________________
[ ૪૪૫
શાસનનાં શમણીર ]
પૂ. ચારિત્રશ્રીજી મ. ને થોડા માસ પૂર્વે મગજમાં લોહીનું પરિભ્રમણ અટકી ગયું. બીજાં અનેક દદોથી ઘેરાયેલાં હતાં. આહાર ઘટી ગયે. અશક્તિ વધી ગઈ. સંથારે શયનના કારણે મેટા “બેડર” પડી ગયા. પૂ. શ્રીના દેહ પર જે વસંત ખીલેલી હતી તે પાનખર ઋતુએ આવીને હટાવીને દેહને નિબળ બનાવી દીધું. અસહ્ય અને અસાધ્ય રોગો છતાં બીમારીને બિછાને પહેલાં ગુરુદેવની સમતા, સમાધિ, સહિષ્ણુતા અકથ્ય હતી. સ્વયં અરિહંતની આરાધનામાં મગ્ન, આત્મરમણતામાં લીન હતાં. કાળની ગતિ અખલિત છે. કમની ગતિ ન્યારી છે. સૃષ્ટિને સનાતન નિયમ અફર છે. એ નિયમાનુસાર, વિ. સં. ૨૦૪૯ના મહા વદ ચોથના સંધ્યા સમયે શિષ્યા પરિવાર અને આરાધકની આરાધના પામતાં–પામતાં, નમસ્કાર મહામંત્રના શબ્દોનું શ્રવણ કરતાં આ નશ્વર કાયાની માયાને મૂકી સારાય સમુદાયના મોવડી, ચારિત્ર-રથના સારથિ, વિશાળ પરિવારના આધાર, સૌને નિરાધાર મૂકી, આત્માની સાધના કરી, પૂજ્યશ્રીએ ૮૧ વર્ષની વયે, ૬૦ વર્ષને દીર્ઘ અને ઉત્કૃષ્ટ સંયમપર્યાય પાળી, પિતાની જીવનલીલા સંકેલી વિરાટ વિશ્વમાંથી વિદાય લીધી. પૂ. ગુરુદેવ દેહથી ભલે દૂર થયાં, ભાવથી અમારી સાથે અજર અને અમર છે. અમારા જીવનમાં એ વિરલ વિભૂતિની મોટી બેટ પડી છે. તેઓશ્રીનું ઉદાત્ત જીવનકથન દીવાદાંડી રૂપ બને, એ જ અભ્યર્થના.
પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મ. [ સૌજન્ય : પૂ. સા. શ્રી સરસ્વતી શ્રીજી મ.ના ઉપદેશથી શાસનપ્રેમી મહાનુભાવો તરફથી. ]
પ્રશાંત મુદ્રા, મધુરવાણી, અદ્દભુત જ્ઞાનસાધના તથા વાત્સલ્યાદિ અનેક
ગુણશ્રેણીઓથી વિભૂષિત પૂ. સાધ્વી શ્રી ચંદ્રાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૪૫માં ગુજરાતમાં આવેલી ધર્મમયી નગરીઓમાંની એક
નગરીમાં વીશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં સારાયે શહેરમાં અગ્રગણ્ય એવા ગાંધી કુટુંબમાં કસ્તુરચંદ જેચંદને ત્યાં તેમનાં ધર્મપત્ની પૂતળીબહેનની કુક્ષિએ થે. તેમનું જન્મનામ બાબરીબહેન પાડવામાં આવ્યું હતું. દિન-પ્રતિદિન ધર્મના સંસ્કારથી વાસિત બનેલાં, માતા-પિતાના સુસંસકારોના સિંચન સાથે લાડકોડથી બાબરીબહેનને ઉછેર થવા લાગે. એ જમાને જૂને હતો. પુત્રી યૌવનના આંગણે આવીને ઊભી રહે એ પહેલાં જ માતા-પિતા એને પરણાવી દેતાં. ખંભાતના જ રહીશ શા. અંબાલાલ સાકળચંદની સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. બાબરી બહેન સંસારની પ્રવૃત્તિ સાથે ધર્મની આરાધનામાં પણ રસ ધરાવતાં. સુખ-શાંતિથી વહી રહેલા જીવન ઉપર જાણે કે કુદરતને પણ ઈર્ષ્યા આવી ન હોય? એમ એકાએક અંબાલાલભાઈ યમરાજાના સકંજામાં સપડાઈ ગયા. આ ઘટનાથી બાબરીબહેનના હૃદય પર અસહ્ય આઘાત લાગે એ સ્વાભાવિક હતું. ઉંમર ઘણું જ નાની હતી. ધર્મવાસિત આ આત્માનું મન વૈરાગ્યવાસિત બનવા છતાં પણ એક શોક્યપુત્ર નાનો હેવાથી નિલેપભાવે કેટલોક સમય સંસારમાં જ પસાર કરે પડયો. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનાભ્યાસ અને સંગીતને ખૂબ જ શેખ. બુદ્ધિની કુશળતા પણ ખરી, જેથી ઘરકામને વ્યવસ્થિત રીતે ટૂંકમાં પતાવી સારેય સમય ભણવાભણાવવામાં પસાર કરતાં. પૂજા-મંડળની પણ સ્થાપના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org