________________
શાસનનાં શ્રમણીર ]
[ ૪૪૩ કરેલાં. તેમનો શ્વસુરપક્ષ, અમદાવાદ-ભંડેરી પળમાં વસતા હતા. તેમની સાસુજી મણિબહેનને પુત્રવધૂ પર અપાર લાગણી હતી. પરંતુ કમસંગે લગ્નને ત્રણ વર્ષ થયાં ને વૈધવ્ય પ્રાપ્ત થયું. પછી તેમના સાસુજીએ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે શિક્ષિકાબહેનનું ટયૂશન રખાવેલ. તેમાં તેમણે નવમરણ, ચાર પ્રકરણ ત્રણ ભાગ્ય છે કર્મ ગ્રંથ આદિન કામિક તથા સાત ચોપડીનો વ્યાવહારિક અભ્યાસ કરીને ફાઇનલની પરીક્ષા આપી. સારા માર્કસ મેળવી સર્ટિફિકેટ મેળવેલું એટલે મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં સવિસ મેળવી. ત્યાં પાંચ વર્ષ સવિસ કરી, પરંતુ પૂર્વભવની આરાધનાના દઢ સંસ્કારોના બળે જલકમલવત્ સંસારમાં વિરક્તિભાવે રહેતાં, એટલે મનોમન વિચાર કે ચારિત્રની વાનગી રૂપે સૌ પ્રથમ ઉપધાન તપ તે કરી લઉં?-તે ભાવનાથી ઉપધાન તપમાં પ્રવેશ કર્યો. “સતાં સદ્ધિઃ સર્ગઃ કમિપિ હિ પુણ્યન ભવતિ” ખરેખર ! સૂર્યની હાજરીથી લોકોને પ્રકાશ અને સ્કૂતિ મળે છે, તેમ મહાપુણ્ય હોય તે જ સંસારસાગરથી પાર ઉતારનારા ત્યાગી ગુરુદેવનો સમાગમ થાય છે. તે મુજબ ઉપધાન તપની ક્રિયા કરાવવા માટે પૂજ્ય સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મહારાજ પધારતાં ચંચળબહેન તેમના સામીપ્યમાં આવ્યાં. પછી એમનાં પ્રત્યે ખૂબ જ આદર અને ભક્તિભાવ જાગે. પૂ. ચંપકશ્રીજી મહારાજ શાંત સ્વભાવી, ભદ્રિક પરિણામી તે હતાં જ, વાણીમાં પણ મધુરતા હતી. તેથી તેમના સંયમ-સંસ્કારને જીવનમાં ઝીલતાં-ઝીલતાં ગુણોની અનુમોદના કરતાં અનોખી સુવાસ પ્રાપ્ત કરીને ગુરુદેવને સમપિત થવા ચંચળબહેનને આત્મા અંદરથી થનગની ઊઠયો, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા તત્પર બન્ય, કે તરત જ અમદાવાદમાં, હઠીભાઈની વાડીમાં, વિ. સં. ૧૯૮૯ ના મહા સુદ દશમના દિવસે ત્યાગમાગ માટે આદર અને અનુરાગ પ્રગટાવી ૨૧ વર્ષની ભરયુવાનવયમાં મૂંઝવણભર્યા સાંસારિક પ્રલોભનેને લાત મારીને મંગલ મુહૂર્ત, સોનેરી સમયે, કલ્યાણકારી કલાકે અને પવિત્ર પળે પૂ. ચંપકશ્રીજી મ. નાં શિષ્ય તરીકે શરણું સ્વીકારી, ચંચળબહેન મટીને જેનશાસનની વંદનીય વિભૂતિ પૂ. ચારિત્રશ્રીજી મહારાજ બન્યાં.
કેતકીનું ફૂલ જેમ ચારે બાજુ સુવાસ ફેલાવે છે અને ભમરાને આપે છે, તેમ આ ગુરુદેવનું જીવન ગુણનું નંદનવન હતું. દીક્ષાના પ્રારંભમાં જ પરસ્પૃહા મહાદુઃખમ, નિઃસ્પૃહત્વમ મહાસુખમ” આ સોનેરી સૂત્રનું અધ્યન પિતે જાતે જ કરેલું. સંયમની રક્ષા એ સાધુજીવનને પ્રાણ છે, એની રક્ષા સૌ પ્રથમ કરવી જોઈએ. ધમક્રિયા-વિધિ બહુ માનપૂર્વક કરવી તેમાં જ યથાર્થ આજ્ઞાપાલન છે, પ્રત્યેક ધર્મકરણમાં આજ્ઞાપાલનનું પરિણામ એ શ્રેષ્ઠ કરિનું ધ્યાન છે, આ બોધ વાચન-મનન અને અનુભવે કરીને જાતે મેળવેલે, એટલે આરાધક ભાવ અજબ
બનેલ. જેમ-જેમ તેઓ ગુરુદેવના સમાગમમાં આવ્યાં તેમ-તેમ શરણાગત વત્સલતા અને અપ્રમત્તતા આદિ ગુણોને જીવનમાં સારા પ્રાપ્ત કર્યા. આથી વિશેષ સમજ અને સંયમ જીવનની વિશિષ્ટતા પ્રાપ્ત કરવાના હેતુથી જ્ઞાનાભ્યાસમાં જોડાયાં. તેમણે ટૂંક સમયમાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસ આદિ અર્થ સાથે પૂરા ક્ય, પછી સંસ્કૃત અભ્યાસમાં આગેકૂચ કરીને સંસ્કૃત બે બૂક-ચંદ્રિકા વ્યાકરણ–તર્કસંગ્રહ-સ્યાદ્વાદમંજરી-મુક્ત.વલ અને સમ્મતિપ્રકરણનો સુંદર અભ્યાસ કરીને ખૂબ જ શ્રેષ્ઠ આધ્યાત્મિક વિકાસ સાધે. પછી પણ શિષ્યાપ્રશિષ્યાને જ્ઞાનાભ્યાસ માટે જોરદાર પ્રેરણા આપતાં રહ્યાં.
આ રીતે સંયમની સુવાસથી સુવાસિત બનેલું તેમનું અણગાર જીવન ફક્ત દસ જ મહિનામાં સીતાબહેન માટે આદર્શરૂપ અને અનુકરણમય બન્યું, એટલે નાતાબહેને વિ. સં. ૧૯૦ ના માગશર સુદ દશમના ૧૬ વર્ષની વયે પ્રવજ્યા અંગીકાર કરીને . પૂચારિત્રશ્રીજી મ. નાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org