SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૩૧ શાસનનાં શમણીરત્ન ] સંસ્કારને ઝીલતાં ભૂરીબહેન દિન-પ્રતિદિન મોટાં થતાં ગયાં. પ્રભુદર્શન, વીતરાગની વાણીનું શ્રવણ અને સાધુ-સાધ્વીજી મ. ના સમાગમે હૈયામાં કોઈ અનેરો જ આનંદ અનુભવાતો. બાલમાનસ છતાં જિંદગીના રહસ્યને જાણી શ્રદ્ધાપૂર્વક ધર્મક્રિયામાં તત્પર હતાં. એ જમાનો કે છૂટછાટનો કે આજના સુધારા સામે ન હતો. માત્ર ૧૨ વર્ષની ઉંમર થતાં તો યોગ્ય વરની શોધ થઈ અને સંસ્કારી તેમજ ખ્યાતિ પામેલા શેઠ કુટુંબમાં કરતુરભાઈ અમરચંદના પુત્ર વજેચંદભાઈ સાથે એમનાં લગ્ન થયાં. પાંચ-પાંચ પિઢીથી વિખ્યાત ગુરુભક્તિ તેમજ સાધર્મિક ભક્તિ અને જિનધમવાસિત ગુણથી વસ્તુપાલ-તેજપાલનાં જીવનની ઝાંખી કરાવતા એવા કુટુંબમાં જન્મ ધારણ કરવા કે પુત્રવધૂ બનવું એ પણ પરમ સૌભાગ્ય હતું. વજેચંદભાઈ પણ સંસ્કારી, ધર્માનુરાગી અને સાધર્મિક ભક્તિ પ્રત્યે અનહદ પ્રેમી હતા. પુણ્યશાળી એવા આ વજેચંદભાઈ અને ભૂરીબહેનનું દાંપત્યજીવન ગંગાનાં નિર્મળ જળની જેમ વહી રહ્યું હતું. કુદરતને પણ જાણે ઈ ન આવી હોય એમ અથવા તો વિધિના લેખ કે મિથ્યા કરી શકે છે? કે પછી તૂટીની કે બૂટી નથી, એમ મલેગનો રોગચાળો ફાટ્યો અને એમાં એક કારમાં ગોઝારા દિવસે વજેચંદભાઈને કાળરાજાએ એકાએક ઝડપી લીધા. લગ્ન કર્યા ને હજુ એક વરસ માંડ થયું હશે, ત્યાં ભૂરી બહેનને સંસાર સમાપ્ત થઈ ગયો, અને ભૂરીબહેન વૈધવ્યને પામ્યાં. આવા વિષમ પ્રસંગોથી ભલભલાને આઘાત લાગે, વિષાદની ઘેરી છાયા ફરી વળે. પણ, એવા સમયે ભૂરીબહેન કમ વિટંબણાને સમજી ધર્મમાં અધિક શ્રદ્ધાળુ બન્યા. ઉમર નાની છતાં ઊંડી વિચારશક્તિ અને પશમના બળે ગુરુભક્તિ અને જ્ઞાનાભ્યાસમાં જીવનને જોડી દીધું. ગૃહસ્થ જીવનમાં જ રહી તેઓએ પ્રકરણ, કમગ્રંથ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, કુલ. દ્રવ્યાનુગ સંસ્કૃત બૂક, વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિને અભ્યાસ કર્યો. ૩૦ વરસ તે આમ સાધના અને અભામાં પસાર થઈ ગયાં. બસ, દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી લઈશ – આ સૂત્રને જીવન સાથે વાણી લીધું હતું. હજી અમલ કરે છે તે પહેલાં તે કુટુંબીજને અને એમાં પણ મુખ્ય તો ઓરમાયા પુત્ર નટવરભાઈની રજા ન મળી. એમને પણ સમજાવીને એક દિવસ દીક્ષાની સંમતિ મેળવી. સંવત ૧૯૭૫, મહા સુદ ૧૪ ના ભૂરીબહેને કવિકુલ-કિરીટ પૂ. આ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. શાસનસમ્રાટ પૂ. પા. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવતી પૂ. સા. શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિબા ચંપાશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી પ્રભાશ્રીજી મ. ના નામે તેઓ જાહેર થયાં. ખૂબ આદરથી ગુરુની, ગુરુબહેનની, બધાની સેવા તથા આમન્યામાં રહી પુનઃ જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. પૂ. આ. ભગવંત પાસેથી વાચના પણ શરૂ કરી અને ઉત્તરાધ્યયન, આચારાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાસૂત્ર વિપાકસૂત્ર, પન્નવણાસૂત્ર, આવશ્યક, દશ વૈકાલિક, કમ્મપયડી, પંચસંગ્રહ એમ સૂત્રોનું અધ્યયન કયે જ ગયાં. જ્ઞાનાભ્યાસની અતૂટ લગનથી પિતે વિદુષી બનવા છતાં લેશ માત્ર જ્ઞાનને ઘમંડ નહોતા. સ્વ કે અન્ય કોઈ પણ સમુદાયના હોય એ બધાની સાથે નમ્રતા અને સરળતાથી વર્તતાં. એમનો એક પ્રસંગ યાદ આવે છે, જોકે અમે તો ઘણાં નાનાં હતાં. મેરબી ચાતુર્માસ માટે ગયા અને ત્યાં વ્યાખ્યાન વાંચવાને પ્રસંગે ઉપસ્થિત થયે. ઉત્તરાદયાયન અને કેઈ મહાપુરુષનું ચરિત્રવાચન પિતાના મંજુલ સ્વરે કરતાં. શૈલી એવી અનોખી કે ભલભલા સાંભળનારા મુગ્ધ બની જતાં. બધા આત્માઓને ધમભાવનાથી ભીજાવી ધર્મમાં દઢ બનાવતાં. અન્ય ધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy