
[ શાસનનાં શમણીરત્નો શિષ્યા પૂ. સરસ્વતીશ્રીજી મ. બન્યાં. તેઓશ્રી ગુરુનાં અને પ્રગુરુનાં કૃપાપાત્ર બની પિતાના સંયમી
જીવનને નામથી, કામથી અને ભક્તિયેગથી સાર્થક કરી નિષ્ઠાપૂર્વક આખા સમુદાયનું સુકાન સંભાળીને શિષ્યા, ગુરુબહેને અને ગુરુબહેનની શિષ્યાઓને સહાયભૂત થઈ રહ્યાં.
પૂ. ચારિત્રશ્રીજી મ. નાં ગુરુજી પૂ. ચંપકશ્રીજી મ. ની તબિયત અસ્વસ્થ થતાં સાબરમતીમાં ચૌદ જેટલાં ચાતુર્માસ કરીને કેટલાંક બહેનોને ધર્માભિમુખ કર્યા, તેથી સાબરમતી માટે બંને ગુરુદેવ નામથી જાણીતાં અને માનીતાં બન્યાં હતા. તેઓશ્રીની અનન્ય કૃપાદ્રષ્ટિ એ ક્ષેત્ર પર પડેલી. આજે બહેનો માટે શ્રી સંઘને ઉપાશ્રય છે તે તેમના સદુપદેશથી તૈયાર થયેલ છે.
ખરેખર, પૂજ્ય શ્રી ગુરુદેવ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતાં કે એમનો લક્તિગ લેહચુંબક જેવો દેખાતે, અંતિમ સમય સુધી અનપમ ભક્તિ કરીને ગુરુદેવની સમાધિ જાળવી અનુપમ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી કે જેના પ્રતાપે તેમને સાત શિષ્યા થયાં. આજે ચાર શિષ્યાની ઉપસ્થિતિ છે. તેમાં પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. ના નામનાં પાંચમાં શિષ્યા છે. તેમનું બાલ્યકાળથી જ સુસંસ્કારી જીવન છે. તેમણે ૧૩ વર્ષની નાની વયમાં વિ. સં. ૨૦૦૯ માં દીક્ષા સ્વીકારેલી છે. માની ગોદમાં નિર્ભયપણે ખેલતા બાળકની જેમ દીક્ષા લઈને અષ્ટપ્રવચન માતાના ખોળે અપ્રમત્તપણે ખેલ્યાં. આજે તેમનો ૪૧ વર્ષને દિક્ષા પર્યાય છે. તેમને ૯ શિષ્યા અને ૧૦ પ્રશિષ્યા છે. તેમનાં સંસારી માતા-પિતા અને બે ભાઈઓએ દીક્ષાને સ્વીકાર કરે છે. મોટાભાઈ વ્યાકરણાચાર્ય પૂ. આચાર્ય શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. અને લઘુબંધુ દેશનાદલ પૂ. પં. પ્રદ્યુમ્નવિજયજી મ. છે. તેમ જ પિતાજી પૂ. હીરવિજયજી મ. હતા. તેમની આજે ઉપસ્થિતિ નથી. માતુશ્રી પ્રભાબહેન પણ દીક્ષાને સ્વીકાર કરીને પૂ. ચારિત્રશ્રીજી મ. નાં શિખ્યા પૂ. પદ્મલતાશ્રીજી બન્યાં છે. તેઓ તપજપ–સ્વાધ્યાય અને પ્રભુભક્તિમાં મગ્ન રહે છે. ધન્ય છે પરમાત્માને શાસનને પામેલા આવા આરાધક મહાત્માઓને !
સમ્યફ તપ : જેનશાસનમાં તપ એ તો સાધુજીવનનો શણગાર છે, પ્રાણ છે, સંયમજીવનની સુવાસ છે. તે હેતુથી પૂ. ચારિત્રશ્રીજી મહારાજે આદરપૂર્વક તપ ધમનું આચરણ કર્યું. સંયમજીવનમાં જોઈએ તેવી સ્વસ્થતા ન રહેવા છતાં મને બળ મક્કમ કરીને વર્ધમાન તપની ૪૩ ઓળી, વરસીતપ, એકાંતર પ૮૧ આયંબિલ અને સંયમના ૧૭ ઉપવાસ – આ રીતે નાનાં-મોટાં બાહ્ય તપ કરીને જીવનને યશસ્વી બનાવ્યું. બાદમાં તેમનું સ્વાથ્ય વધુ બગડતાં તપારાધન ન કરી શક્યાં, પણ કેટલાં ૧૯ વર્ષથી ઘીનો ત્યાગ હતો. આવા ત્યાગની અનુભૂતિથી શિષ્યા-પ્રશિષ્યાને કઈ પણ જાતને અવરોધ કે અંતરાય કર્યા વિના પ્રતિદિન તપ કરવાની પ્રેરણા આપી. તેમનાં શિખ્યા પૂ. પલતાશ્રીજી અને પ્રશિષ્યા સા. મનરમાશ્રીજી તથા સા. નયન પ્રજ્ઞાશ્રીજીને વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરાવી. આ રીતે તેમનાં શરણુથી નાની વયનાં પ્રશિખ્યાઓને પણ તપમાં સારી રીતે જોડ્યાં.
અસ્વસ્થતાને કારણે છેલ્લાં આઠેક વર્ષ સાબરમતીમાં જ સ્થિરવાસ રહ્યાં, છતાં આકૃતિથી અનોખાં, પ્રકૃતિથી પ્રભાવશાળી એવાં પૂજ્યશ્રીને પ્રભુમાગમાં રહેલા સંયમી આત્માઓ પ્રત્યે ગુણાનુરાગ અજબ-ગજબનો હતો. સૌ કોઈનું હિત કેમ થાય, તેવી ગુણગ્રાહી દષ્ટિ હતી. કરુણાથી ભરેલા કોમળ હૃદયવાળા એવા તેનો સ્વાધ્યાય-જાપ પ્રસન્નતાપૂર્વક અવિરત ચાલુ હતો. તેમની રગેરગમાં અને તેમના રોમેરેામમાં નમભાવ અસ્થિમજજાવત્ હતું, એટલે સમાચિત વારંવાર શિષ્યા-પ્રશિષ્યાને નમ્રતા માટેની હિતશિક્ષા પ્રદાન કરતા. “જે નમી શકે તે ખમી શકે, જે ખમી શકે તે દમી શકે, જે દમી શકે તે શમી શકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org