________________
૪૩૨ ]
શાસનનાં શ્રમરને ભાઈઓ પણ એમને સત્સંગ સાધતા. એક સ્થાનકવાસી ભાઈ ગુલાબચંદ મગનલાલ ત્યાં હતા. તેઓ સાથે પણ અનેક વખત ધર્મચર્ચા અને ધર્મતની ઊંડી છણાવટ કરતાં. તેઓને પણ આ ચર્ચા-વિચારણામાં આનંદ આવતો. આગળ જતાં ગુલાબચંદભાઈ વગેરે લગભગ ૫૦ થી ૬૦ શ્રાવકને મૂર્તિપૂજાદિ ક્રિયામાં સ્થિર બનાવ્યા હતા. ગુલાબચંદભાઈ તો પૂ. શ્રીને પોતાના આમે દ્ધારક ગુરુ જ માનતા હતા.
વિહાર કરતાં-કરતાં અન્ય અનેક સ્થાનોમાં પણ ખૂબ મધુર ભાષાથી બધાને દમ ધ્યાનમાં જોડયા હતા. ઉનામાં મિક પાઠશાળા શરૂ કરાવી હતી. આમ, અનેક આમાને ધમમાં અને સંયમમાં જડી આત્મહિત સધાવતાં. અનેક ક્ષેત્રોમાં સંઘના ઝઘડાઓને પણ મધુરતાથી શાંત અને દૂર કરતાં. કિયામાં પણ અપ્રમત્તભાવે બધી જ કિયા સતત જાગૃતિપૂર્વક ઊભાં-ઊભાં જ કરતાં. ઋષિમંડલ, નવસ્મરણ, ચઉસરણ, આઉર પચ્ચખાણ આદિના સ્વાધ્યાયને એમને નિત્યકમ હતા. માંદગીમાં પણ કર્મગ્રંથ આદિ તેમજ ઠાણાંગ આદિ સૂત્રની ટીકાઓનું પઠન-પાઠન કરતાં અને કરાવતાં. સમસ્ત જીવનપર્યત જ્ઞાનચિંતનમાં જ સમય પસાર થયે. પ્રખર ! એમની જ્ઞાનશક્તિ અપૂર્વ જ હતી. તપશ્ચર્યાને પણ સારું એવું પ્રાધાન્ય આપતાં. માસક્ષમણ, પાસક્ષમણ, સિદ્ધિતપ, વરસીતપ, છમાસી, ચાતુર્માસિક તથા પર્યુષણની અઠ્ઠાઈઓ તા ઘણા વર્ષો સુધી ચાલી. દર વર્ષે અભિગ્રહના અડ્ડમ કરતાં. દ્રવ્યો પણ અમુક સંખ્યામાં જ વાપરતાં.
સદા પ્રસન્નચિત્ત, સૌમ્ય ચહેરો, પ્રભાવશાલિતા, વાણીમાં મધુરતા, ઉદારતા, લઘુતા. સાત્ત્વિક્તા આદિ અનેકવિધ ગુણો જીવન સાથે ગૂંથી લીધા હતા. તેઓશ્રીની હિત-મિત અને પ્રિય વાણીનો પ્રભાવ એવો હતો કે કેઈ એમનાથી જુદુ વિચરવા તૈયાર ન થતા. સમગ્ર સાધ્વી સમુદાયનાં તેઓશ્રી પ્રીતિપાત્ર બની ચૂક્યાં હતાં. પ્રત્યેક ચાતુમાસ ગુરુની સાથે જ કરતાં. શેપ કાળમાં છ માસ બીજે વિચરતાં. ફક્ત બે જ ચાતુર્માસ ગુરુથી જુદા કર્યા હતા.
નદીના પાણી માત્ર પળ-પળ વહેતાં જ નથી. પણ ગામેગામના કચરાને પણ સાફ કરતાં જાય છે, બસ, તે જ રીતે પૂ. ગુરુદેવશ્રીની સ્વ-પર કલ્યાણ યાત્રા દિન-પ્રતિદિન આગળ વધી રહી હતી. પોતાના એ પવિત્ર જીવનમાં સ્વ–આત્માને તે નિર્મળ કર્યો. ઉપરાંત અનેક આત્માને પણ નિર્મળ–પવિત્ર બનાવ્યા.
શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી. મહુવામાં અતિ ઉત્સાહિત ચાતુમસ કર્યું. પુનઃ યાત્રા કરી હાર્ટની બીમારીને લીધે અમદાવાદ પધાર્યા. બે વર્ષની માંદગીમાં અનુમોદનીય અવી સમતાસમાધિ-આરાધના ભાવમાં સતત ત એવાં પૂજ્યશ્રી પોતાના ૧૬ શિખ્યા અને તે પ્રશિષ્યાઓ. કુલ પ૭ સાધ્વીગણને નિરાધાર મૂકી સંવત ૨૦૧૩માં ક.વ. અમાવસ્યા દિવસે નમસ્કાર મહામંત્રની સતત ધૂન અને ‘વીર ! વીર ! ના ઉચ્ચારણપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં.
- હે ગુરુદેવ! આશ્રિત પ્રત્યેનું આપનું વાત્સલ્ય કમૃતિમાં આવતાં એમ લાગે છે કે આટલાં વાં છતાં અમારાથી આજે તનથી ભલે લાખો યોજન દૂર છે, પણ ગુણેથી તા અત્યંત નિકટ છે. અંતમાં અમારી ભવની પરંપરાને સ્થગિત કરી દે, એ જ અંતરની તીવ્ર ઝં' ના.
- પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org